આજે મોટાભાગના લોકો વાહન ધરાવે છે. જે વાહનો માટે કાયદાઓ પણ ખુબ જ કડક છે. આ કાયદાઓને ધ્યાનમાં રાખીને સરકારે ગયા વર્ષે જ મોટર ડ્રાઈવિંગ એકટમાં સુધારો કર્યો છે. આ સુધારાને લીધે હવે ઘણા નિયમોને સુસ્તપણે પાળવા પડે છે. પરંતુ હાલમાં જ એક નિયમની અંદર વાહન ચાલકોને સરકારે રાહત આપી છે. આ નિયમ અનુસાર જો તમારી પાસે ડ્રાઈવીંગ લાયસન્સ કે આરસી બુક નથી તો પણ તમે મુસાફરી કરી શકશો અને વાહન ચલાવી શકશો.
આ નિયમ દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાની દીલ્હી માટે બનાવ્યો છે. આ નિયમથી વાહન ચાલક હવે ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુક ફરજીયાત રાખવામાંથી છૂટછાટ મળશે. આ નિયમ એવો છે કે હાલમાં નિયમમાં લાયસન્સ અને આરસી બુક વાહન ચાલકે સાથે રાખવું પડે છે. જયારે ક્યારેક વધારે ઉતાવળ કે વરસાદ હોય તો આવા કાગળને સાચવીને રાખવા પડે છે જયારે કોઈ વખત આવા કાગળ ગાડીમાં રાખવાથી ચોરાઈ જવાનો પ્રશ્ન પણ રહે છે.
આ નિયમ દિલ્હી આપ કેજરીવાલ સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે. જેમાં હવે ઓરીજનલ કોપી કોઈ વાહન ચાલકે સાથે રાખવાની જરૂર નહિ પડે. આ માટે વાહન રજીસ્ટર થયેલું હોવું અને વાહન ચાલકે માત્ર લાયસન્સ કઢાવેલ હોવું જરૂરી છે. આ માટે ડીજી લોકર પ્લેટફોર્મ કે એમ પરિવહન મોબાઈલ એપમાં આ બધા જ દસ્તાવેજો હોવા જરૂરી છે.
આ માટે વાહન ચાલકો ટ્રાફિક પોલીસ અને પરિવહન વિભાગની માંગ પર આ દસ્તાવેજો બતાવી શકે છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ નિયમ પ્રમાણે હવે આ બધા જ માન્ય દસ્તાવેજો 1988 હેઠળ માન્ય દસ્તાવેજો હોવા જરૂરી છે.
આ બે પ્લેટફોર્મમાં સંગ્રહિત દસ્તાવેજોને કાયદેસર માનવામાં આવશે અને પરિવહન વિભાગ દ્વારા મળેલા કાગળ જ ગણવામાં આવશે. ડીજીલોકર એ કલાઉડ આધારિત પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ આ બધા જ પ્રમાણ પત્રો રાખવામાં આવે છે. જ્યાંથી આ બધા જ ડોક્યુમેન્ટની ખરાઈ થઇ શકે છે.
આ રીતે ડીજી લોકર અને એમ પરિવહન એપ પર આપવામાં આવેલા ડોક્યુમેન્ટ કાયદેસર ગણવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા પાડવામાં આવેલા નિવેદન મુજબ હવે સાથે આવા ડોક્યુમેન્ટ રાખવાથી વાહન ચાલકોને મુક્તિ મળશે.