હમણા જ તાજેતરમાં ગત તારીખ 27મી માર્ચના રોજ વનરક્ષકની લેખિત પરીક્ષા લેવાઈ હતી તેમાં અલગ અલગ ગામડાઓમાં પણ સેન્ટરની ફળવણી કરવામાં આવી હતી.આ પરીક્ષામાં પરીક્ષા આપતા અનેક લોકો માંથી અમુક જગ્યા એ થોડું નિયમનું પાલન નથી થઇ શક્યું. તથા ગેરરીતી થઈ હોવાનું જાણવા મળી આવ્યું છે.
તો ચાલો વાત કરીએ છેક પાલીતાણા સુધી આ વનરક્ષક પરીક્ષા નો રેલો કઈ રીતે પહોચ્યો તે જોઈ લઈએ. પાલિતાણામાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા એવા યુવા એકેડેમી સંચાલક મહેશ ચુડાસમા દ્વારા પેપર લીક થયું હોવાના પુરાવા મળી આવ્યા છે તથા તેમણે આ પેપર અનેક ગ્રુપમાં પણ શેર કયું હોવાના પુરાવા મળી આવ્યા છે.
આ વનરક્ષક ની પરીક્ષામાં પેપરલીકના તમામ પુરાવા યુવા અધિકાર ન્યાય ચળવળના યુવરાજસિહ જાડેજા દ્વારા રજુ કરવામાં આવ્યા છે. આ પેપર પાલિતાણા એકેડેમીમાં બપોરે 01:04 pm કલાકે શરુ થયું હતું.
આ પુરાવાઓ જાહેર થાય બાદ પોલીસ તાત્કાલિક પાલિતાણાની યુવા એકેડેમીના સંચાલક મહેશ ચુડાસમાની અટકાયત કરી હતી અને તેમને જરૂરી પુછપરછ પણ કરી હતી. મળતી માહિતી અનુસાર આ યુવા એકેડેમીના સંચાલક મહેશ ચુડાસમા એ પાલિતાણા તાલુકાની જ એક પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવે છે તથા તે આ એકેડેમીમાં પોતે સેવા આપતો હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ ઉપરાંત પણ એક બીજો કિસ્સો પણ નજર સામે આવ્યો છે. ભાવનગર જીલ્લાની બાજુમાં આવેલું બુધેલ ગામનો છે ત્યાં વનરક્ષક દળની પરીક્ષા આપતા એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની મોબાઇલ સાથે મળી આવ્યા હતા. તેમજ એક વધુ કિસ્સો તળાજા તાલુકાની શોભાવડ ગામે આવેલી આર એમ ડી સ્કુલમાં આવ્યો છે. આ બંને કિસ્સામાં પોલીસ તરફથી કોઈપણ પ્રકારની પુછપરછ કે તપાસ કરવામાં આવી નથી.
આમ, ગત તારીખ 27મી માર્ચના રોજ લેવાયેલી વનરક્ષક ની લેખિત પરીક્ષામાં અલગ અલગ જગ્યા એ પેપર લીક અને ગેરનીતિના અમુક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે.