આ જે ઘણા લોકો પોતાના બીઝનેસ કે નોકરીનીનો હોદ્દો પોતાના વાહનો પર લગાવતા હોય છે. ઘણા લોકો પોતાનો દેખાવ કરવા કે રોફ જમાવવા પોતાનો હોદ્દો પોતાની ગાડી ફોરવ્હીલ કે ટુવ્હિલ વગેરેમાં લગાવે છે. જેમાં ખાસ કરીને પોલીસ, વકીલ, સરકારી હોદ્દેદારો, પ્રેસ જેવા ધંધા જેવા સ્ટીકરો ગાડી પર લગાવે છે.
ઘણી વખત તો આ નોકરી ધરાવતા લોકોના સગાસંબંધીઓ પણ પોતાના વાહનો પર લખાવે છે. જયારે આ બાબતે પોલીસે આ બાબતને નવું જાહેર નામું બહાર પાડ્યું છે. જેમાં આદેશ કરવામાં આવ્યો છે કે પોલીસ કર્મચારી ફરજ પર આવતા જતા હેલ્મેટ વગર મુસાફરી કરતા હોય છે. જયારે આ કર્મચારીઓ પોતાની નંબર પ્લેટ પણ રાખતા નથી.
ઘણા પોલીસ કર્મચારીઓના વાહન પર Police કે P લખેલું હોય છે. આ સિવાય ડોકટરો Dr વકીલો Advocate, Press જેવા ઘણા પ્રકારના ખાસ સ્ટીકરો કે લખાણો જોવા મળે છે. આ સ્ટીકરો જેની ગાડી પર જોવા મળે તે વાહન તેની ખાસ ઓળખ પણ બતાવતા હોય છે. જેનાથી બીજા લોકો પણ તેની સાથે કોઈ માથાકુટ થાય આ લોકોની સ્ટીકરો જોઇને ટાળી વાળે છે. આ બધા એક પ્રકારે ટ્રાફિકનાં નિયમની વિરુદ્ધ છે.
હવે આ બાબતે પોલીસની ટ્રાફિક શાખા દ્વારા 13 ઓગષ્ટ 2021 થી 19 ઓગષ્ટ 2021 સુધી સાત દિવસની ચુસ્ત જુંબેશ ચલાવવામાં આવશે, જેમાં આવા લખાણ વાળા વાહનો પર કાયદાકીય રીતે શિસ્ત વિરુદ્ધનાં પગલાં ભરવામાં આવશે.
આ મામલે હવે પોલીસ સક્રિય થઈ રહી છે, જેમાં હવે શિસ્ત બધા જીલ્લામાં પોલીસે નવા પાડેલા જાહેરનામ અનુસાર પગલા ભરવામાં આવી શકે છે. જેમાં સરકારી અધિકારી, નોકરીયાત અને સામાન્ય લોકો પર આ કાયદો લાગુ પડી શકે છે. આ માટે હાલમાં જ ટ્રાફિક પોલીસ દ્વારા બહાર પાડેલા જાહેર નામાનુસાર દરેક પોલીસ સ્ટેશન, હેડ ક્વાર્ટર, પોલીસ કમિશ્નર કચેરી બધી જગ્યાએથી આ મોટર વ્હીકલ એક્ટ મુજબ કેસો કરવાનો તેમજ દરેક સ્થળો પર પોલીસ ચેકિંગ પોઇન્ટ ગોઠવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
જેથી હવે આવા નંબર પ્લેટ પરના લખાણો જો કોઈનાં વાહનમાં હોય તો તેના પર કેસ થઇ શકે છે, ટ્રાફિક નિયમો અનુસાર વાહનનાં કાયદા મુજબ કાર્યવાહી થઇ શકે છે. માટે જો તમારા વાહનો પર કોઈ આવું લખાણ હશે તો હવે તમારે હવે ચેતી જવાની જરૂર છે. નહીતર તમારે દંડ ભરવો પડી શકે છે.
Need more information
હમણાં તો પોલીસ લખ્યું હોય એવી નંબર પ્લેટ કાર ની ડ્રાઇવિંગ સ્ટિયરિંગ ની આગળ ના ડેસ બોર્ડ પર મૂકી રાખે છે.
આ લોકોને પૈસા ઉગ્રાવ વા માટે કોઈને કોઈ નિયમો બનાવે છે અને પટાજેને લૂંટેછે