Health

ડૉ. ગૌરાંગ જોશીએ ઓમિક્રોનના લક્ષણો અને તેના આયુર્વેદિક ઉપાય બતાવ્યા

આજે સમગ્ર દુનિયામાં ઓમીક્રોનનો ફેલાવો થઇ ચુક્યો છે. આ વાયરસનો વેરીયેન્ટ એટલો ઝડપી છે કે જેનો ફેલાવો સમગ્ર દુનિયામાં થઈ ચુક્યો છે. દુનિયાના દરેક  દેશોમાં આ વાયરસનાં લક્ષણો ફેલાઈ ગયા છે. આ વેરીયેન્ટ પર ખાસ નોંધ એટલા માટે લેવામાં આવી રહી છે કે જેમાં કોઈ વેક્સીનની અસર થતી નથી.

જેથી વેક્સીન લીધી હોય તેવા લોકોને પણ આ એમીક્રોન થાય છે, જેનાં લીધે લોકોએ આ સમસ્યાથી બચવું જોઈએ. જો આવા રોગોથી બચવા માટે આપણા આયુર્વેદમાં ઘણા એવા ઉપાયો હોય છે કે જે આવા રોગો સામે રક્ષણ આપી શકે.

જેવી રીતે લોકોએ આયુર્વેદમાં નિષ્ણાત લોકોએ  કોરોનાની સમસ્યામાં બચવા માટે જે રીતે દેશી ઉપચાર અપનાવ્યા હતા અને જે કારગર નીવડ્યા હતા. એવી જ રીતે હવે આ નવા વેરીયન્ટમાં પણ તેના આ ઉપચારો ખુબ જ ઉપયોગી થાય એવા હોય છે.

આ વાયરસ જેટલો ઝડપથી ફેલાય છે એટલો ખતરનાક નથી. જેના લક્ષણો માત્ર સામાન્ય છે. જેમાં થોડા ઉપચારો આયુર્વેદ ઉપર આધાર રાખીને કરવામાં આવે તો તે ઉપયોગી નીવડે છે. થોડી ઘણી સતર્કતા રાખીએ અને આ વાયરસનો સામનો કરીએ તો ખુબ જ ઉપયોગી નીવડે છે. જેમાં કોઈ ગંભીર લક્ષણો જોવા મળતા નથી.

શરીર દુખવું, માથું દુખવું, શરદી થવી અને સામાન્ય તાવ આવવો, ગળામાં દુખવું આવા લક્ષણો આ ઓમીક્રોનમાં જોવા મળે છે. આ બધામાંથી માત્ર એક લક્ષણ પણ આ વાયરસનું હોય શકે છે. જયારે અમુક સ્થિતિમાં આમાંથી એકપણ લક્ષણ પણ હોતું નથી.

ઓમીક્રોન ઝડપથી ફેલાય છે જેથી તેનાથી બચવા માટેના ઉપાય કરી લેવા જોઈએ. જો તમને કે તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિને ઓમીક્રોન થયો હોય તો તેમાં તમારે માટે ઉપયોગી થાય એવી થોડી ટીપ્સ બતાવી રહ્યા છીએ.

આ ટીપ્સ અનુસરવાની સાથે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, હાથ પર સેનીટાઈઝ કરવું. તમે કોઇપણ જગ્યાએ કામ કરતા હોય તો મોઢું અને નાક બંધ રહે ટતેની ખાસ કાળજી રાખવી. આ જગ્યાએથી કોઇપણ વાયરસ પ્રવેશે છે.

આ ઉપચાર માટે તમારે તમે જો જોબ પર જઈ રહ્યા છો તો તમારે જતા પહેલા નાકની અંદર ગાયનું ઘી અથવા તો અણુ તેલ નાકની અંદર લગાવવું, સવારે ઉઠો ત્યારે ચપટી સુંઠ લઈને મોઢામાં મુકવી, આ ઉપાય કરવાથી તમારા શરીરમાં અને નાકમાં જે કપ હશે તે નીકળી જશે.

સહેજ હુંફાળું તેલ લઈને ગળામાં મુકીને તેનાથી કોગળા કરવા, જેથી ગળામાં રહેલું કોઇપણ મ્યુકર કે કફ જલ્દી નીકળી જશે. આ એકદમ સરળ ઉપાય છે. આ ઉપાયની સાથે ગરમ પાણીના કોગળા કરવા. આ કોગળા દિવસમાં  બેથી ત્રણ વખત કરવા.

જે લોકોના ઘરે વરાળ માટેનું સ્ટીમર હોય તેવા લોકોએ ઘરની બહાર કે જોબ પર જતી વખતે વરાળ લઈને જવું. પાણીની અંદર અજમાના દાણા નાખીને તેને ગરમ કરીને તેની વરાળ લેવી જોઈએ. બહારથી કે કામેથી ઘરે આવતી વખતે પણ વરાળ લઈ લેવી.
રાત્રે સૂતા પહેલા સાદું હળદર વાળું ગરમ દૂધ પીવું.

આ ઉપાય તમારા માટે ઓમીક્રોનથી બચવા માટે ખુબ જ ઉપયોગી નીવડે છે. આ સિવાય થોડી કાળજી રાખવી જેમાં તમારે તાજો રાંધેલો ખોરાક ખાવો, વાસી ખોરાકનો ત્યાગ કરવો, બહારનું ખાવાનું બંધ કરવું, જે ખોરાકથી કફમાં વધારો થાય છે તેવા આહારનો ત્યાગ કરવો. આટલી કાળજી રાખવાથી ઓમીક્રોનથી ચોક્કસ બચી શકાય છે.

આ સિવાય તમારે દિવસમાં બેથી ત્રણ વખત ગરમ પાણીના કોગળા કરવા, હળદર વાળું ગરમ દૂધ પીવું, સ્ટીમ લેવી, તમે બહાર જાવ ત્યારે નાકની અંદર ગાયનું ઘી, તમે બહાર જાઓ ત્યારે તમારે નાકની અંદર અણુ તેલ કે તલનું તેલનાં કોગળા કરવા.

આ ઉપાયની સાથે તમારે અશ્વગંધા, ગળો વગેરેના ઉપાયો કરવા, તુલસીનો રસ અને મરી તેમજ મધ મેળવીને તમારે તેનો ઉપાય કરવો. તમારે માટે આટલા ઉપાય અને આટલી કાળજી રાખવી. જે તમારા માટે ખુબ જ અસરકારક સાબિત થશે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Disclaimer: કોઈ પણ ઔષધિ કે આયુર્વેદ સારવાર (પ્રયોગ)વ્યક્તિની તાસીર અને વાતાવરણ આધારિત હોય છે કોઈ પણ આયુર્વેદ ઔષધ તમારા આયુર્વેદ તબીબનાં માર્ગદર્શન લઈને પ્રયોજવું

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *