આપણા રાજ્યમાં વ્યવસ્થા બરાબર જળવાઈ રહે તેવા દરેક પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવે છે. જેમાં સરકાર અનેક યોજનાઓ દ્વારા લોકો સુધી લાભ પહોચાડવાના પ્રયાસ કરતી હોય છે. આવી યોજનાઓને લીધે લોકોને કોઈને કોઈ ફાયદો મળે છે. લોકોની સુખાકારી જળવાઈ રહે છે.
સરકાર દ્વારા વાહનવ્યવહાર, કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષા તેમજ આરોગ્ય યોગ્ય રીતે જળવાય રહે તેવા પ્રયત્નો રાજ્યમાં કરવામાં આવે છે. આવા સમયે સરકાર અનેક સમયે લોકોના ફાયદા માટે પ્રયાસ કરે છે. આ સિવાય ઘણી જગ્યાએ લોકોને પડી રહેલી મુશ્કેલીઓમાં સરકાર રાહત પણ આપતી હોય છે.
હાલમાં જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા એક લોકોને ફાયદો થાય તેવી જાહેરાત કરવામાં આવી છે. જેનાથી લોકોને રાહત મળવા પામી છે. અ જાહેરાતમાં નીતિન ભાઈ પટેલે વાસદ-તારાપુર-બગોદરા હાઈવે ઉપર દ્વિચક્રી અને ચાર પૈડા વાળા પેસેન્જર વાહનો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે નહિ તેવી જાહેરાત કરી છે.
જેમાં આ રોડ પરથી પસાર થનારા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પાસેથી ટોલ ટેક્સ નહિ લેવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે, જેના લીધે આ રસ્તા પરથી પસાર થનારા ઘણા બધા વાહન ચાલકોને ફાયદો થશે. જયારે નીતિનભાઈ પટેલ આ હાઇવેના રૂબરૂ નિરીક્ષણ કરવા ગયા હતા તે સમયે આ આ જાહેરાત કરી જેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા આ મધ્ય ગુજરાતના હાઈવે ઉપર હવે આ પેસેન્જર વાહનો પાસેથી ટોલ લેવામાં નહિ આવે.
આ રસ્તા પર માત્ર માલવાહક ટ્રકો, ટેન્કર, ટ્રેલર, કન્ટેનર અને બસ જેવા મોટા વાહનો પાસેથી જ ટોલ ટેક્સ હવેથી લેવામાં આવશે. આ જાહેરાત સમયે નીતિન પટેલ વાસદથી બગોદરા સુધી બની રહેલા આ રોડનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું અને આ રોડ બનવાની કામ ગીરી તપાસી હતી. આ નવો બની રહેલો રસ્તો સિક્સ લેન બને છે અને હાલમાં તેની કામગીરી ચાલુ છે. આ રોડ 48 કિલોમીટર અને 53 કિલોમિટર એમ બે ભાગમાં બનાવેલો આ રસ્તો 101 જેટલો લાંબો છે અને તેનું બનાવટ કામ હજુ ચાલુ છે, જેમાં 48 કિલો મીટરના રસ્તાનું 95 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે ને બાકીનું આવનારા થોડા જ સમયમાં પૂરું થશે.
નીતિન પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કાર્ય લગભગ એક જ મહિનામાં પૂર્ણ થઇ જશે અને આ રોડના લોકાપર્ણ માટે દેશમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આમંત્રણ આપવામાં આવશે. બીજા 53 કિલોમીટર લાંબા રસ્તામાં બગોદરાથી વટામણના 53 કિલોમીટરના રસ્તામાં વાસદથી બગોદરા હાઈવે 101 કિમીનો રસ્તો તૈયાર થશે. આ આખાય રસ્તા ઉપર અંદાજે 21 કિલોમીટરના ફ્લાઈ ઓવર બાંધવામાં આવ્યા છે.
કહેવામાં આવે છે આખા દેશમાં આ માત્ર એક જ એવો રસ્તો છે કે જ્યાં ક્રોસ રોડને અવરોધ્યા વગર જ ટ્રાફિક ચાલે કે અને 20 ટકા ફ્લાઈ ઓવર છે. આ રસ્તા ઓર દરેક જંકશન પર ઓવરબ્રીજ મળીને લગભગ અડધા રસ્તા પર સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા થઇ છે.
આમ, આ રસ્તો ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો આ રસ્તો અત્યંત મહત્વનો છે. આ રસ્તા પર અનેક ધાર્મિક સ્થળો પણ આવેલા છે. જેમાં ખાસ કરીને તેના પર BAPS અને જૈન સમુદાયના અનેક તીર્થસ્થાનો આવેલા છે. આ રીતે આ રસ્તો એક મહત્વનો રસ્તો છે.
સાથે જ નીતિન ભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર હવે આટલા મોટા રસ્તા પર પેસેન્જર વાહનોને ખુબ જ ફાયદો થશે. જેમાં ફોર વ્હીલ અને ટુ વ્હીલ વાહનો પાસેથી કે રિક્ષા જેવા વાહનો પાસેથી હવેથી ટોલ ટેક્સ વસુલવામાં નહિ આવે જેને ખાસ કરીને આ રસ્તા પર વાહન ચાલકોને ખુબ જ ફાયદો થશે.