GujaratIndia

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું હવે પડશે ભારે, 15 દિવસમાં જ આવી જશે ચલણ

સરકાર અને ટ્રાફિક પોલીસ પોલીસ ટ્રાફિક નિયમન માટે અવારનવાર નવા નિયમો અને જાહેરનામાં બહાર પાડે છે. જેમાં હાલમાં જ ટ્રાફિકનું ઉલ્લંઘન કરનારાઓ માટે ટ્રાફિક પોલીસ દ્વારા કડક નિયમ બનાવવામાં આવ્યો છે.  આ માટે કોઇપણ વ્યક્તિ જો ટ્રાફિકના આ કાયદાનું ઉલંઘન કરશે તો તેમને 15 દિવસમાં જ ઘરે ચલણ આવી જશે.

ગયા વર્ષે જ સરકારે બનાવેલા ટ્રાફિક નિયમોમાં કરેલા સુધારાઓ અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે. જે થી હવે જે કોઈ આ નિયમનું ઉલંઘન કરશે તો તેમને ઈ ચલણ મોકલવામાં આવશે.  રાજ્યની સરકાર દ્વારા શહેરોમાં મોટર વ્હીકલ અધિનિયમ અનુસાર હવે આ કેમેરા ફરજીયાત થયા છે જે સ્પીડ અને ગુનાઓ રોકવા માટે પોલીસને મદદ રૂપ થાય છે.

આ ટ્રાફિક વિભાગ દ્વારા ઘટનાના 15 દિવસમાં ગુનાની માહિતી  મોકલવામાં આવશે અને આ રેકોર્ડ જ્યાં સુધી દંડની રકમ નહિ ભરવામાં આવે ત્યાં સુધી રાખવામાં આવશે. કેન્દ્રીય કાયદા અનુસાર જ્યાં પર વસ્તી 10 લાખથી વધુ છે તેવા શહેર કે વિસ્તારમાં આ કેમેરા મુકવા ફરજિયાત છે.

આ મોટર વ્હીકલ એક્ટના સુધારાઅને હેતુ માટે દેશભરમાં 132 શહેરોમાં આ કેમેરા લગાવવા ફરજીયાત છે. જેમાં આ શહેરોમાં અનેક ગુનાઓ બની રહ્યા છે તેમજ ટ્રાફિક નિયમોના ઉલંઘન પણ થઈ રહ્યા છે. જેમાં મહારાષ્ટ્ર ટોચ પર છે, જેના 19 શહેરોનો સમાવેશ થાય છે.

આ પછી ઉત્તરપ્રદેશના 17 અને આંધ્રપ્રદેશના 13 શહેરો મોખરે છે. જેથી આ શહેરમાં કેમેરા લગાવવા ફરજીયાત છે. સરકાર દ્વારા કહેવાના આવ્યું છે કે ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં સ્પીડ કેમેરા, ક્લોઝ- સર્કીટ ટેલીવિઝન કેમેરા, સ્પીડ ગન બોડી વેઇટ વેરેબલ કેમેરા, દેશ બોર્ડ કેમેરામ ઓટોમેટીક નંબર પ્લેટ રેકગ્નીશન, વેઇટ ઇન મશીનો વગેરેનો સમાવેશ થાય છે.

જેનાથી ટ્રાફિક નિયમોનું ઉલંઘન કરનારાઓ માટે આ વાહનોના માલિકોને નોટીસ મોકલવામાં આવશે. આ આ નિયમને હાલમાં જ ટ્રાફિક શાખા દ્વારા કડક બનાવવામાં આવ્યો છે, જેનાથી જે કોઈ આ નિયમોની વિરુદ્ધ વાહન ચલાવશે તો કેમેરાની નંબર સ્કેન થઈને તમારા ઘર સુધી માત્ર 15 દિવસમાં ઈ ચલણ આવી જશે. જેનો તમારે આરટીઓ ઓફિસમાં જઈને ભરવો પડશે.

જો સમયસર આ દંડ ન ભરવામાં આવે તો પણ તમારા પર ટ્રાફિક નિયમો અનુસાર તમારા પર કાર્યવાહી કરવામાં આવી શકે છે. જેથી રાજ્યમાં ટ્રાફિક અમલીકરણ એજન્સીઓ માર્ગ અને પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના કેન્દ્રીય મોટર વાહન અધીનીયમ સુધારાને લાગુ પડતા  કાયદાઓ અંતર્ગત ઈ ચલણ મોકલશે. જેથી તે કાયદાઓના ભંગ કરનારાઓ માટે ખુબ જ કડક સમાચાર છે.

હાલમાં પહેલાની સરખામણીએ સરકાર દ્વારા કડક નિયમોમાં બનાવવામાં આવ્યા છે. કાયદાઓમાં પણ ઘણા સુધારા કરવામાં આવ્યા છે, તેમજ સરકાર દ્વારા  ફાસ્ટેગ ફરજીયાત કરવામાં આવ્યા છે. જેથી ટ્રાફિક ટોલનાકે વાહનમાંથી સમયની મર્યાદામાં પેમેન્ટ થઇ જાય અને ટ્રાફિકમાં વાહનને વધારે રોકાવું ન પડે. આ હાલમાં જાહેર નામાં દ્વારા ટ્રાફિક પોલીસ દ્વારા ડાબી બાજુ વળતા વાહનો માટે ફ્રી લેફ્ટ એટલે કે ડાબી બાજુ વળતા વાહનોએ હવે ટ્રાફિક માટે ગ્રીન સિગ્નલની રાહ માટે ઉભું રહેવું નહિ પડે.

જયારે આ બાજુ ઈ ચલણ બાબતે કાયદાઓ કડક બનાવવામાં આવ્યા છે. જે લોકો ટ્રાફિકના ભંગ કરશે તેઓન હવે 15 દિવસના જ ઈ ચલણ આવી જશે. જે તમને ઈલેક્ટ્રોનિક રેકોર્ડથી આવશે, જયારે તમે આ દંડની રકમ ભરશો ત્યારે જ તે રેકોર્ડ હટાવવામાં આવશે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *