HealthLifestyle

દરરોજ સવારે નરણાં કોઠે આ પીવો વગર કસરતે ચરબી માખણની જેમ ઓગળી જશે

ઘણા લોકોને વજન વધી જવાની સમસ્યા આજના સમયમાં ખુબ જ રહે છે. ઘણા લોકોને બેઠાડું જીવન કે પરિશ્રમના અભાવે ઘણી વખત વજનમાં સતત વધારો થયા કરતો હોય છે. આ વજન વધારાને લીધે ઘણા લોકો સતત ચિંતામાં રહેતા હોય છે. વધારે વજન હોવાથી શરીરમાં ઘણા બધા રોગો થવાની શક્યતાઓ વધી જાય છે. માટે વજન ઘટાડવાના પ્રયાસો દરેક લોકો કરતા હોય છે.

વધારે વજન વાળા વ્યક્તિના શરીરમાં વધારે માત્રામાં ચરબી જમા થઈ જાય છે. જે શરીરમાં ધીરે ધીરે ખોટી દિનચર્યા, પ્રદુષણ અને અપચાને કારણે થયા કરે છે, શરીરમાં વજન બે કારણોથી વધી શકે છે. જેમાં અસ્વસ્થ ખાન પાન અને શારીરિક ગતિશીલતાની કમીને કારણે વજનમાં વધારો થયા કરે છે.

આ લેખમાં અમે વજન ઉતારવાની સ્પેશીયલ પાવડર વિશે જણાવી રહ્યા છીએ જેનો ઉપયોગ કરવાથી ઘરે બેઠા બેઠા કોઈપણ એકસરસાઈઝ કર્યા વગર જ વજન ઉતારી શકાય છે. જેમાં તમારે કોઇપણ જીમ કે એકસરસાઈઝ કરવાની પણ જરૂર રહેતી નથી. જે લોકોને સ્પેશીયલ પેટની ચરબી હોય કે વધારે પડતો ફેટ હોય તે લોકોને આ આ ફાકીથી ખુબ જ સારું પરિણામ મળે છે. જે લોકોને વજન ઉતારવો છે પણ સમય આપી શકતા નથી તેઓ માટે આ પાવડર ચમત્કાર રૂપ છે. માત્ર એક જ અઠવાડિયા સુધી રાત્રે સૂવા સમયે આ પાવડર એક ચમચી જેટલી ફાકી ગરમ પાણી સાથે લેવાથી 100 ટકા ફરક જોવા મળશે.

આ માટે વજન ઉતારવાનો પાવડર બનાવવા માટે માત્ર 4 વસ્તુની જરૂર પડે છે. આ માટે પહેલા મુખ્ય સામગ્રીમાં આખું જીરું, વરીયાળી અને અજમા લેવા. બધી જ વસ્તુનું પ્રમાણ સરખું લેવું. આ ત્રણેય વસ્તુનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ કોઈ શેકવાનું વાસણ ગરમ કરવા માટે મુકવું. આ વાસણ બરાબર ગરમ થઈ જાય એટલે આ લીધેલી સામગ્રીને આ વાસણમાં નાખવી અને હળવી શેકી લેવી.

આ માટે તમારે જેટલી જરૂરિયાત હોય એટલા પ્રમાણમાં આ વસ્તુઓ લઈ શકો છો પરંતુ ત્રણેયનું માપ સરખું રાખવું. આ માટે વાસણમાં શેકવા મુક્યા બાદ તેને ધીમે ધીમે હલાવતા રહેવી જેથી બધી જ બાજુથી આ ત્રણેય વસ્તુ સારી રીતે શેકાય જાય. લગભગ 1 થી 2 મિનીટ સુધી તેને ગેસ ઉપર શેકાવા દેવી એટલે સરખી રીતે શેકાઈને તૈયાર થઈ જશે. આ વસ્તુઓ શેકાઈ જાય ત્યારે ગેસને બંધ કરી દેવો.

આ વાસણને ગેસ ઉપરથી ઉતારી લઈને આ ત્રણેય જીરું, વરીયાળી અને અજમાના ગરમ કરેલા મિશ્રણને કોઈ ડીશમાં ભરીને રૂમમાં રાખી લેવી. જયારે આ વસ્તુનું તાપમાન રૂપના તાપમાન જેટલું થઈ જાય ત્યાં સુધી રાખવી.

રૂમના તાપમાને આવી ગયા પછી તેને મિક્સર લઈને તેમાં આ ત્રણેય સામગ્રીઓના મિશ્રણને તેમાં નાખીને કરકરો ભૂકો થાય તે રીતે પીસી લેવું. આ પાવડરને સાવ બારીક ન પીસવો, માત્ર કરકરો ભૂકો કરવો જેથી સેવન કરતી વખતે મોઢામાં ચોટતો નથી. આ કરકરા ભૂકાને એક બાઉલમાં કાઢી લેવો.

આ રીતે આ પાવડર બનીને તૈયાર થાય છે, આ પાવડરમાં છેલ્લે સંચળ પાવડર ઉમેરવો. સંચળ પાવડર ઉમેરવાથી આ પાવડરનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. વજન ઉતારવામાં પણ આ ત્રણેય સામગ્રીઓની સાથે સંચળ પણ ખુબ જ સારી એવી મદદ કરે છે.

આ રીતે આ ચારેય વસ્તુઓને સરખી રીતે મિક્સ કરી દેવી અને તેને મિક્સરમાં નાખીને સરખી રીતે આ પાવડરને એક વખત મિક્સ કરી દેવો. જેથી કરીને આ વેટલોસ પાવડર સરસ રીતે મિક્સ થઈ જાય છે.

આ પછી આ પાવડરને કોઈ પ્લાસ્ટિક કે કાચના ડબ્બામાં રાખીને આરામથી સંગ્રહ કરી શકાય છે. આ પાવડર ઘણા લાંબા સમય સુધી રાખી શકાય છે. આ પાવડરનું સવારે ઉઠીને સીધું જ સેવન કરી શકાય છે. જેમાં નરણા કોઠે સવારમાં લેવામાં આવે તો વજન ઘટાડવામાં ખુબ જ ફાયદો મળે છે માટે સવારે ઉઠીને કઈપણ ખાધા પીધા વગર આ પાવડરનું સેવન કરવું.

આ પાવડરને સવારે માત્ર અડધી ચમચી જેટલું સેવન કરવું, અને સવારે લઈ શકાય તેમ ન હોય તો રાત્રે સૂતા પહેલા અડધી ચમચી આ પાવડરનું સેવન કરવું. જો વજન ઉતારવામાં ખુબ જ સારું પરિણામ મેળવવું હોય તો આ પાવડર એક ગ્લાસ ગરમ પાણી લેવો. જેથી તેના ખુબ જ સારા પરિણામ જોવા મળશે.

જો તમે ઝડપથી વજન ઉતારવા માંગતા હોય તો બહારનું વધારે વજન વધારતા હોય તેવા ખોરાકનું સેવન કરવામાં કાળજી રાખવી. જેમાં ચરબી વાળા, ચીજ, પનીર, મીઠાઈ, કોલ્ડ્રિંક વગેરેને બંધ કરી દેવું. સાથે તમારે દરરોજ સવારમાં ચાલવું. આ પાવડરની સાથે આ રીતે થોડું ધ્યાન રાખવામાં આવે તો વજન ઉતારવામાં ખુબ જ સારું પરિણામ મળે છે. માટે આ પાવડરનું સેવન ચોક્કસ કરવું. આ વસ્તુમાંથી બનતો પાવડર વજન ઉતારવાની સાથે જઠર સંબંધી કોઈ સમસ્યા હોય તેમાં પણ આ પાવડર ઉપયોગી સાબિત થાય છે.

આમ, આજકાલના સમસ્યામાં વધારે વજનની સમસ્યાથી પરેશાન લોકો માટે આ પાવડર ખુબ જ સારું પરિણામ આપે છે, અને ઝડપથી વજન ઉતારવામાં ઉપયોગી થાય છે. આ બધી જ વસ્તુઓ પાચન ક્રિયાને શ્રેષ્ઠ બનાવવામાં ઉપયોગી છે. જેના લીધે તે પાચનની ક્રિયાને ઠીક કરે છે. જે શરીરમાં જમા થતી ચરબીને યોગ્ય રીતે શરીરમાં ઉપયોગી હોય તેવા ઘટકોમાં રૂપાંતર કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *