પેટમાંથી ગેસ બહાર નહિ નીકળી શકવાને કારણે ખુબ જ સમસ્યાઓ આવે છે. પેટમાં ખુબ જ મરોડ થાય છે, દર્દ થાય છે. ઘણી વખત એવું લાગે છે કે હાર્ટએટેક આવી જશે, જીવ ચાલ્યો જશે. જો તમારી સાથે આવી સમસ્યાઓ છે કે પેટમાં ગેસ તો ખુબ જ બને છે, પરંતુ નીકળતી નથી. જ્યાં સુધી પેટમાંથી ગેસ નીકળી ન જાય ત્યાં સુધી આરામ નથી મળતો. આ લેખમાં અમે આ સમસ્યાના ઈલાજ વિશે જણાવીશું.
આપણા શરીરમાં ગેસ બને છે. આપણે જયારે પણ ભોજન કરીએ છીએ ત્યારે ભોજન બાદ જયારે તેનું પાચન થાય છે ત્યારે પેટમાં ગેસનું નિર્માણ થાય છે. પરંતુ ઘણી વખત એવા ઘણા કારણો હોય છે કે જેમાં શરીરમાંથી ગેસ નથી નીકળી શકતો. ખાસ કરીને ઘણા લોકો સાથે એવું બને છે કે તેઓ રાત્રે ભોજન કરે છે તે ભોજન કર્યા બાદ 2 થી 3 કલાક તેમના શરીરમાં ભારેપણું ચાલુ થઈ જાય છે કે પેટ એકદમ ફુલાવાનું ચાલુ થઈ જાય છે.
ઉપાય: આ સાથે આયુર્વેદિક દવા બનાવીને ગેસને દુર કરી શકાય છે. આ માથે થોડી હિંગ લેવી. આ હિંગની પ્રકૃતિ ગરમ હોય છે માટે તેને ઘીમાં તળી લેવી, જેથી ખાવામાં ગરમ ન પડે. આ હિંગને ઘીમાં તળી લીધા બાદ તેને ઉતારી લેવી. આ પછી તેમાં થોડું સિંધવ મીઠું નાખવું. આ મીઠું નાખીને તેને બરાબર હલાવીને મિક્સ કરી દેવું. આ રીતે મીઠું મિક્સ થયા બાદ તેમાં થોડા લીંબુના રસના ટીપાં નાખવા. આ ટીપા નાખીને તેને ફરી વાર હલાવીને બરાબર મિક્સ કરી લેવું. આ રીતે એક ઉત્તમ ગેસની દવા બની જાય છે. જેને ભોજન સાથે કે ભોજન બાદ ખાઈ શકાય છે. ભોજનની વચ્ચે જો ખાવામાં આવે તો સારું પરિણામ મળે છે અને સારી રીતે ગેસ બહાર નીકળે છે. આ ઈલાજ કરવાથી અપાન વાયુ અટકવાની કે ફસાવાની જે સમસ્યા થઈ રહી છે તે આ પ્રયોગ કરવાથી દૂર થઈ જશે.
આ રીતે પેટ ફુલાતું હોય એવું લાગવા માંડે છે કે હાર્ટએટેક જેવું કે બ્લડપ્રેસર જેવું લાગવા માંડે છે. છાતીમાં ખુબ જ ભારેપણું લાગવા માંડે. શ્વાસ લેવામાં તકલીફ ચાલુ થઈ જાય, પરસેવો આવે, આવી ઘણી બધી સમસ્યાઓ ચાલુ થઈ જાય છે. સાથોસાથ પેટ પણ પોતાનો આકાર બદલ્યા કરે છે, કોઈને કોઈ અવનવા પ્રયોગ કર્યા કરે છે. આ પછી થોડા સમય બાદ જયારે આ ગેસ નીકળે ત્યારે તેને આરામ મળે છે. આવી સમસ્યા આ પ્રકારે થાય છે.
આ સમસ્યાને આયુર્વેદમાં મૂઢવાત કહેવામાં આવે છે. આ સિવાય આ પ્રકારની બીમારી કે જેને ઉદાવર્ત કહેવામાં આવે છે. આ સમસ્યામાં નીચેથી ગેસ પસાર થાય છે અને ઉપર જાય છે. આવું વાત દોષના કારણે થાય છે. આ વાતમાં પણ અપાન વાયુનું કાર્ય છે. આપણા શરીરમાં વાત, પિત્ત અને કફ હોય છે. જેમાં વાયુના પાંચ અલગ અલગ પ્રકાર છે, જેમાં પ્રાણ, ઉદાન, વ્યાન, સમાન અને અપાન.
આ વાયુમાંથી અપાન વાયુનું કાર્ય છે નીચેની તરફથી કોઈ વાયુને કાઢવું. જેમાં યુરીન નીકળતું હોય, શુક્ર નીકળતું હોય કે ગેસ નીકળતા હોય, મળ નીકળતા હોય, માસિક ધર્મ આવવું કે 9 મહિના ગર્ભ થયો બાદ તેની ડીલીવરી થવી. આમ, કોઇપણ ચીજ નીચેની તરફ નીકળવી, આ બધું અપાન વાયુનું કાર્ય છે.
જ્યારે અપાન વાયુ કોઇપણ કારણસર દુષિત થઈ જાય, વિકૃત થઈ જાય ત્યારે આ પ્રકારની તકલીફ જોવા મળે છે. ખાસ કરીને એવા લોકો કે જેને મળ અને તેના વેગ રોકવાની આદત હોય, સમજો કે કોઈને ગેસ રોકવાની આદત હોય, આ સિવાય મોશન લાગે છે કે જેને દબાવીને રાખે છે. સંડાશ કરવાની ઈચ્છા થાય પરંતુ તેને દબાવીને રાખે છે. જબરદસ્તી રોકીને રાખે છે. બસ અને ટ્રેનમાં ઘણી વખત મુસાફરી કરતી વખતે ઘણી વખત સુવિધા નથી હોતી ત્યારે આવું જોવા મળે છે.
ઘણી વખત, ટીવી, મોબાઈલ કમ્પ્યુટરના એટલા લાગી રહ્યા હોય કે મળ ત્યાગની ઈચ્છા થવા છતાં રોકી રાખવામાં આવે અને વિચારીએ કે પછીથી બાદમાં જઈશું. ખુબ તેજ પ્રેસર આવશે ત્યારે જઈશું. આવા પ્રકારે ખુબ કરવાની આદત પડી જાય ત્યારે આ તકલીફ થાય છે. આજના સમયે ઘણા એવા ખોરાક હોય છે કે સુકું ખાવ, સુકો નાસ્તો કરો, માત્ર ઉકાળેલું ખાવ, તેલ વાળી ચીજો છોડી દો. આ રીતે ઘણા લોકો એવા હોય છે કે તેઓ ફિક્સ રસ ખાય છે.
આ સિવાય ઘણા લોકો એવા હોય છે કે તેઓને મીઠું ભાવતું નથી, તીખું ભાવતું નથી, કડવું ભાવતું ન હોય કે તેઓને માત્ર મીઠા વાળું જ ભાવતું હોય. એવા કોઈ વ્યક્તિ હોય કે તેમને 6 રસોને છોડીને કોઈ એક રસ ખાવામાં જ રસ હોય, આવા લોકો સાથે ઉદાવર્ત બીમારીમાં યુરીન, લેટરીન, તે ચીજોને ચોદાવની આદત ધીરે ધીરે થઈ જાય છે. ત્યારે આ અપાન વાયુ ધીરે ધીરે ઉપરની તરફ જવા લાગે છે. જેના કારણે બ્લોટિંગ જેવા ઘણા પ્રોબ્લેમ થવા લાગે છે.
આ સમસ્યાના નિવારણ માટે સૌપ્રથમ તો પેશાબ, સંડાશ વગેરે રોકી રાખવાની આદત છે તે આદત છોડી દેવી જોઈએ. ચરક સંહિતામાં લખવામાં આવ્યું છે કે કુદરતી આવેગોને રોકવા ન જોઈએ. આ કુદરતી આવેગો સૌથી વધારે બીમારી ઉત્પન્ન કરવાની તાકાત ધરાવે છે. ઘણા લોકો આવા આવેગોને જબરદસ્તી રોકવાનું કાર્ય કરે છે તે ઘણા લોકો આવેગોને જબરદસ્તી પ્રેસરથી કાઢવાનો પ્રયાસ કરે છે. આ બંને રીત બીમારીનું કારણ બને છે.
ઘણા લોકોને ભોજનમાં ખુબ જ ભારે ખાવાની આદત હોય, ઘણા લોકોને ભોજન બાદ ગળ્યું ખાવાની આદત હોય, ફૂટ સલાડ ખાવાની આદત હોય, પહેલાનો ખોરાક હજમ ન થયો હોય છતાં બીજો ખોરાક ખાવો, રાત્રે મોડા ખાવું, પનીર વગેરે તેમજ તીખો ખોરાક ખાવો. આવા ખોરાકને નકારીને સાદા ખોરાક પર ઉતરી જાવું જોઈએ.
આ સમસ્યાના ઈલાજ માટે આયુર્વેદિક ઉપચારો કરી શકાય છે. 6 રસોમાંથી સૌથી ઉપયોગી અને ટેસ્ટફૂલ રસ છે અમ્લરસ. એટલે કે ખાટો રસ. આ રસ તમારે માટે ખુબ જ જરૂરી ટેસ્ટ છે. આ રસમાં રોકાયેલા મૂઢવાતને રોકવાની આ રસમાં શક્તિ હોય છે. માટે આવા ગેસની સમસ્યાના ઈલાજ માટે ભોજન કરતા સમયે થોડુક લીંબુ નીચોવીને ઉપયોગ કરવો જોઈએ. ભોજન કર્યા બાદ દરરોજ અડધું દાડમ ખાવું જોઈએ.
આમ, આ રીતે કરવાથી ગેસની આ પ્રકારની સમસ્યા આ રીતે પ્રયોગ કરવાથી દૂર થઈ જાય છે. આ ખુબ જ સરળ અને કોઇપણ પ્રકારની સમસ્યા વગરનો ઈલાજ છે. આ ઈલાજ કરવાથી તાત્કાલિક ફાયદો મળે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.