આજના સમયે તમામ ક્ષેત્રોમાં ટેકનોલોજીનો વ્યાપ વધી ગયો છે. જેનાં લીધે બધા જ ક્ષેત્રો ડીઝીટીલાઈઝેશનમાં આવી ગયા છે. માટે હવે બધા જ સરકારી અને ખાનગી કાર્યો ઓનલાઈન થવા લાગ્યા છે;. બેકથીમાંડીને બધા જ કાર્યો આજે ઓનલાઈન થાય છે. જયારે મોબાઈલના વધેલા વ્યાપથી બધી જ પ્રક્રિયા ઘર બેઠા કરી શકાય છે.
આ જયારે સરકારે અન્ય ખાનગી ક્ષેત્રોમાં પણ ઓનલાઈન કાર્ય કરવાનાં નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં હાલમાં જ ટેલીકોમ ક્ષેત્રે અગત્યનો નિર્ણય લીધો છે. સરકારે સીમ કાર્ડ લેવા માટે આધાર કાર્ડ કે બીજા કોઈ ડોક્યુંમેન્ટની હાર્ડ કોપી નહી લેવા અને આ સીમ કાર્ડ લેવા માટે ઓનલાઈન જ પ્રક્રિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ માટે ટેલીકોમ સેક્ટરમાં લાયસન્સ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં મળેલી સરકારને મળેલી બેઠકમાં આ નિર્ણય લીધો છે. સરકારની કેબીનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા આપણે નવું સીમકાર્ડ ખરીદી કરવા માટે ડોક્યુંમેન્ટ આપતા હતા જે હવે આપવા જરૂરી નહી રહે.
પરંતુ હવે આ જગ્યાએ ઓનલાઈન કેવાયસી પ્રોસેસ કરવી પડશે. આ માટે કેવાયસીની આ પ્રક્રિયા ઓનલાઈન થશે. ટેલિકોમ ક્ષેત્રને ડીજીટલ કરવા માટેનું આ એક ખુબ જ અગત્યનું પગલું છે. આ બાબતની માહિતી કેન્દ્રીય માહિતી અને પ્રસારણમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આપવામાં આવી છે. તેમને કહ્યુ છે કે હવે ધીરે ધીરે લાયસન્સ રાજ સમાપ્ત થઈ રહ્યું છે.
સરકાર દ્વારા લેવામાં આવતા નિર્ણયોથી હવે સામાન્ય લોકોને સુવિધામાં ફાયદો થઇ રહ્યો છે. ઓનલાઈન પ્રક્રિયાથી દેશના નાગરિકોને હવે ઘણી બધી ઝંઝટમાંથી મુક્તિ મળે છે. સામાન્ય લોકોને ફાયદો થાય અને લાંબી પ્રક્રિયા અને બીજા કોઇપણ પ્રકારના ખર્ચાથી બચી શકે છે. જે ખુબ જ ઉપયોગી નિર્ણય છે. હવે આ ક્ષેત્રોમાં ઓનલાઈન કાર્ય થવાથી મોટાભાગના કામો ઝડપથી થાય છે.
ડિજિટલાઈઝેશન માટે સરકારે ખુબ જ અગત્યનાં નિર્ણયો લીધા છે. જે જોઈએ તો હવે નવા સીમકાર્ડ માટે આધાર પુરાવાની કોઈ નકલ આપવાની જરૂર નહિ પડે. નવું કનેકશન મેળવવા માટે હવે કોઈ જ ડોક્યુમેન્ટની જરૂર નહિ રહે. આધાર નંબર પૂરતો હશે તો કેવાયસી ડીઝીટલ કરવામાં આવશે.
તમામ ફોર્મ હવે હવે વેરહાઉસમાં ડીજીટલાઈઝ કરવામાં આવશે. ટેલિકોમ સેક્ટરમાં KYC હવે સંપૂર્ણ રીતે ઓનલાઈન થશે. ટાવર ઉભા કરવા માતે ઘણા વિભાગોની મંજુરી નથી. પ્રાથમિક સ્તરે સેલ્ફ અપ્રુવલ સાથે જ કામ કરવામાં આવશે. ટેલીકોમ વિભાગને એક જ પોર્ટલ પરથી મંજુરી મળશે.
સરકાર દ્વારા ટાવર બનાવવાની પ્રક્રિયાને ખુબ જ સરળ બનાવવામાં આવી છે. અગાઉ આ ટાવર ઉભા કરવા માટે મંજુરી લેવી પડતી હતી, જે હવે લેવી પડશે નહિ. આ ઓનલાઈન મજુરી ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમના પોર્ટલ ઉપરથી માહિતી મળી જશે.
આ સિવાય સરકાર દ્વારા 100 ટકા ઓટોમેટીક રૂટમાં ટેલીકોમ સેક્ટરમાં FDIને મંજુરી આપી છે. તેનાથી ટેલીકોમ કંપનીઓને રાહત મળશે. જે વિદેશી રોકાણ કારોને પણ ફાયદો કરશે. આનાથી ટેલીકોમ કંપનીઓની આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે. તેમજ 5G ટેકનોલોજીનાં ક્ષેત્રમાં સુધારો આવશે.