અત્યારે ગુજરાતમાં ડોકટરો દ્વારા હડતાળ પાડવામાં આવી છે, આ રીતે ડોક્ટરોની હડતાળથી દર્દીઓને મોટાપાયે પરેશાની થઇ રહી છે. આ સમયે ડોક્ટરોની હડતાળ કારણ સરકાર દ્વારા બોન્ડનાં સમસ્યામાં અને પગારમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેના લીધે ડોકટરો હડતાળ પર ઉતરી આવ્યા છે. જેમાં ખાસ કરીને સુરત અને રાજકોટ સહિત અનેક જીલ્લાના ડોકટરો આ હડતાળમાં જોડાયા છે.
આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ હડતાળ ગેરવાજબી હોવાનું કહેવામાં આવ્યું છે. નીતિન પટેલે ડોકટરોને તાત્કાલિક ફરજ પર જવા સુચન કર્યું છે અને આમ નહિ કરવામાં આવે તો એપીડેમીક એકટ મુજબ કાર્યવાહી કરવાની વાત કરી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે કહ્યું છે કે સરકારી મેડીકલ કોલેજમાં શેક્ષણિક હોસ્પિટલોમાં રેસીડેન્ટ ડોકટરો દ્વારા કરવામાં આવેલી આ હડતાળ એક પ્રકારે દર્દીઓને હાલાકી પહોચાડવાનો પ્રયાસ છે. જે આ સમયે દર્દીની સારવાર ન કરવામાં આવે તો ઘણા દર્દીઓ પર તેની ઘણી બધી જ અસર પડી શકે છે.
આ સમયે ડોકટરોને તાત્કાલિક ફરજ પર હાજર સૂચન કર્યું છે. આ સમયે રાજકોટના 250 રેસીડેન્સ અને 150 ઈંન્ટરનલ ડોકટરો દ્વારા હડતાળ પાડવામાં આવી રહી છે. જેનાથી આરોગ્ય સેવા આપતી સેવામાં ઘણી બધી અસર થઇ છે.
સરકારે બોન્ડ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે, જેમાં સ્નાતક તેમજ અનુસ્નાતક મેડીકલ વિદ્યાર્થીઓને સરકારી બોન્ડના નિયમો અનુસાર 1 થી 3 વર્ષ સુધી સેવા આપવાની હોય છે. સરકારી મેડીકલ કોલેજોમાં સરકારો દ્વારા સરકારના ખર્ચે અભ્યાસ કરાવવા આવે છે, જે આ રાજયની જનતાના પૈસા હોય છે. જેનાથી આં અભ્યાસ કરતા મેડીકલ સ્ટુડન્ટની ફરજ છે કે તેને જનતાની સેવા કરવી જોઈએ.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા તમામ બોન્ડેડ ડોકટરોને કોવિડ સમયે પોતાના સેવા કાર્ય માટે વધારાના લાભો આપવામાં આવ્યા હતા જે તેની મુદ્દત પૂરી થઇ જતા વધારાના લાભો ઘટાડવામાં આવ્યા છે. હાલ અત્યારે તેમને નવા નિયમ મુજબ પ્રથમ ઓગષ્ટથી જ ગ્રામ્ય વિસ્તારોમાં રાજ્યના આવા તબીબોને સેવા માટે આદેશ કરવામાં આવ્યા છે, જેમાં જે સ્ટુડન્ટને મુક્ત થવું હોય તે બોન્ડની રકમ જમા કરાવીને મુક્ત થઇ શકે છે.
આ બોન્ડથી વંચિત ઘણા તબીબો દ્વારા રાજ્યમાં જીલ્લા અને તાલુકા કક્ષાએ હોસ્પિટલો અને સરકારી દવા ખાનાઓમાં નિમણુકથી વંચિત રહેલા તબીબોએ હડતાળ કરી છે. આ સમયે ડોકટરોની અછતથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ખુબ જ પરેશાની થઇ હતી. જેન પરિણામે હોસ્પિટલોમા દર્દીની લાંબી લાઈનો લાગી હતી.
આ ડોકટરો દ્વારા હડતાળ પાળવનું મુખ્ય કારણ છે જે તબીબોનો અભ્યાસ પૂરો થયો ત્યારે કોરોનાની બીજી લહેર આવી હતી. આ લહેરના લીધે સરકાર દ્વારા તેમને કામ કરતા વધારે સમયની નોંધ લેવામાં આવી હતી જે જેમાં બોન્ડની શરત મુજબ જો એક મહિનો કામ કરે તો તેનું બે મહિનાનું સેવા કાર્ય પૂરું થઈ ગયેલું ગણાય. આ પરિણામે બોન્ડ ઝડપથી પૂરો થાય છે અને સરકારી હોસ્પિટલમાં ડોક્ટર મળી રહે છે. આ પ્રમાણે 11 માસના કરારે નિમણુક આપવામાં આવી હતી.
આ પછી સરકાર દ્વારા નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં સરકાર દ્વારા બોન્ડનાં સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેમજ તેના પગારમાં પણ ઘટાડો થયો છે. તથા તબીબોની બદલીં કરી નાખી છે, જેના પરિણામે આ ડોકટરો હડતાળ ઉપર ઉતર્યા છે, જો કે આ સમયે સરકાર તરફથી નીતિન પટેલ દ્વારા સરકારી નિયમ મુજબ ફરજ પર હાજર થવા જણાવ્યું છે અને આમ નહિ કરવામાં આવે તો કાર્યવાહી થઇ શકે છે, તેમ કહ્યું છે.