કંટોલા એક એવી શાકભાજી છે જેનું સેવન કરવાથી શરીરમાં શારીરિક તાકાત વધી જાય છે. કંટોલા એક એવું શાક છે કે જેને ખુબ જ ઓછા લોકો જાણે છે પરંતુ તેના ફાયદા જાણીને તમે આશ્વર્યશકિત થઈ જશો. ભારતમાં અલગ અલગ રાજ્યોમાં આ શાક અલગ અલગ નામથી ઓળખાય છે. ઘણી જગ્યાએ તેને કંકોડા, મીઠા કારેલા, કેકરોટ, કાકારોલ, ભાટ કારેલા, કટરોલી જેવા નામોથી ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કન્ટોલાએ કારેલાની પ્રજાતિ છે પરંતુ તે કારેલા જેટલા કડવા નથી હોતા.
કંટોલા ભારતમાં ચોમાચામાં વધારે જોવા મળે છે. આ શાકના ફાયદા જોતા આ શાકની ખેતી દુનિયાના ઘણા દેશોમાં થવા લાગી છે. આપણે ત્યાં જંગલમાં કે વાડોમાં તેના વેલા પુષ્કળ પ્રમાણમાં થયેલા જોવા મળે છે. ભારતના પહાડી વિસ્તારોમાં આ શાકની ખેતી વધારે થાય છે. આયુર્વેદમાં પણ આ કંટોલા ના ફાયદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કંટોલા એક વેલા સ્વરૂપનું શાકભાજી છે. આ છોડમાં અને નર અને માદા એમ પ્રકારે છોડ જોવા મળે છે. આ ફળના ઉત્પાદન માટે આ બંને વેલા સાથે હોવા જરૂરી છે અને તો જ આ વેલામા કંટોલાના ફળ બેસે છે. આ કંટોલાની ઉપયોગી ભાગ જીણા કાંટા જેવી રેખાઓ ધરાવતા તેના કાચા ફળો છે. આ કંટોલાનું શાક આપણે ત્યાં હોંશે હોંશે કરીને ખાવામાં આવે છે.
કંટોલામાં વિટામીન, પ્રોટીન, પેપટીન તથા કાર્બોહાઈડ્રેટ ભરપુર માત્રામાં હોય છે. પાકા કંટોલાનો પણ શાક સ્વરૂપે ઉપયોગ કરી શકાય છે. આ ફળોના વેલા જંગલમાં, ખેતરના શેઢા પર, નદી કાંઠે આપમેળે ચોમાંચામાં ઉગી નીકળતા હોય છે. આ શાક મોટે ભાગે ચોમાચા દરમિયાન વધારે પ્રાપ્ત થાય છે. અત્યારે મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે ખાસ કરીને તાલાળા વિસ્તારમાં કંટોલાની ખેતી પણ કરવામાં આવે છે.
કંટોલા વજન ઘટાડવામાં ઉપયોગી છે. કંટોલાનું સેવન કરવાથી વજન ઓછુ કરવામાં મદદ મળી શકે છે. કંટોલામાં ફાઈબરની માત્રા સૌથી વધુ હોય છે. જેથી જમ્યા બાદ ઘણા સમય સુધી પેટ ભરેલું હોય છે. જેનાથી બીજી કોઈ વસ્તુ ખાવાનું મન થતું નથી. આ સિવાય કંટોલામાં કેલરી પણ ખુબ જ ઓછી હોય છે. જેના લીધે તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
કંટોલાશાક સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પ્રોટીનથી ભરપુર પણ છે. જેને દરરોજ ખાવાથી તમારું શરીર તાકાતવાન બને છે. આ માટે કહેવામાં આવે છે કે તેમાં મીટથી 50 ગણી વધારે તાકાત અને પ્રોટીન હોય છે. કંટોલામાં આવેલું ફાયટોકેમિકલ સ્વાસ્થ્યને વધારવામાં ખુબ જ મદદ કરે છે. કંટોલા ઓક્સીડેંટથી ભરપૂર શાકભાજી છે. જે શરીરને સાફ રાખવામાં ખુબ જ સહાયક હોય છે.
કંટોલામાં આવેલું લ્યુટેન જેવું કેરોટોનોઈડસ વિભિન્ન આંખમાં રોગો, હ્રદય રોગો અને કેન્સરના રોગોને અટકાવવામાં ઉપયોગી છે. કંટોલામાં કેન્સર વિરોધી તત્વ હોય છે કે આંખથી જોડાયેલા રોગ, હાર્ટની બીમારી અને કેન્સરની બીમારી સામે રક્ષણ આપે છે. તેથી અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ સુધી આ શાક ખાવાથી ફાયદો થાય છે.
કંટોલા શરદી અને તાવથી પણ બચાવે છે. ઋતુ બદલાવાથી ઘણી વખત તાવ અને શરદીનો ભોજ બની જવાય છે ત્યારે કંટોલા તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે. કંટોલામાં એન્ટી એલેર્જીક અને એનાલેજેસિક ગુણ હોય છે. જેના લીધે તાવ શરદી અને ઉધરસમાં આરામ મળે છે.
કંટોલા ડાયાબિટીસમાં ફાયદાકારક છે. કંટોલાનું સેવન કરવાથી બ્લડશુગરનું લેવલ ઓછુ થાય છે. જેથી કંટોલા ડાયાબીટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. ડાયાબીટીસના દર્દીઓ કંટોલાનું જ્યુસ પણ પી શકે છે. આ શાકની ખાસિયત એ છે કે તે કારેલા જેવું કડવું હોતું નથી. જેથી આસાનીથી ખાઈ શકાય છે.
કંટોલા આંખ અને ચામડી માટે ફાયદાકારક માનવામાં આવે છે. કંટોલામાં કેરોટીનની ભરપુર માત્રા હોય છે. જેના લીધે તે આંખ માટે ફાયદાકારક છે. આ સિવાય કંટોલાનું શાક શરીરને સારી રીતે ડીટોક્સ કરે છે. જેના લીધે શરીર અને લોહીમાં રહેલી બધી જ ગંદકીઓ નીકળી જાય છે. જેનાથી આ શાક ખાવાથી ખીલ, મોઢા પર ડાઘ ધબ્બા નીકળી જાય છે અને ચહેરાનો રંગ પણ નિખરવા લાગે છે.
કંટોલા બ્લડપ્રેસરને કન્ટ્રોલમાં કરે છે. કંટોલામાં મેમોરેડીસિન નામનું તત્વ હોય છે. આ તત્વ એન્ટી ઓક્સીડેંટ છે, જે હાઈ બીપીને કન્ટ્રોલ કરે છે.
જો તમને કંટોલાનું શાક બનાવામાં સમય ન મળે તો તમે કંટોલાના અથાણા બનાવીને પણ સેવન કરી શકો છો. આયુર્વેદમાં આ કંટોલાને ઘણા બધા રોગોના ઈલાજ માટે ઔષધિના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. કંટોલા પાચન ક્રિયાને ઠીક કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
કંટોલામાં આવેલા મોમોરડીસિન તત્વ અને ફાઈબરની વધારે માત્રા શરીર માટે રામબાણ છે. મોમોરેડીસીન તત્વ એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી ડાયાબિટીક અને એન્ટીસ્ટ્રેસની જેમ કાર્ય કરે છે અને વજન તેમજ હાઈ બ્લડપ્રેસરને નિયંત્રિત રાખે છે.
કંટોલામાં એન્ટી એલર્જન અને એનાલ્જેસિક શરદી ઉધરસથી રાહત પ્રદાન કરવા અનને તેને રોકવામાં ખુબ જ સહાયક છે. કંટોલાનું શાક તાવમાં ખુબ જ હિતકારી માનવામાં આવ્યું છે. પાંજણી કંટોલીના મૂળનો લેપ કરવાથી છાતીના કોઇપણ ભાગમાં દુખાવો થયો હોય તો તેની પીડા પણ મટે છે. ]
કંટોલાએ એ રૂચી આપનારું શાક છે. જીભમાં બેસ્વાદ જેવું લાગતું હોય તો ત્યારે કંટોલાનું શાક ખાવાથી સ્વાદ આવી જાય છે. કંટોલા ભેદન વિશિષ્ટ ગુણ ધરાવે છે. આ માટે કંટોલાનું સેવન કરવાથી મળના કાંઠાને તોડીને નીચે સરકાવવામાં ઉપયોગી થાય છે.
કબજીયાતની સમસ્યા ધરાવતા લોકોને નિયમિત જ્યાં સુધી મળી શકે ત્યાં સુધી કંટોલાનું શક ખાવું જોઈએ. કંટોલાનું શાક, કબજીયાત અને પેટના દર્દો ધરાવતા રોગીઓએ ખાવાથી પેટના તમામ દર્દોને શાંત રાખવામાં ઉપયોગી છે. કંટોલા ઠંડા ગુણ ધરાવે છે તેથી તે પિત્ત પિત્ત અને કફનું શમન કરે છે. ભાદરવાની ગરમીથી, ચોમાચાના વાદળિયા તાપ અને ભેજવાળા હવામાનથી વધેલા પિત્તના શમન માટે કંટોલાનું શાક ખુબ જ હિતકારી છે. જે લોકોને એસીડીટી હોય, પિત્તના દર્દ હોય અને પિત્ત જેનું ખુબ જ વધતું હોય એવા લોકો માટે કંટોલાનું શાક અતિ ઉત્તમ છે.
ચોમાંચામાં ઘણા લોકોની જઠરાગ્ની મંદ પડી ગઈ હોય છે. વાતાવરણમાં ભેજ આવી જતો હોય છે. આ સમયે કંટોલા ઠંડા હોવા છતાં જઠરાગ્ની વધારનાર અને રૂચી ઉત્પન્ન કરનાર છે. કંટોલાનું શાક ખાવાથી જઠરના અગ્નિનું બળ પણ જળવાઈ રહે છે.
કંટોલા પેશાબ લાવવાનો ગુણ ધરાવે છે. આ ગુણના લીધે તે પથરીને પણ તોડીને નિકાલ કરે છે. જે લોકોને પેશાબ અટકતો હોય, પથરી થઈ ગઈ હોય તેવા લોકોએ કંટોલાનું શાક નિયમિત ખાવું જોઈએ. કંટોલાના ચિરીયા કરીને તેને સંભારી તેનો સંભારો બનાવીને ખાઈ શકાય છે.
કંટોલાના છોડના મૂળ લાવીને તેને લસોટી એટલે કે તેને વાટીને તેનો રસ દરરોજ પીવાથી પથરીની રેતી થઈ પેશાબ વાટે નીકળી જાય છે. કંટોલા વિષાણુંઓના નાશ માટે ખુબ જ ઉપયોગી છે. જેના લીધે તે કેન્સરના રોગ પ્રતિકારક દ્રવ્યોમાં વાંજ કટોલીનો ઉપયોગ કરવામાં આવે છે.
કંટોલાના કંદના ટુકડા તેને સુકવી તેનું ચૂર્ણ કરીને પીવાથી શરીરમાં રહેલી ગાંઠો પણ ઓગળે છે. આ રીતે જે ચૂર્ણ કેન્સરના સમયમાં કરવામાં કિમોથેરાપી જેવી પદ્ધતિઓની આડઅસરને શાંત કરવાનું પણ કાર્ય કરે છે.
જયારે માથામાં વધારે પ્રમાણમાં અને સતત દુખાવો રહેતો હોય તો કંટોલાના પાંદડાનો જ્યુસના નાકમાં ટીપા પાડવાથી માથામાં થતા દુખાવામાં રાહત થાય છે. માથાના વાળ ખરવાની સમસ્યા પણ કંટોલાના મૂળને ઘસીને તેનો લેપ કરીને માથામાં લગાવવાથી માથામાંથી વાળ ખરવાના બંધ થઈ જાય છે.
જયારે હરસ મસાનો રોગ હોય ત્યારે કંટોલાના મૂળને શેકીને, વાટીને, 500 મિલીગ્રામની માત્રામાં ખવરાવવાથી લોહી નીકળતા હરસમસા મટી જાય છે. કમળાના રોગમાં કારેલાના મૂળનો રસ નાકમાં નાખવાથી કમળાના રોગમાં ફાયદો થાય છે.
જયારે લકવાની બીમારી લાગુ પડી હોય તેવા સમયે કંટોલાના ઔષધીય ગુણ આ કષ્ટથી આરામ આપવામાં મદદ કરે છે. વાંજ કંટોલાના મૂળને ઘી સાથે ઘસીને થોડીક તેમાં ખાંડ ભેળવીને વાટીને 1 થી 2 ટીપા નાકમાંથી આપવાથી તથા 1 થી 2 ગ્રામ મૂળના ચૂર્ણનું સેવન કરવાથી વાઈના ઘણી બધી રાહત થાય છે.
કંટોલાના મૂળને વાટીને તેમાં તેલ ભેળવીને લેપની જેમ લગાવવાથી ખંજવાળ મટી જાય છે. ઘણી વખત વાતાવરણના લીધે ચામડીના ઘણા બધા રોગ પણ થતા હોય છે આવા સમયે કંટોલાના પાંદડા રસમાં ચાર ગણું તેલ નાખીને ઠંડા પડવા લીધા બાદ ગાળીને રાખી લો. આ તેલ લગાવવાથી ધાધર, ખંજવાળ, ખસ, ખરજવું વગેરેમાં ઘણી બધી જ રાહત મળે છે.
કંટોલાનું શક બનાવવાની રીત: આ માટે સૌપ્રથમ વાડ કે શેઢામાં થતા કંટોલા લાવવા. જો ઘણી જગ્યાએ શાક માર્કેટમાં વેચવા માટે પણ ધંધાદારી લોકો લાવતા હોય છે. જ્યાંથી પણ લાવી શકાય. આ કંટોલાને લાવીને તેને સરખી રીતે પાણીથી ધોઈ લેવા.
આ પછી આ કંટોલાની ઉભી ચીરો કરી નાખવી તેમજ તેના ચક્કર પણ પાડી શકાય છે. જેને ઉપરથી છોલવા નહિ તેની છાલોમાં અને ઉપર રહેલી નાની નાની શૂળોમાં પણ અનેક પોષક તત્વો રહેલા છે. આ કાર્ય થઇ જાય પછી તપેલીમાં તેલને ગરમ કરવું. જેમાં વઘાર કરવા માટે અજમો, લસણ અને હિંગ નાખવું. આ રીતે તેનો વઘાર કરી લીધા બાદ જરૂરી મસાલો, સિંધવ, મરચું, હળદર, જીરું વગેરે નાખવું. આ બાદ તરત જ તેમાં કંટોલાની ચીરો નાંખી દેવી.
આ રીતે તેને નાખ્યા બાદ બરાબર હલાવી લેવું અને તેમાં જરૂરી માત્રામાં પાણી નાખવું. પાણી નાખીને એને થોડા સમય સુધી ઉપર થાળી મુકીને આ થાળીમાં પાણી નાખીને ગરમ થવા દેવું. થોડી થોડી વારે આ શાકને હલાવતા રહો એટલે તમારા માટે સ્વાદિષ્ટ શાક તૈયાર થઈ શકે છે. આ ર ઇતે બનેલું શાક શરીરના ત્રણેય દોષને શાંત કરનારું બને છે.
આમ, આ કંટોલા શરીરમાં ખુબ જ ઉપયોગી થાય તેવા ફાયદા કરે છે. જેથી આ શાકનું સેવન કરવું જોઈએ. આ શાકમાં અનેક ગુણો અને પોષક તત્વો રહેલા હોવાથી કોઈ જ આડઅસર વગર અનેક રોગોમાં ફાયદો કરે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.