શિયાળો આવતાની સાથે જ ઠંડી પડવા લાગે છે અને વાતાવરણ એકદમ ઠંડું પડી જાય છે. પરંતુ આ સમયે વાતાવરણ ઠંડું હોવાની સાથે સુકું વાતાવરણ પણ હોય છે. જેના લીધે રશરીરમાં ખાસ કરીને હોઠ ફાટી જવા, ગાલ ફાટવા, શરીર પરની ચામડી ફાટવી જેવી ઘણી બધી નાની નાંની ચામડીની સમસ્યાઓ જોવા મળતી હોય છે.
આ સમસ્યામાં એક સમસ્યા છે. પગમાં શીરા પડી જવા. એટલે કે પગમાં વાઢીયા પડવા. આ વાઢીયા પડવાની સમસ્યામાં શરીરમાં ખાસ કરીને શિયાળાની શરુઆતથી જ થવા લાગે છે. ઘણા લોકોને તો એટલી હદે આ સમસ્યા આવે છે કે જેના લીધે તે લોકોને ચાલવામાં પણ તકલીફ થવા લાગતી હોય છે. ઘણા લોકો એવા હોય છે કે જેને પગમાંથી લોહી પણ નીકળ્યા કરે છે.
આ સમસ્યા એક હદે ખુબ જ હેરાન કરી મુકે છે. આ સમસ્યાને ક્રેક પામ્સ ઓફ ફુટ્સ કહેવામાં આવે છે. આ સમસ્યા ઘણા લોકોને તો આખું વર્ષ પણ રહેતી હોય છે. જેમાં તેની અસર શિયાળા દરમિયાન ખાસ જોવા મળતી હોય છે.
જે લોકોને આ સમસ્યા થતી હોય તેવા લોકોએ ચોખાનો લોટ લેવો. આ લોટની અંદર એપલ સાઈડ વિનેગાર નાખવો. આ વિનેગાર મેડીકલ સ્ટોર, આયુર્વેદિક સ્ટોર અને માર્કેટમાં બધી જ જગ્યાએ મળી રહે છે.જ્યાંથી આ એપલ સાઈડ વિનેગાર લાવી રાખવો.
આ સિવાય મધ પણ લાવવું. ખાસ તો દેશી મધ હોય તો ખુબ જ ઉત્તમ છે. આ રીતે તે ઇલાજમાં જલ્દી ફાયદો કરશે. આ દવા બનાવવા માટે ચોખાનો લોટ બે ચમચી લેવો, સાથે એપલ સાઈડ વિનેગાર પણ બે કે ત્રણ ચમચી જેટલો લેવો. આની અંદર બે થી ત્રણ ચમચી જેટલું મધ ઉમેરી દેવું.
આ બધું મિક્સ કરીને જાડી પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટ બની જાય ત્યારે જ્યાં જ્યાં પગના તળીયામાં વાઢીયા પડ્યા હોય ત્યાં પર લગાવી દેવું. આ ઈલાજ માટે પગને 10 મિનીટ હુંફાળા પાણીમાં બોળી રાખવા. આ રીતે પગ સુકાઈ જાય ત્યારે ત્યારે લગાવી દેવું. આ રીતે લગાવી દીધા બાદ ત્યાં પર રહેવું. આ પ્રયોગ દિવસમાં બે કે ત્રણ દિવસ લગાવી રાખવું.
આ ઈલાજ પગના ફાટેલા તળીયાના ઈલાજ માટે ખુબ જ ઉપયોગી છે. જેના લીધે પગના તળીયાની ચામડીના ઈલાજ માટે ઉપયોગી છે.
બીજા એક પ્રયોગ માટે ઓટમીલ પાવડર લેવો. આ માટે ઓટમીલ પાવડર એક ચમચી લેવો. આની અંદર એક ચમચી મધ નાખવું. આ મિશ્રણમાં ચારથી પાંચ ટીપા ઓલીવ નાખવું. આ રીતે તેને પ્રથમ ટીપ્સ માફક પગને પાણીમાં બોળી રાખવા.
આમ, આ ટીપ્સ તમારા માટે ખુબ જ ઉપયોગી છે. આ ઉપાય તમારા પગના તળિયાને માટે ખુબ જ ઉપયોગી છે. આ ઉપાય કાયમી ધોરણે કરવાથી તે ખુબ જ ફાયદો કરે છે. આ એક કુદરતી ઈલાજ હોવાથી તેની કોઈ આડ અસર નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.