HealthLifestyle

આ એક ફળ ખાવ ઓપરેશન વગર પથરી પેશાબ માર્ગે નીકળી જશે બહાર

ચોલાઈ નામની વનસ્પતિ પથરી માટે ખુબ જ ઉપયોગી છે. ગુજરાતીમાં ગામડાની ભાષામાં તેને જડકલુ કહેવામાં આવે છે. આ વનસ્પતિ ખેતરમાં નિંદામણ તરીકે ઉગી નીકળતું હોય છે. આ વનસ્પતિ પાથરી માટેનો રામબાણ ઈલાજ છે, જે વિશે ખેડૂતોને જ્ઞાનનો અભાવ હોવાથી નિંદામણ સમજીને ફેકી દેતા હોય છે. આ જડકલાની બે જાત હોય છે, જેમાં એક પ્રજાતિમાં કાંટા હોય છે, બીજી પ્રજાતિમાં કાંટા જોવા મળતા નથી. જે વનસ્પતિ તાંદળજો અને ડાંભાને મળતી આવે છે.

આ છોડ પર તુલસીના છોડ જેમ ઉપર મોર આવે છે અને લાંબી મોગરી થાય છે. આ છોડ મૂત્રાશય કે કિડનીમાં ગમે તેવી પથરી હોય તો તેનો નાશ કરે છે. આ એક પથરીની અકસીર દવા છે. જે લોકોને પથરી થઈ હોય તેવા લોકોએ દરરોજ સવારે અને સાંજે આ છોડના પાનનો રસ કાઢીને પીવો જોઈએ. આ રસને બંને સમયે બબ્બે ચમચી પીવાથી પથરી ઓગળીને મૂત્ર માર્ગ વાટે બહાર નીકળી જાય છે. આ છોડના રસમાં એવી તાકાત રહેલી હોય છે કે તે પથરીના નાના નાના ટુકડા કરી નાખે છે.

આ છોડમાં ભરપુર માત્રામાં વિટામીન એ, વિટામીન સી હોય છે, જેના પરિણામે આ છોડ એન્ટી ઓક્સીડેન્ટ ગુણો ધરાવે છે. આ છોડમાં થોડી માત્રામાં કેલ્શિયમ અને ભરપુર માત્રામાં ફાઈબર છે. આ છોડના પાનને વાટીને તેને મિક્સરમાં કાઢીને તેના રસ તરીકે ઉપયોગમાં લઇ શકો છો. આ સિવાય આ વનસ્પતિના પાંદડાનું શાક બનાવીને તેને ભોજનમાં સેવન કરીને પણ તેનો લાભ લઈ શકો છો. જેમાં આ છોડના પાંદડાની ભાજી ખુબ જ સ્વાદિષ્ટ બને છે.

આ સિવાય દુધેલી નામનું ઘાસ પણ પથરીનો આયુર્વેદિક રીતે ઈલાજ કરે છે. આ છોડની ડાળખીઓને તોડતા તેમાંથી દૂધ નીકળે છે, એટલે તેને દુધેલી કહેવામાં આવે છે.  આ છોડ ગામડામાં કે બધી જ જગ્યાએ ખુલી જગ્યામાં ઉગે છે.

આ છોડથી પથરીનો ઈલાજ કરવા માટે આ છોડના પાન તોડી લેવા. આ છોડના લગભગ 50 ગ્રામ જેટલા પાન લેવા. આ સાથે મેંદીના 50 ગ્રામ પાન લેવા. આ બંનેના પાનનો રસ કાઢવો. રસ કાઢયા બાદ એક કાંસાનું વાસણ લેવું. કાંસાના વાસણમાં આ બંને રસને મિક્સ કરી દેવા. ત્યારબાદ આ મિશ્રણમાં 15 ગ્રામ ગોળ નાખવો.

આ બધું નાખ્યા બાદ આ મિશ્રણને થોડા સમય સુધી ઉકાળવું. ગોળ બરાબર મિક્સ થઈ જાય, બરાબર ગરમ થઈ જાય. આ મિશ્રણને વધારે ગરમ ન કરવું. માત્ર ગોળ મિક્સ થઈ જાય એટલે સુધી જ ગરમ કરવું.

આ મિશ્રણને નીચે ઉતારી લીધા બાદ બે ભાગ કરી લેવા. આ ભાગમાંથી એક ભાગ સવારે પીવો અને બીજો ભાગ રાત્રે સુતા પહેલા પીવો. આ પ્રયોગ માત્ર ત્રણ દિવસ સુધી જ કરવો. માટે એક સામટો રસ ન બનાવવો. માટે ત્રણેય દિવસનો દરરોજ સવારે બનાવવો. ત્રણ દિવસ પછી પથરી તૂટીને તેના રજકણો ધીમે ધીમે બહાર નીકળવાના શરુ થઈ જશે.

આ પ્રયોગ બાદ પણ તમને પથરીની સમસ્યા જણાય તો પાંચ દિવસ છોડીને ફરી વખત આ પ્રયોગ કરી લેવો. જેનાથી પથરી બહાર નીકળી જશે. આ પ્રયોગ કરવાથી પથરી 100 ટકા નીકળી જશે. આ પ્રયોગ દ્વારા ઘણા બધા લોકોને પથરી કાઢવામાં ખુબ જ સફળતા મળી છે અને તેઓ પથરીથી રાહત મેળવી શક્યા છે.

પથરીની બીમારી આજે સામાન્ય થઈ ગઈ છે. શરીરમાં કેલ્શિયમ ઓક્સીલેટ કે ક્ષારના કણો હોય છે, પેશાબના રહેલા હોય છે. જે લાંબા સમય સુધી કિડનીની ગળણીમાં ભેગા થાય અને કિડનીના કાણાને બંધ કરી દે છે. આ બધા જ કણો ભેગા થઈને એક કઠણ પદાર્થ બનાવે છે, જેને આપણે પથરી કહીએ છીએ. મિનરલ અને સોલ્ટ જામીને એક કઠણ પદાર્થ બનાવે છે. આ પથરી મગની દાળથી લઈને ટેનીસ બોલ જેવડી પથરી પણ જોવા મળેશે.

પથરી કિડનીમાં, પેશાબની કોથળીમાં, પિત્તાશયમાં અને ગુદામાં થાય છે. પથરીની બીમારી એ કોઈ ગંભીર બીમારી નથી પરંતુ જેને થોડી ચીવટ અને કાળજી રાખવામાં ઉપયોગી છે. જ્યારે શરીરમાં સોડીયમની માત્રા વધી જાય ત્યારે કીડની વધારાના સોડીયમનો નિકાલ કરે છે. જ્યારે કિડનીની કાર્ય ક્ષમતા ઘટી જાય ત્યારે પણ શરીરમાં સોડીયમની માત્રા વધી જાય છે. આ સમયે વધારે સોડીયમ ભેગું થવાથી પથરી થઈ જાય છે. જ્યારે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધી જાય ત્યારે ઓન પથરી થઈ જાય છે.

જે લોકો માંસ અને મટનનું સેવન કરે છે, જે લોકો પાણી ઓછું પીવે છે, તેવા લોકોને પથરી થવાની શક્યતાઓ વધુ છે. જે લોકો પાન માવા ખાય છે જેમાં ચૂનો આવે છે જેના લીધે પથરી થાય છે, માટે પથરીની સમસ્યા વાળા લોકોએ પાન માવો ન ખાવો. જે લોકોને એકવાર પથરી થઈને મટી ગઈ હોય તો પણ ચૂનો ન ખાવો જોઈએ. જે લોકોને પથરી થાય તેવા લોકોને પેટમાં દુખાવો થાય, ખાસ કરીને એક સાઈડમાં દુખાવો થાય છે. જેને આપણે પડખામાં થતો દુખાવો કહીએ છીએ.

આ સિવાય પેશાબ કરતી વખતે દુખાવો થાય, પેશાબમાં લોહી આવે, પેશાબમાં દુર્ગંધ આવે, પેશાબમાં બળતરા થાય, પેશાબ એકદમ પીળા કલરનું આવે, જો કિડનીની પથરી હોય તો મોટા ભાગે કમરમાં દુખાવો થાય અને કમળની પાછળના ભાગમાં દુખાવો થાય. જો પિત્તાશયમાં પથરી હોય તો હાથની સાઈડ દુખે, પડખામાં ઉપરની સાઈડ દુખાવો થાય.

પથરીના ઈલાજ માટે સફરજન એક શ્રેષ્ઠ અને ઉત્તમ ફળ છે. સફરજન ખાવાથી કોઈ ઉપાયની પણ જરૂર નહિ પડે અને કોઈ દવાની પણ જરૂર નહિ પડે. આ માટે માત્ર સફરજનનું જ્યુસ પીવું. આ માટે ખાસ કાળજીમાં સફરજનને છાલ સહીત જ જ્યુસ બનાવીને નિયમિત સવારે ખાલી પેટ એક ગ્લાસ પી જવું. આ ઉપાયથી ગમે તે પ્રકારની પથરી હોય આપમેળે જ નીકળી જાય છે. જો તમને જ્યુસ બરાબર ન લાગે તો નિયમિત ઉઠીને દરરોજ સવારે ખાલી પેટ 3 સફરજન ખાઈ જવા. આ પ્રકારે ત્રણથી ચાર સફરજનનું એક ગ્લાસ જ્યુસ બને છે. માટે ઓછામાં ઓછા ત્રણ સફરજન છાલ સહીત ખાઈ જવા.

આ સિવાય પથરીનો એક ઉપાય છે. આ માટે દરરોજ સવારે ઉઠીને એક લીલું નારિયેળ લેવું. આ નારિયેળમાંથી પાણી કાઢવું. આ પાણીમાં અડધું લીંબુ નીચોવવું. લીંબુ નીચોવીને બરાબર હલાવી લેવું. આ પાણી ખાલી પેટે સવારે પી જવું. આ ઉપાય કરવાથી ગમે તેવી પથરી દુર થઈ જાય છે. આ ઉપાયથી ખુબ જ સારા પરિણામ મળેલા છે.

આ સિવાય પથરીનો અસરદાર ઉપાય છે, જે પથરીને દુર કરે છે. જેમાં દરરોજ સાંજે એક ગ્લાસ પાણીમાં 6 થી 7 ચમચી કળથી પલાળી દેવી. સવારે આ કળથી સવારે સાવ નરમ થઇ ગઈ હશે. આ કળથીને પાણીમાં બરાબર મસળી નાખવી. આ પાણીને ગાળી નાખવું. ગાળી નાખીને આ પાણીને દરરોજ સવારે નિયમિત પીવું. આ ઉપાય પણ પથરી માટે બેસ્ટ ઉપાય છે.

આ ઉપાયોએ પથરીમાં ખુબ જ સારું પરિણામ આપ્યું છે અને પથરી 100 ટકા ગાયબ થઈ છે.  કોઈપણ ઓપરેશન કે દવા વગર પથરી ગાયબ થઇ ગઈ હોય તેવા પરિણામ મળ્યા છે. આમ, આ ઉપાયો પથરી માટે ખુબ જ ઉપયોગી થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને પથરીની સમસ્યામાંથી તમને છુટકારો અપાવે.

મિત્રો માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા SHARE બટન ઉપર ક્લિક કરી બીજા સાથે શેર કરવા વિનંતી 

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *