કદાસ આપણાને ખબર પણ ન હોય કે PM મોદી સાહેબ આગળ કેટલી સંપતી અને તેમને પાસે કેટલું બેંક બેલન્સ હશે તે તથા તેમને વર્ષે કેટલો આવક માં અથવા તો સંપતિ માં વધારો થયો છે તે . અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દભાઈ મોદીની તેમની કુલ સંપતી તે ગયા વર્ષ ની વાત કરીએ તો ૨.૮૫ કરોડ રૂપિયા હતી.
જેમાં આ વર્ષે તે સંપતી માં રૂપિયા ૨૨ લાખનો વધારો થયો છે . તથા એવું પણ કહેવામાં આવ્યું છે કે અન્ય બીજા ઘણા બધા મંત્રીઓ નો સરખામણી એ PM મોદી સાહેબનું શેરબજાર માં પણ કઈ રોકાણ નથી . મોદી સાહેબે વધુ માં જણાવ્યું હતું કે તેમને ૮.૯ લાખનું રોકાણ રાષ્ટીય બચત પ્રમાણપત્રો , થતા ૧.૫ લાખની જીવન વીમા પોલીસી અને એલ એન્ડ ટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડના રૂપમાં છે . તે તેમણે વર્ષ ૨૦૧૨માં ૨૦૦૦૦ રૂપિયા માં ખરીદ્યો હતો તેવું તેમણે જણાવ્યું હતું .
આપણા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની સંપતી માં વધારો થવા પાછળનું તેમનું મુખ્ય કારણ એ છે કે તમને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે (SBI) ની ગાંધીનગર ની શાખા માં તમેની ફિક્સ્ડ ડિપોઝીટ ને કારણે થયો છે . તેમની ૩૧ મી માર્ચ ૨૦૨૧ ના રોજ ફિક્સ્ડ ડિપોઝીટની રકમ ૧.૮૬ કરોડ રૂપિયા હતી , જે ગયા વર્ષે ૧.૬ કરોડ હતી . તથા તેમણે એ પણ જણાવ્યું હતું કે PM મોદી સાહેબ પાસે એક પણ વાહન નથી . તેમની પાસે ફક્ત ૧.૧૮ લાખની કિંમત વાળી ૪ સોનાની વીટીંઓ જ છે . તથા તેમનું બેંક બેલન્સ પણ ૩૧ માર્ચ ૨૦૨૧ નું રોજ ૧.૫ લાખ રૂપિયા છે . થતા રોકડ તેમની પાસે ૩૬૦૦૦ રૂપિયા છે . તે પણ જે વર્ષ કરતા ઓછુ છે .
PM નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૪ ના વર્ષમાં વડા પ્રધાન બન્યા પસી તેમને કોઇપણ પ્રકારની નવી સંપતિ ખરીદી જ નથી . થતા તેમને ૨૦૦૨ ના વર્ષ માં તેમને રહેણાંક માટે મિલકત ૧.૧ કરોડ રૂપિયા માં ખરીદી હતી . તથા તે પણ સંયુક્ત સંપતિ છે તેવું કહેવામાં આવ્યું હતું . તેમાંથી માત્ર મોદીજીને ચોથો ભાગ જ મળવાપાત્ર થાય છે . તેમને ૧૪૧૨૫ ચોરસ ફૂટ જમીન ખરીદી હતી અને તેમાંથી પણ તેમને ૩૫૩૧ ચોરસ ફૂટ જેટલો જ હિસ્સો મળવાપાત્ર છે .
જયારે અટલબિહારી વાજપેયી નો કાર્યકાળ ચાલતો હતો ત્યારે તેમની સરકારે નક્કી કર્યું હતું કે તમામ પ્રકારના કેન્દ્રીય પ્રધાનોએ તેમના દરેક નામાંકીય વર્ષના અંતે સ્વેચ્છાએ પોતાની જેટલી સંપતિ હોય કે તેમની બધી જ જવાબદારીઓ ને જાહેર કરવી . તથા PM મોદીની સંપૂર્ણ માહિતી તેમની વેબસાઈટ માં જોઈ શકો છો .