HealthLifestyle

છાતીમાં જામેલાં કફ દૂર કરી ઑક્સીજન લેવલ વધારવાનો 100% અસરકારક ઉપચાર

ભારતના ઋતુ ચક્ર પ્રમાણે શિયાળા અને ઉનાળાની શરૂઆતમાં કફનો પ્રકોપ વધે છે, જેના પરિણામે વાયરલ બીમારીઓ ખુબ જ આવે છે. આ બીમારીઓને અટકાવવા કફને દુર કરવાના પ્રયાસો કરવા જોઈએ. કફને દુર કરી નાખવામાં આવે તો આવી બીમારીઓનું પ્રમાણ અટકે છે. અમે આ લેખમાં છાતીમાં રહેલા ફેફસાની સફાઈ કરવાના અને કફને દુર કરવાના ઉપાયો બતાવી રહ્યા છીએ.

નીલગીરીના તેલનો ઉપયોગ, કફને છાતીમાંથી બહાર કાઢવા માટે કરી શકાય છે, તે કફને ઢીલો કરવામાં મદદ કરે છે. જેના લીધે ઉધરસ અને ખાંસી સાથે કફને આસાનીથી બહાર કાઢી શકાય. જો તમને સતત પરેશાન કરી નાખતી ખાંસી આવતી હોય તો નીલગીરીનું તેલ તેને પણ ઠીક કરી શકે છે. આ માટે તમે નીલગીરીની વરાળ લઇ શકો છો અને બામનો ઉપયોગ કરી શકો છો, કફની સાથે ફેફસામાં રહેલા ધુમાડાનો કચરો અને અન્ય કચરો પણ બહાર નીકળે છે.

છાતીમાંથી કફને દુર કરવા માટે સ્ટીમ બાથ લેવાથી નાક અને ગળામાં જમા થયેલો કફ ઢીલો થઈને બહાર નીકળવા લાગે છે. જેના લીધે માથાનો દુખાવો અને સાઈનસ થનારી પરેશાનીઓથી મુક્તિ મળે છે. આ સિવાય ગરમ પાણીથી નહાવાથી પણ કફ બહાર નીકળી જાય છે. જેની સાથે ફેફસામાં ફસાયેલો અન્ય કચરો પણ બહાર નીકળે છે.

સુકી હવા નાક અને ગળાને પરેશાન કરે છે, જેનાથી વધારે કફ બને છે અને ફેફસામાં ફસાય છે. આ માટે ફેફસાને સાફ રાખવા માટે રાત્રે સુતા સમયે બેડરૂમમાં હ્યુંમીડીફાયર જે હવાને ગરમ રાખે છે તે રાખવું જોઈએ. આનાથી ઊંઘ પણ સરસ આવે છે અને ફેફસા પણ ચોખ્ખા રહે છે અને નાક અને ગળું પણ સાફ રહે છે અને ખરાશથી પણ બચી શકાય છે.

ફેફસાની સફાઈ માટે ચહેરા પર ગરમ પાણીથી ભીનું કપડું પણ રાખી શકાય છે. ચહેરા પર આ કપડું લગાવવાથી ગળા અને નાક પર તેની અસર થાય છે અને તે સીધી જ અસર ફેફસા પર લાગુ પડે છે, જેના લીધે ફેફસામાં રહેલો કફ ઓગળીને બહાર નીકળે છે અને ફેફસા ચોખ્ખા થાય છે. જેનાથી કફ અને શરદી, ઉધરસના દર્દમાં પણ રાહત મળે છે.

ખાંસી આવતી હોય તો રોકવી નહિ, જે ફેફસામાં રહેલો જે કફ શ્વાસનળી દ્વારા ઉપર આવ્યો હોય છે જે ખાંસી દ્વારા બહાર નીકળે છે. આ કફને બહાર કાઢવાનો ખુબ જ સારો અને શ્રેષ્ઠ ઉપાય છે. ખાંસી જેમ વધારે આવે તેમ કફ બહાર નીકળે છે. અને ફેફસા ચોખ્ખા થાય છે.

