GujaratIndia

હવે તારક મહેતા સિરિયલમાં “દયાભાભી” નો રોલ કરશે આ એક્ટ્રેસ

થોડાક સમય પહેલા તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સીરીયલમાં દયાભાભીનો રોલ ભજવતી ‘દિશા વાકાણી’ એ પોતાનું રાજીનામું આપી દેતા તારક મહેતા સીરીયલના ચાહકોને ભારે ફટકો લાગ્યો હતો. માટે તેઓ સારા એવા કોઈક એક્ટ્રેસની શોધમાં હતા.

તો જાણો હવે મળી ગયા છે નવા એક્ટ્રેસ શું હશે તેનું નામ ? વગેરે વિશે તમને સંપૂર્ણ માહિતી આપી દઈશું. તારક મહેતાના ઉલ્ટા ચશ્માં સીરીયલના પ્રોડ્યુસર એવા અસિત મોદીએ પણ ફાઈનલ જણાવી દીધું છે કે હવે દયાભાભીનો રોલ ભજવતી ‘દિશા વાકાણી’ ફરી વખત જોવા નહિ મળે, તથા દયાભાભીના રોલ માટે ઓડીશન પણ શરુ કરી દેવામાં આવ્યા છે.

રાખી વિજન

ઉલ્લેખનીય એ છે કે હવે દયાભાભીનો નવો રોલ ભજવશે તેને પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. તો કોણ હશે તે રોલ ભજવનાર જાણો તેના વિશે માહિતી. મેઈન સુત્રોમાં જણાવ્યા અનુસાર ૧૯૯૦ ના દાયકાની સીરીયલ ‘હમ પાંચ’ માં સ્વીટી મથુરાનો રોલ શો કરનાર રાખી વિજનને દયાભાભી તરીકે ફાઈનલ કરવામાં આવ્યા છે.

શું નવા દયાભાભી રાખી વિજન જુના દયાભાભી જેવો પ્રભાવ પાડી શકાશે?

પ્રભાવ પાડી શકાશે!

પ્રભાવ નહિ પાડી શકે!

દર્શકો નહિ સ્વીકારે!

રાખી વિનને ૧૯૯૩માં ટીવી સીરીયલ ‘દેખ ભાઈ દેખ’ થી તેમણેપોતાની કારકિર્દીની શુભ શરૂઆત કરી હતી. ત્યારબાદ તે વિવિધ સીરીયલમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે તેમને ખરી ઓળખ તો ‘હમ પાંચ’ થી મળી હતી. છેલ્લે તે ૨૦૧૯ માં આવેલી એક સીરીયલ ‘તેરા ક્યાં હોગા આલિયા’ માં જોવા મળી હતી.

રાખી વિજન

રાખી વિજને કઈ કઈ ફિલ્મમાં કામ કર્યું હતું ?

રાખીએ ૧૯૯૭ માં ટેલીવિઝન ફિલ્મ ‘હમકો ઈશ્ક ને મારા’ માં કામ કર્યું હતું. આ ઉપરાંત તેણે ‘મની હે તો હની હે’, ‘ગોલમાલ રીટર્ન્સ’ , ‘થેંક્યું ક્રીશ ૩’ ફિલ્મમાં પણ તે જોવા મળી હતી. રાખી વિજને રવિના ટંડનના ભાઈ સાથે ૨૦૦૪માં લગ્ન કર્યા હતા. બંને વચ્ચે કોઈપણ કારણોસર અમુક વિખવાદ થતા ૨૦૧૦માં બંને એ ડિવોર્સ લઇ લીધા હતા.

આ સાથે હવે રાખી વિજન તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સીરીયલમાં જોવા મળશે તેની દરેક દર્શકમિત્રોને જણાવવામાં આવે છે.

આમ, અમે તમને દયાભાભી ‘દિશા વાકાણી’ બાદ હવે તારક મહેતા સીરીયલમાં કોણ રોલ ભજવશે તેના વિશે માહિતગાર કર્યા છે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *