રેશનકાર્ડનાં છેલ્લા થોડા વખતોથી સતત ફેરફાર થવાના સમાચારો આવી રહ્યા છે. વન નેશન વન રાશન. વગેરે બાબતે અનેક અગત્યના નિર્ણયો લેવાઈ રહ્યા છે. જેમાં દેશમાં ગમે તે રેશન કાર્ડની દુકાનો પર જઈને ત મેં રાશન ખરીદી શકો છો.
હાલમાં બીજા પણ એક મહત્વના સમાચાર છે કે સરકારી દુકાનોમાં રાશન લેતા લાયક લોકો માટેના ધોરણોમાં ફેરફાર થઈ રહ્યા છે. આ માટે તાજેતરમાં નવું માળખું બની રહ્યું છે. જેનાથી હવે નવા નિયમો આવશે. આ મુદ્દાને લઈને દેશના અનેક રાજ્યો સાથે સૂચનો મંગાવાઈ રહ્યા છે. તેમજ રાજ્યો સાથે ચર્ચાઓ પણ થઇ રહી છે.
હાલમાં આપણે જોઈએ છીએ તેમ જે લોકો પાસે જમીન હોય અને મિલકત હોય તેવા લોકો પણ રાશનનો લાભ લઈ રહ્યા છે. હાલમાં જોઈએ તો દેશમાં 80 કરોડથી વધારે લોકો નેશનલ ફૂડ સિક્યુરીટી કાયદા અનુસાર લાભ લઈ રહ્યા છે. સરકાર હવે નવા નિયમો બનાવશે જેથી આવા લોકો લોકોને આ નિયમોમાંથી બાકાત રાખી શકાય.
આ ફેરફાર કરવા પાછળનો સરકારનો હેતુ જે લોકોને ખરેખર રાશનની જરૂરીયાત, જે લોકો આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવે છે તેવા લોકોને આ યોજના હેઠળ લાભ આપવાનો સરકારનો હેતુ છે. આ માટે સરકાર દ્વારા નવા ધોરણો લાગુ કરવામાં આવી રહ્યા છે. જે હવે વધારે સારી સ્થિતિ ધરાવનારા લોકોને હવે રાશન મળવા પાત્ર રહેશે નહિ.
આ યોજના દેશના બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ પડશે. હાલમાં દેશમાં વન નેશન, વન રેશન યોજનાનો દેશમાં 69 કરોડ લાભાર્થીઓને મળી રહ્યો છે. રાશનનીઓ આ યોજનાનો લાભ લાભ દેશમા 86 ટકા લોકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. જેથી દેશમાં સ્થળાંતર કે મજુરી અર્થે જનારા લોકોને આ યોજનાંનો લાભ મળે છે. દર મહીને લગભગ 1.5 કરોડ લોકો એક સ્થળેથી બીજા સ્થળે જઈને આ લાભ હાલમાં મેળવી રહ્યા છે.
જ્યારે હાલમાં સરકાર દ્વારા વધારાના જે અયોગ્ય રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જે અન્ય લોકોની સરખામણીએ સધ્ધર હોય અને છતાં પણ લાભ લઇ રહ્યા છે, તેઓને રોકવા માટે સરકારે હાલમાં નવા નિયમો બનાવ્યા છે.