કફ ઓ ગળામાં આવે તો એને રોકો નહિ, પરંતુ વારંવાર થૂંકતા રહો. જેના લીધે કફ ધીમે ધીમે બહાર નીકળે છે. કફ ફેફસાથી ગળામાં આવે છે ત્યારે આપણું શરીર તેને બહાર કાઢવાની કોશિશ કરે છે. તેના લીધે ફેફસામાં રહેલો કચરો પણ બહાર નીકળે છે.

નાકના સ્પ્રેન ઉપયોગ કરીને પણ ફેફસાની સફાઈ રાખી શકાય છે. આ સ્પ્રે નાકથી સાયનસ, કફ અને એલેર્જીને બહાર કાઢવામાં મદદ કરે છે. તમે નાક માટે આવા સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. જેમાં સોડીયમ ક્લોરાઈડ હોય છે જે નાક સાથે ફેફસામાં પણ અસર કરીને ફેફસાની પણ સફાઈ કરે છે.

આ સિવાય ગળામાં કફના દેશી ઈલાજ માટે બે કપ પાણીમાં 30 કાળા મરી વાટીને ઉકાળવા, જયારે પાણીમાંથી એક ભાગનું પાણી બળી જાય અને ચોથા ભાગનું પાણી વધે ત્યારે તેને ગાળી લેવું અને તેમાં 1 ચમચી મધ ભેળવી દેવું અને તેનું સવારે અને સાંજે સેવન કરવું આ ઈલાજ કરવાથી ફેફસાની સફાઈ થાય છે. ફેફસામાંથી કચરો અને કફ બહાર નીકળે છે.

લસણ એક એન્ટીઓક્સીડેન્ટ છે, સાથે ફેફસાની સફાઈમાં પણ એટલું જ ઉપયોગી છે. જે વિવિધ પ્રકારે શરીરમાં રહેલા કફને બહાર કાઢવામાં ઉપયોગી છે. જેથી ફેફસામાં ચાહ્તીમાં ફસાયેલા કફને પણ બહાર કાઢવામાં ઉપયોગી છે.

આદુ શરીરમાં વાયરલ બીમારીઓને રોકવામાં ખુબ જ ઉપયોગી છે. જે રીતે તે છાતીમાં રહેલા ફેફસાની સફાઈમાં પણ ઉપયોગી છે. ફેફસામાં રહેલા કફના નિકાલ માટે આદુના ટુકડા કરી લેવા અથવા તો આદુના ટુકડાના રસનું સેવન કરવું. આદુના ટુકડા મોઢામાં રાખવાથી  તે શ્વસન તંત્ર સાથે ફેફસાંમાં જાય છે અને ફેફસાની સફાઈ કરે છે.

આદુની માફક હળદર પણ ખુબ જ ઉપયોગી છે. લીલી હળદરનો રસ કરીને મોઢામાં થોડા સમય સુધી રાખ્યા બાદ તેને ધીમે ધીમે શરીરમાં ઉતરવા દેવો. આ રસ શરીરમાં ઉતરતા તે ફેફસામાં રહેલા કફને અને કચરાને દુર કરીને ફેફસાની સફાઈ માટે ઉપયોગી છે.

તજ ખાવામાં સ્વાદ વધારવાની સાથે ઔષધીય ગુણ પણ ધરાવે છે. જેના કારણે આયુર્વેદમાં તેનો વર્ષોથી ઉપયોગ થાય છે. ફેફસા સાથે જોડાયેલી સમસ્યા દૂર કરવા માટે તજનો ઉકાળો ખુબ જ ઉપયોગી છે. એક ગસ પાણીમાં થોડો તજનો પાવડર નાખીને અડધું પાણી વધે ત્યાં સુધી ઉકાળવું. તેને પીવાથી ફેફસાની સારી રીતે સફાઈ થાય છે.

સ્ટીમ થેરાપી ફેફસાની સફાઈ માટે ખુબ જ ઉપયોગી છે. ફેફસામાં ફસાયેલા કચરાને દુર કરવા માટે તેમજ કફનો નિકાલ કરવા માટે ખુબ જ ઉપયોગી છે. ફેફસાની સફાઈ માટે સ્ટીમ થેરાપીમાં પાણી ગરમ કરીને તેની વરાળ નાક અને ગળા દ્વારા લેવામાં આવે છે.  જેનાથી શ્વાસનળી ખુલે છે અને ફેફસામાં રહેલો કફ પણ બહાર નીકળે છે. તેનાથી શરદી, ઉધરસ અને સાયનસની સમસ્યાથી રાહત મળે છે.

પ્રાણાયામ કરવાથી પણ ફેફસાની સફાઈ થાય છે. ફેફસાની સફાઈ કરવા માટે દરરોજ અડધો કલાક યોગ અને કસરતો પાછળ ફાળવવો જોઈએ. કપાલભાતી, અનુલોમ વિલોપ જેવા પ્રાણાયામ કરવાથી ફેફસામાં કસરત મળે છે, તેમજ ફેફસામાં વિવિધ રીતે શ્વાસના ધક્કા લાગવાથી કફ અને કચરો વલોવાય છે અને શરીરમાંથી બહાર નીકળે છે. આ સિવાય નાકમાં શીશમના તેલના એક-બે ટીપા નાખવા અને પ્રાણાયામ કરવાથી ફેફસાની સફાઈ થાય છે.

અખરોટ પણ ફેફસાની સફાઈમાં ખુબ જ ઉપયોગી છે. જેમાં ભરપુર માત્રામાં ઓમેગા-3 ફેટી એસીડ હોય છે. માટે તે ફેફસાં માટે બેહદ ફાયદેમંદ છે. શિયાળાની ઋતુમાં પ્રદુષણ વધારે હોય છે માટે તમે દરરોજ એક મુઠ્ઠી અખરોટ ખાઈને ફેફસાની સફાઈ કરી શકો છો. અખરોટ અસ્થમા, ટીબી જેવા દર્દીઓ માટે પણ ખુબ જ ઉપયોગી છે.

માછલીના સેવન દ્વારા પણ ફેફસાની સફાઈ કરી શકાય છે. માછલી ફેફસાની સફાઈમાં ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. જે માછલીમાં ફેટની માત્રા વધારે હોય છે, તેનું સેવન ફેફસાં માટે ખુબ જ લાભકારી છે. માછલીમાં પર્યાપ્ત માત્રામાં ઓમેગા-૩ ફેટી એસીડ હોય છે. ખાસ કરીને ફેફસાની સફાઈમાં સાલ્મન ફીશ ઉપયોગી છે.

કઠોળ ફેફસાની સફાઈમાં અગત્યનો ભાગ ભજવે છે. કઠોળમાં દરેક પ્રકારના ન્યુટ્રીશન મળી આવે છે. જે ફેફસાની સફાઈમાં ઉપયોગી છે. આ ન્યુટ્રીશન ફેફસામાં રહેલા કફ અને અન્ય બિનજરૂરી પદાર્થોને દુર કરે છે. અને તેનાથી શરીરમાં ફેફસાની ચોખ્ખાઈ રહે છે. જેથી શ્વસનતંત્ર વ્યવસ્થિત કાર્ય કરે છે.

સફરજન ફેફસાની સફાઈ રાખવા માટે ઉપયોગી છે. તમે પ્રદુષણથી બચાવ કરવા માંગો છો તો સફરજનનું સેવન કરવું જરૂરી છે. સફરજનમાં વિટામીન આવેલા હોય છે. જે ફેફસાને હેલ્ધી બનાવી રાખે છે. ફેફસાના સ્વાસ્થ્ય માટે વિટામીન ઈ, વિટામીન સી, બીટા કેરોટીન અને ખાટા ફળ બેહદ જરૂરી છે. સફરજનમાં આ બધા જ પોષકતત્વો મળી આવે છે.

ગાજરનો રસ પણ ફેફસાની સફાઈ માટે ઉપયોગી છે. નાસ્તામાં અને બપોરે ભોજન દરમિયાન ગાજરનો રસ ઓછામાં ઓછો 300 મીલીલીટર પીવો. જેનાથી ફેફસાની સફાઈ થાય છે. ગાજરના રસમાં બીટા  કેરોટીન હોય છે જે એક સારો સ્ત્રોત છે. તે એક પ્રકારનો વિટામીન એ, જે સૌથી શક્તિશાળી એન્ટીઓકસીડેંટમાંથી એક છે. માટે ફેફસાની સફાઈ કરવા માટે ગાજર ખુબ જ ઉપયોગી છે.

ફેફસાની સફાઈમાં ગ્રીન ટી ખુબ જ ઉપયોગી છે. ગ્રીન ટી એક એન્ટીઓક્સીડેન્ટ છે. જે હ્રદયના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે તેમજ કાર્ડિયોવેસ્કુલર સ્વાસ્થ્યને વધારવા માટે ઉપયોગી છે. તે વિવિધ પ્રકારના કેન્સરથી બચાવવામાં ઉપયોગી છે. સાથોસાથ તે ફેફસામાંથી ફેફસામાંથી તરલ પદાર્થોને દુર કરીને ફેફસાને સાફ રાખવા માં તે પણ ઉપયોગી છે. ગ્રીન ટી એક અદ્ભુત જડીબુટ્ટી છે. જે ફેફસામાંથી કફને ઢીલો કરીને દુર કરે છે.

ફુદીનો એક ફેફસાની સફાઈમાં ઉપયોઈ ઔષધી છે. ફુદીનો શ્વસન તંત્ર માટે ખુબ જ ઉપયોગી છે. જે શ્વસન માર્ગમાં આવતી તકલીફોને દુર કરે છે. તે પેટ, છાતી અને માથા માટે ખુબ જ સારો ઉપાય છે. તે ફેફસાની સંક્રમણને દુર કરવામાં પણ ઉપયોગી છે તેમજ તે બેક્ટેરિયા સાથે લડવામાં પણ ઉપયોગી છે, દરરોજ નિયમિત રૂપથી બેથી ત્રણ ફુદીનાના પાંદડા ચાવી લેવા. જેનાથી  ફેફસાની સ્વસ્થ રહે છે. અને સફાઈ થતી રહે છે.

મધ શરીરમાં ડીટોકસીફાઈ તરીકે ઉપયોગી છે. શરીરમાં ફેફસાની સફાઈ માટે પણ મધ ખુબ જ ઉપયોગી છે. દરરોજ સવારે અને સાંજે ભૂખ્યા પેટે બે ચમચી મધ ખાઈ જવાથી ફેફસામાંથી કફ ઓગળીને બહાર નીકળી જાય છે. મધ ફેફસામાં બીજો ધુમાડો કે પ્રદુષિત કચરો ફસાયો હોય તો તેને પણ દુર કરે છે.

જેઠીમધ ફેફસાની સફાઈમાં ઉપયોગી છે. જેઠીમધના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ ફેફસાને સાફ કરીને ઇન્ફેકશનને દુર કરવામાં ખુબ જ લાભકારી છે. ગળું ખરાબ હોય, શ્વાસ લેવામાં પરેશાની આવતી હોય વગેરેમાં જેઠીમધ સુચવાથી શ્વસન તંત્ર સાફ થઈ જાય છે, જેનાથી ફેફસા આસાનીથી તેનું કામ કરવા લાગે છે.

આમ, ઉપરોક્ત ઉપચારો ફેફસાની સફાઈ કરવા માટે ખુબ જ ઉપયોગી છે. આ ઉપાયો ફેફસામાંથી કફ, પ્રદુષિત ધુમાડાના કણો અને નકામાં કચરાને બહાર કાઢે છે. આ રીતે તે વિવિધ રીતે ફેફસાની સફાઈ કરે છે. અમે આશા રાખીએ કે આ ઉપરોક્ત ઉપચારો તમારા માટે ખબૂ જ ઉપયોગી થાય છે. અને ફેફસાની સફાઈ થાય, કફ દુર થાય, જેથી શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સીજન મળી રહે છે અને શરીરની સ્વચ્છતા જળવાઈ રહે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *