ખેડૂત એટલે જગતનાં તાત તરીકે ઓળખવામાં આવે છે. જે વસ્તુઓ ખેતરમાં પાકે છે જેમાંથી જ ખાવાની વસ્તુઓ બનાવવામાં આવે છે. પરંતુ હાલમાં ખેડૂતોની સ્થિતિ સારી નથી. હાલમાં ખેડૂતો જે પાક વાવવા માટે ખર્ચો કરે છે અને જેમાં દવા તેમજ ખાતર નાખીને જે પોષણ આપે છે, પાકને ઉછેરવા માટે જે ખર્ચો કરે છે તે ખર્ચા માટેના પૈસા પણ ઉભા થતા નથી.
હાલમાં જ આવી સ્થિતિ ખેડૂતો સ્થિતિ ડુંગળીને લઈને ઉભી થઇ છે. ડુંગળીના ભાવ દર વર્ષે સરખા રહેતા નથી, ગયા વર્ષે અને આ વર્ષના શરુઆતમાં ડુંગળીના ભાવ સારા રહ્યા જેના લીધે ખેડૂતો મોંઘા ભાવે ડુંગળીનું બિયારણ ખર્ચીને ડુંગળીનું વાવેતર કર્યું હતું, પરંતુ હાલમાં ડુંગળીનાં ભાવ સાવ તળીયે બેસી ગયા છે.
તમારા મતે ખેડૂતોને ડુંગળીનું યોગ્ય વળતર મળવું જોઈએ?
હા, મળવું જોઈએ
ના, મળવું જોઈએ
કહી ના શકાય
ડુંગળીના ભાવ હાલમાં બજારમાં માત્ર એક રૂપિયો કિલોએ થયા છે. બજારમાં જે ભાવે રોપવા માટે ડુંગળી મળતી હતી તેના કરતા પણ આ ભાવ ઘણો જ નીચો છે. ડુંગળીના આટલા ભાવ થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ડુંગળીનો ભાવ ખુબ નીચા રહેવાથી હાલમાં ખેડૂતોને પછતાવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ હાલમાં ખુબ જ ડુંગળીના ભાવ માત્ર એક રૂપિયો કિલો થઇ ગયા હોવાથી માત્ર એક મણનાં 20 રૂપિયા થાય. આટલા ભાવ તો વાવતા સમયે લેવામાં આવેલા રોપના પણ ન હતા.
આવી સ્થિતિ આવતા ખેડૂતો અત્યારે પોતાના ઉભા પાકમાં જ પશુઓ માટે ચરવા માટે ખેતરો ખુલ્લા મૂકી દીધા છે. કારણ કે આ પાક લેવાનો ખર્ચ પણ આટલા ભાવ રહેતા ઉભા થાય એમ નથી. ગુજરાત માં ખાસ કરીને મહુવા અને તળાજામાં ડુંગળીનું વાવેતર ખુબ જ પ્રમાણમાં થાય છે. પરંતુ આ વિસ્તારમાં રાજકીય ઈચ્છા શક્તિ ઓછી હોવાને લીધે આવું થઇ રહ્યું છે.
સરકારી રાજકીય નેતાઓને ખેડૂતોનો સ્થિતિ ઉપર ધ્યાન આપી રહ્યા નથી, આટલા નીચા ભાવ જતા ખેડૂતો સરકાર ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. હાલમાં પણ ડુંગળીના ભાવ સતત નીચા જતા રહ્યા છે. ગત વર્ષે ડુંગળીના ભાવ 1200 રૂપિયાથી 1500 રૂપિયા રહ્યા હતા, જયારે મધ્યમ ભાવ 400ની આસપાસ રહ્યા હતા, જયારે આજે આ ભાવ એક મજાકની હોય તે પ્રકારે માત્ર 20 રૂપિયા થઇ ગયા છે.
આવા સમયે સરકારે ખેડૂતોની દયનીય સ્થિતિ ઉપર ધ્યાન આપીને આ બાબતે કોઈ નિકાલ આપવો જોઈએ. દર વર્ષે સારા ભાવની આશાએ સારા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું, પરંતુ આ વાવેતરથી ખેડૂતોને ખુબ રડાવ્યા છે. આજે ફરી અમરેલી જીલ્લામાં આવી સ્થિતિ જોવા મળી છે, જેમાં લોકો કહી રહ્યા છે કે ભારત એક ખેતી પ્રધાન દેશ પરંતુ ત્યાંજ ખેડૂતોને અનેક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
ખેડૂતો સાથે દર વખતે આવું જ બને છે, હાલમાં લીંબુના ભાવ બજારમાં ખુબ વધી રહ્યા છે. જ્યારે ખેડૂતોને આટલા પ્રમાણમાં લાભ મળી રહ્યો નથી, જયારે ઘણી વખત વાવાઝોડા, પૂર ઝાકળ, તીડ જેવા અનેક કારણો સાથે ખેડૂતોને દર વર્ષે કોઈને કોઈ સમસ્યાને પાકના વાવતેર પ્રમાણે પાક પાકી શકતો નથી. અને જયારે કોઈ પાક કોઈ સમસ્યા વગર પાકે છે ત્યારે તેમાં કોઈ ભાવ આવતો નથી. આજે ખેડૂતોને ડુંગળીના ભાવ સાથે જ આવું થયું છે.
આમ, આજે જગતનો તાત અનેક પરિસ્થિતિઓ સામનો કરીને ડુંગળીનો પાક ઉત્પન્ન કર્યો છે, જયારે તેના પ્રમાણમાં ભાવ આવ્યા નથી. જેના લીધે ખેડૂતો આજના સમયે ચિંતામાં મુકાયા છે. અમે આશા રાખીએ કે માહિતી દ્વારા તમને ખેડૂતોની સ્થિતિ વિશે ખ્યાલ આવશે.