હાલ વાહન વ્યવહારને લાગતા લાગતા અનેક કાયદાઓ ધીરે ધીરે બદલાઈ રહ્યા છે. સરકાર દ્વારા આ બધા જ નિયમોમાં ફેરફાર કરવામાં આવી ગયો છે. જયારે મોટર વ્હીકલ નિયમોમાં ફેરફાર પછી વાહન વ્યવહારના ઘણા કાયદાઓમાં સુધારો થયો છે.
આ નવા નિયમ હેઠળ નવા વાહનોને BH સીરિઝમાં રજિસ્ટર્ડ કરાવવાના રહેશે. આ સીરિઝનો સૌથી વધારે ફાયદો એ વાહનના માલિકોને થશે જે નોકરી માટે એક રાજ્યથી બીજા રાજ્યમાં જાય છે. ભારત સીરિઝ હેઠળ રજિસ્ટ્રેશન નંબર લેવાથી તે વાહનોના માલિકોને નવા રાજ્યોમાં જવા પર નવો રજિસ્ટ્રેશન નંબર લેવાની જરુર નહીં રહે.
હાલમાં માર્ગ વાહન વ્યવહારના આ નિયમોમાં સરકાર દ્વારા રાહત આપવામાં આવી રહી છે. આ માટે સરકાર દ્વારા ટ્રાન્સફર નિયમોની પ્રક્રિયાને એકદમ સરળ બનાવવામાં આવી છે. આ રાહતથી સંરક્ષણ કર્મચારીઓ, કેન્દ્ર અને રાજ્યના અલગ અલગ વિભાગના નોકરીયાત લોકો, પીએસયુ અને ખાનગી ક્ષેત્રની કંપનીઓના કર્મચારીઓ અને સંસ્થા કે જેના કર્મચારી ચારથી વધુ રાજ્યમાં કચેરી ધરાવતા હોય તે હવે તે પોતાના વાહન માટે BH એટલે કે ભારત સીરીઝમાં નોંધણી કરાવી શકે છે.
હાલમાં નિયમ પ્રમાણે દરેક વાહનને પોતાના રાજ્યનાં નામ પર રજીસ્ટર કરવું પડતું હોય છે, જેમાં ધારો કે ગુજરાત એટલે GJ જયારે હવે આ નવા સુધારાથી હવે BH સીરીઝથી રજીસ્ટર કરાવી શકે છે. આ આ નવી પ્રક્રિયાથી ઘણા એવા લોકોને ફાયદો થશે કે જેને વાહન અમુક કારણોસર બહાર રાખવું પડે છે.
હાલમાં કોઈ વ્યક્તિ પોતાનું વાહન એક વર્ષ સુધી બીજા રાજ્યોમાં રાખી શકે તેવો નિયમ હતો, જેમાં હવે ફેરફાર થયો છે. જેમાં બાર મહિના બાદ ફરી વખત નોંધણી કરાવવી પડે છે. આ માટે BH સીરીઝ શરુ કરવામાં આવી છે, જે જેનાથી કોઈપણ વ્યક્તિ ખુબ જ સરળતાથી બીજા રાજ્યમાં લઈ જઈ શકે.
આ માટેની રજીસ્ટર પ્રક્રિયા પણ સહેલી કરવામાં આવી છે. આ પ્રક્રિયા વાહન ધરાવનાર કોઇપણ વ્યક્તિ હવે ઓનલાઈન પ્રક્રિયા દ્વારા જ નોંધણી કરાવી શકે છે, કે જેમાં હવે આ હવે આરટીઓ ઓફિસે ધક્કા ખાવાની સમસ્યા માંથી છુટકારો મળી શકશે.
આ BH શ્રેણી વાળી આ સુવિધાથી હવે કેન્દ્ર સાશિત પ્રદેશોના નોકરિયાત લોકો અને ઓછામાં ઓછા પાંચ રાજ્યોમાં કર્મચારીઓ આનો લાભ લઈ શકશે. ઘણા કેન્દ્ર સરકારમાં નોકરી કરતા કર્મચારીઓને જેને આ પ્રોસેસથ મુશ્કેલી પડતી હતી, જે હવે સરકાર દ્વારા હળવી કરી દેવામાં આવી છે. આ નિયમ ખાનગી કંપનીના કર્મચારીઓને પણ ફાયદાકારક થશે.
આ સીરીઝથી હવે વારંવાર રજીસ્ટર કરાવવાની પ્રક્રિયામાંથી છુટકારો મળી શકશે. બીજા રાજ્યોમાં વાહન લઇ જવા હવે અલગથી વાહન રજીસ્ટર નહિ કરવું પડે. જો કે આ વ્યક્તિઓને બે વર્ષ અથવા વધારે વર્ષનો રોડ ટેક્સ ચૂકવવો પડશે.
આ પહેલા આ બાબતે IN સીરીઝની વિચારણા હતી કે જે હવે BH સીરીઝ સ્વરૂપે લાગુ કરવામાં આવી છે. સરકારી કર્મચારી સિવાય ખાનગી કંપનીઓના કર્મીઓએ 15 વર્ષનો રોડ ટેક્સ રજીસ્ટર દરમિયાન 15 વર્ષનો રોડ ટેક્સ ચુકવવો પડે છે, જયારેબીજા રાજ્યોમાં વાહન લઇ જતી વખતે 10 થી 12 વર્ષનો વધારાનો ટેક્સ ચુકવવો પડે છે. જે હવે એક વખતની પ્રક્રિયાથી હવે વારંવાર ટેક્સ ચૂકવવામાંથી મુક્તિ મળશે.
દરેક રાજ્યોમાં રોડ ટેક્સ સ્લેબ જુદો જુદો હોય છે. પરંતુ BH શ્રેણીમાં અલગ અલગ વાહનો માટે જુદા જુદા રોડ ટેક્સ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ગાડીના ભાવના આધારે આ રકમ નક્કી કરવામાં આવી છે. જેમાં ઇલેક્ટ્રિક વાહનો માટે 2 ટકા ઓછો ટેક્સ લાગુ પડશે. હવે 14 વર્ષ સુધી આ વાર્ષિક ટેક્સ ભરવો નહિ પડે.