તાજેતરમાં પેટ્રોલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે દરરોજ પેટ્રોલના ભાવ માં વધારો થતો જોવા મળી રહ્યો છે . તો આપણે ડીઝલ ની વાત કરીને તો તેનો પણ ભાવ સતત વધવા લાગ્યો છે . માટે હવે તો સાઇકલ વસાવવી લેવી જ સારી એવી ચર્સાં વિચારણા થઈ રહી છે . આજે અમે તમને જણાવી દઈએ કે ડીઝલ ના ભાવમાં કેટલો વધારો થયો છે તે . લોકો કહે છે કે પેટ્રોલ બાદ હવે ડીઝલમાં પણ સતત ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે . તો જાણો ડીઝલ ના શું છે નવા રેટ તેના વિશે સંપૂર્ણ માહિતી .
એવુ કહેવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટીય સ્તરે ક્રુડના ભાવમાં સતત વધારો થતા આજ રોજના પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨૦ પૈસા નો વધારો જોવા મળી રહ્યો છે . ૧ લીટર પેટ્રોલના ભાવમાં ૨૦ પૈસા નો વધારો હોવા મળી રહ્યો છે . છેલ્લા ૨ મહિનાથી ડીઝલના ભાવમાં આ વખતે પહેલી વખત ભાવ માં વધારો જોવા મળી રહ્યો છે . આ સાથે જ જો દિલ્લીમાં ડીઝલના ભાવ પ્રતિ લીટર દીઠ ૮૮.૮૨ રૂપિયા છે . જ્યારે મુંબઈ ની વાત કરીએ તો ત્યાં ડીઝલના ભાવ પ્રતિ લીટર દીઠ ૯૬.૪૧ થયો છે તેવું સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી પ્રીઈસ નોટિફિકેશન માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે .
ડીઝલના ભાવ ની વાત કરીએ તો છેલ્લા ૨ મહિનાથી ડીઝલના ભાવ વધેલા ન હોતા પરતું આજે ડીઝલના ભાવમાં પણ વધી ગયા છે . તેવું મુખ્ય કારણ એ છે કે આંતરરાષ્ટીય બજારમાં ક્રુડના ભાવ સતત વધવાને કારણે ડીઝલના ભાવમાં વધારો થયો છે તેવું તેમને જણાવ્યું હતું . આજ રોજનો આંતરરાષ્ટીય ક્રુડ નો ભાવ વધીને તે ૭૭.૫૦ ડોલર પ્રતિ બેરલ થઇ ગયો હતો . તથા તેમને વધુમાં જણાવ્યું હતું કે ૫ સપ્ટેમ્બર પસી આંતરરાષ્ટીય બહાર માં ક્રુડના ભાવમાં ૫ થી ૭ ડોલરનો વધારો થયો છે . થતા એવું પણ ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ માં આંતરરાષ્ટીય બજારમાં ક્રુડનો ભાવ ૩ થી પણ વધારે ડોલર નો ઘટાડો થયેલો હતો . આ અગાઉ પણ છેલ્લે ૫ સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો . ઉલ્લેખનીય છે કે ૪ થી થી ૧૭ જુલાઈ દરમિયાન પણ પેટ્રોલ ના ભાવમાં ૧૧ .૪૪ રૂપિયા અને ડીઝલ ની વાત કરીએ તો તેમાં ૯.૧૪ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો .