દિલ્હીમાં ઇઝરાયલની એમ્બેસી નજીક વિસ્ફોટ, આજે જ બંને દેશો વચ્ચે ડિપ્લોમેટિક સંબંધોની 29મી વર્ષગાંઠ છે

દેશની રાજધાની દિલ્હીમાં આવેલા ઈઝરાયલી દુતાવાસ નજીક આઈઈડી બ્લાસ્ટના સમાચારો આવ્યા છે, જેમાં આ બ્લાસ્ટના પરિણામે ઘણીબધી કારોના કાચ તૂટી ગયા છે. કોઈ જાનહાની થયાના સમાચાર નથી તેમજ દિલ્હી પોલીસ ઘટનાસ્થળ પહોંચી ચુકી છે.

રાજધાની દિલ્હીના ઓરંગઝેબ રોડ પર ઈઝરાયલી દુતાવાસને સામે જોરદાર ધમાકો થયો છે. દિલ્હી પોલીસને આ ઘટનાની જાણ થતા જ પોલીસની સ્પેશીયલટીમ આ જગ્યા પર પહોંચી છે. જ્યાં ઘણી ગાડીઓના કાચ તૂટેલા મળી આવ્યા છે. પોલીસે આ મામલે બતાવ્યું છે કે ઘટના સ્થળ બાબતે આવેલા કોલમાં ઇઝરાયેલ દુતાવાસની ઓફીસ સામેલનથી. આ દુતાવાસ ઘટના ઇઝરાયલી દુતાવાસ નજીક આવેલા એક બંગલામાં બની છે. જેમાં કોઈ ઘાયલ થયાનું સામે આવ્યું નથી. આ બાબતની સુચના મળતા સુરક્ષાની ૩ ગાડીઓ પહોંચી ગઈછે.

સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે અ બંગલાની નજીક ઉભી રહેલી ૩ થી 5 ગાડીઓના કાચ તૂટ્યા છે. ધમાકો દુતાવાસ નજીકના જ 6 નંબરના બંગલામાં થયો છે. જાણકારી મળતા જ દિલ્હી પોલીસની સ્પેશીયલ ટીમ તપાસમાં લાગી ગઈ છે. તેના વિશે વિસ્તૃત જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સુરક્ષાઅને ગુપ્ત એજેન્સીઓએ કહ્યું છેકે ગયા ડીસેમ્બરમાં ભારતના રહેનારા ઇઝરાયલી નાગરીકોઅને ચબદ હાઉસ અને તેના ફેસ્ટીવલ પર હુમાલાનો ઈનપુટ આપ્યો હતો. ઘટના થયેલું સ્થળ દુતાવાસ નજીક અબ્દુલ કલામ રોડ પર આવેલું છે. આ મામલે સુરક્ષા અધિકારીઓએ બતાવ્યુંછે અમને 5.45 વાગ્યે આ ધમાકો થયાનો કોલ મળ્યો હતો. જેના લીધે આ વિસ્તારની ઘેરાબંધીકરવામાં આવી છે.

આ ઘટનાને લીધે આજુબાજુના વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ છે. આ વિસ્તારથી રિસ્ટ્રીટના સમારોહના કારણે માત્ર દોઢ કિલોમીટર દુર જ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિ હાજરછે. જો કે ડીસીપી સેન્ટ્રલ સિંઘલ અનુસાર આ એક મામુલી વિસ્ફોટ છે અને કોઈને નુકશાનથયું નથી.  

YOUR REACTION?