GujaratPolitics

Breaking News: ગુજરાતના આ 8 શહેરોમાં 17 થી 28 ઓગસ્ટ સુધી લંબાવાયો રાત્રી કર્ફ્યું

ગુજરાત સરકાર દ્વારા આવનારા મહામારીના વાયરસના વેવની શક્યતાઓને ધ્યાનમાં રાખીને પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હાલમાં જ સરકારે સાવચેતીના પગલાં રૂપે ગુજરાતની આઠ મહાનગર પાલિકાઓમાં વાયરસથી બચવા માટે સરકાર દ્વારા રાત્રી કર્ફ્યું લંબાવવામાં આવ્યો છે. જો અત્યાર સુધી સરકાર દ્વારા મહામારીમાં વાયરસના કેસો ઘટતા ગયા તેમ તેમ છૂટછાટો આપવામાં આવી છે.

હાલમાં તો વાયરસના કેસો ઘટી રહ્યા છે. પરંતુ આવનારા સમસ્યામાં ત્રીજી લહેર આવવાની શક્યતાઓ છે. જેને લઈને સરકાર એક પછી એક નિર્ણયો લઈ રહી છે. જેને ધ્યાનમાં ગૃહ વિભાગ દ્વારા સરકાર દ્વારા 8 મહાનગર પાલિકામાં કર્ફ્યું લંબાશે તેવી જાહેરાત કરી છે.

આવનારા સમયમાં તારીખ 17 ઓગષ્ટથી 28 ઓગષ્ટ સુધીમાં આ આઠ શહેરોમાં રાત્રીના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યું ચાલુ રહેશે. ગુજરાતના આવેલી અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ગાંધીનગર, જુનાગઢ, ભાવનગર જેવા શહેરોમાં રાત્રીના કર્ફ્યુંમાં વધારો કરવામાં આવ્યો છે.

હાલમાં સરકારે જાહેરાત કરવામાં આવેલી ગાઈડલાઈન્સમાં આ બાબતને અનુલક્ષીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ આ પહેલા એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે આ વખતે કરેલી જાહેરાતમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી.

આ સિવાય સરકારે કરેલી જાહેરાત અનુસાર મહાનગર નગરપાલિકામાં  હોટેલ અને રેસ્ટોરન્ટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં ગયા વખતની નોટીફીકેશનમાં સુધારો કરીને આ વખતે હોટેલ અને રેસ્ટોરન્ટ 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટછાટ આપવામાં આવી છે.

ગૃહ વિભાગ દ્વારા આ બાબતને અનુલક્ષીને ગૃહ વિભાગના ઉપસચિવ પંકજ દવે દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં તેને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે આ 29 જુલાઈએ કરવામાં આવેલા રાત્રી કર્ફ્યું સિવાયના લાગુ કરવામાં આવેલા  નિર્ણયો 17 ઓગષ્ટથી  28 ઓગષ્ટ સુધી રાત્રી કર્ફ્યું સુધી ચાલુ રહેશે.

આ નિર્ણયથી સરકાર આવનારી ત્રીજી લહેરને લઈને જાગૃત થી હોય તેવું જણાય છે. જેને લઈને રાજ્યો સરકારો દ્વારામુસીબતથી બચવા માટે માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવતી હોય છે. કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયની આ આવનારી મુશીબત સામે સૂચનો આપવામાં આવે છે. જેને લઈને હાલમાં રાત્રી કર્ફ્યુંમાં એક કલાકનો વધારો કરી દેવામાં આવ્યો છે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *