ગુજરાતમાં અનેક નવતર પ્રયોગ કરવામાં આવે છે, જે દેશમાં વખણાતા હોય છે. જયારે મોદી સરકાર આવી હતી ત્યારથી ગુજરાત મોડેલ જેવી નોંઘ આખા દેશમાં લેવાય છે. હાલમાં ગુજરાતમાં લાગુ થયેલી પાર્કિંગ પોલીસી કે જેની નોંધ સુપ્રીમકોર્ટ દ્વારા પણ લેવામાં આવી છે.
આ પોલીસી બાબતે ગુજરાત સરકારે સોગંધનામુ રજુ કર્યું હતું. જેમાં જણાવ્યું છે રાજ્ય સરકાર દ્વારા પાર્કિંગના નિયમના ભંગ કરનારાઓને આકરા દંડનો અમલ શરુ કરી દીધું છે. જયારે સુરત મહાનગર પાલિકા દ્બારા લાગુ કરવામ આવેલી પાર્કિંગ પોલીસી સરકાર આખા ગુજરાતમાં લાગુ કરવા માટે સરકાર તૈયાર છે.
જો કે આ પહેલાની પોલીસી કરતા નવી પોલીસીમાં થોડી રાહત જોવા મળે છે. સુરતના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કહેવામાં આવ્યું છે કે એક્સપર્ટ ઓપીનીયમ દ્વારા આ પોલીસી જાહેર કરવામાં આવી છે, જેની નોંધ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ લેવામાં આવી છે.
આ નવી પાર્કિંગ પોલીસીથી ટ્રાફિકમાં રાહત જોવા મળી છે, હાલમાં ગુજરાતના આ શહેરમાં થઇ રહેલા વિકાસમાં અનેક પડકારો આવી રહ્યા છે. જેમાં વસ્તી વધારો, વધારે ટ્રાફિક, વાહનોનું વધતું પ્રમાણ વગેરે જેવી અનેક સમસ્યાનો આ ટ્રાફિકમાં આવી રહી છે. જેના લીધે પાલિકા દ્વારા ટ્રાફિક પોલીસી ઘડવામાં આવી હતી. જે હવે આખા ગુજરાતમાં લાગુ પડશે.
આ પોલીસીમાં સુરતના ઓફ રોડ, ઓન રોડ, મલ્ટી લેયર, શેરીંગ પાર્કિંગ વગેરે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરતમાં ટ્રાન્સપોર્ટ માટે અનેક સમસ્યાઓ આવી રહી છે. જેના લીધે ટ્રાફિક જામ થઇ જવાથી સમસ્યા ઉભી થઇ છે અને અકસ્માતો વધી રહ્યા છે. જે માટે સ્ટેટ હોલ્ડર્સ સાથે મળીને આ પાર્કિંગ પોલીસી અમલમાં મૂકી હતી.
આ પ્રમાણે સુરતમાં કોર્પોરેશન દ્વારા 83 જેટલા પાર્કિંગ પાર્કિંગ સ્લોટ ઉભા કરવામાં આવ્યા છે અઅને નિષ્ણાતો દ્વારા સલાહ લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે ઓફ સ્ટ્રીટ મલ્ટી લેવલ કોર્મશિયલ પાર્કિંગ જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં 43 ઓન સ્ટ્રીટ, ઓફ સ્ટ્રીટ પાર્કિંગ વ્યવસ્થા અને 11 મલ્ટી લેવલ પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી હતો. જેના લીધે વધારે આડેધડ પાર્કિંગ ની સમસ્યા માંથી છૂટકારો મળ્યો.
સુરતના મ્યુનિસિપલ કમીશનર દ્વારા જણાવ્યા પ્રમાણે એક્સપર્ટ દ્વારા આ પોલીસી તૈયાર કરવામાં આવી હતી અને જેની નોંધ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ લેવામાં આવી હતી. જેથી ગુજરાત સરકાર દ્વારા આ પોલીસી હવે સમગ્ર રાજ્યમાં અમલી કરવાની વિચારણા કરવામાં આવી છે. જેના લીધે પાર્કિંગની સમસ્યાથી છુટકારો મળી શકે છે.
આ પોલીસીની અસરથી ટ્રાફિકની સમસ્યા તો હલ થાય છે, સાથો સાથ આવકમાં પણ વધારો વધારો થાય છે, મહાનગર પાલિકા દ્વારા થયેલી આ આવકને વિકાસના કામોમાં વાપરી શકાય છે. જે બંને રીતે ખુબ જ ઉપયોગી અને તે એક સફળ પોલીસી રહી છે. જે હવે ગુજરાતમાં અમલી બનાવાશે જેથી કરીને ટ્રાફિકની સમસ્યામાંથી બચી શકાય.