બોર્ડર ખાલી કરાવવા આવેલા લોકો અને ખેડુતો વચ્ચે પથ્થર મારો, પોલીસ SHO સહીત 5 પોલીસ ઘાયલ

26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ઝંડો ફરકાવવા મામલે ખેડૂત આંદોલન વચ્ચે થયેલી હિસાનાપરિણામે આંદોલને જોર પકડ્યું છે અને જ્યારે સરકાર પણ એકશનમાં આવી છે અને ખેડૂતોનાતંબુઓ ખાલી કરાવી રહી છે, જેનાવિરોધમાં ખેડૂતો ફરી બોર્ડર પર એકઠા થયા છે અને સરકારે સુરક્ષા પણ વધારીને એક્શનલેવાની કાર્યવાહી શરૂ કરી છે.

આમામલે આંદોલનમાં સિંધુ બોર્ડર પર હોબાળો થઈ ગયો છે. બપોરે બોર્ડર પાસે આવી રહેલાલોકોએ ખેડૂતોને બોર્ડર ખાલી કરાવવા માંગ કરી રહ્યા હતા, જે લોકોએ કહ્યું હતું કેખેડૂતોના આંદોલનના પરિણામે તેમના વેપાર બંધ થઇ રહ્યા છે અને આ લોકો ખેડૂતોના તંબુઓસુધી પહોંચી ગયા હતા અને ખેડૂતોના તંબુઓ અને સામાન તોડી નાખ્યા હતા. જેથી ખેડૂતોઅને આ લોકો વચ્ચે અથડામણ અને પથ્થરમારો થયો હતો જેમાં પોલીસે ખેડૂતોને બચાવવાનોપ્રયાસ કર્યો હતો.

પણસ્થિતિ બગડતા લાઠીચાર્જ શરૂ કર્યો હતો તેમજ ટીયરગેસ છોડ્યા હતા. આ અથડામણમાં ઘણાલોકો પણ ઘાયલ થયા છે તેમજ પોલીસવાળાને પણ ઈજાઓ થઇ છે. જેમાં SHO પર તલવારથી હુમલો કરવામાં આવ્યો છેઅને તેનો ગંભીર ઘાયલ થયા છે.  આ મામલેખેડૂત નેતા સતનામ સિંહ પન્નુએ કહ્યું છે કે RSS લોકોને મોકલીને આંદોલનની શાંતિબગાડવાનો પ્રયાસ કરી રહી છે, તેમણે કહ્યું કે સરકાર કાયદો પાછો ખેંચે ત્યાં સુધીઅમે હટવાના નથી.

ખેડૂતોનાઆંદોલનની ગંભીર અસરના કારણે સરકારે બોર્ડર સુરક્ષા વધારી દીધી છે. આંદોલનના 64માંદિવસે ગાઝીપુર બોર્ડર પર ભારે પગલા લેવાયા હતા. યોગી સરકારના કડક આદેશથી ખેડૂતોનુંઆંદોલન સમાપ્ત થઇ જશે અને સરકાર ખેડૂતોને ઘરે મોકલી દેશે તેવું લાગી રહ્યું હતુંપરંતુ માહોલ ગરમાયો અને ખેડૂતો વધારે પ્રમાણમાં સમર્થનમાં ઉતરતા પોલીસે પાછુંફરવું પડ્યું હતું.

આ સમયેખેડૂતોએ આંદોલનને વેગીલું બનાવવાના પ્રયાસો પણ થઇ રહ્યા છે. ઉત્તરપ્રદેશ અનેહરિયાણાનાં હજારો ખેડુતો પણ આંદોલન માટે બોર્ડરે રવાના થયા છે. દિલ્હી સરકારનાનેતા અને ડેપ્યુટી CM મનીષસિસોદિયાએ પણગાઝીપુર બોર્ડર પહોંચીને ખેડૂતોની મુલાકાત લીધી હતી. તેમજ સપા નેતાએપોતે ખેડૂતોની પડખે ઉભા રહેવાની વાત કરી છે.

YOUR REACTION?