ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ અચાનક રાજીનામું આપીને ગુજરાતની સૌ કોઈ જનતાને અચંબામાં મૂકી દીધા હતા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેના બે ટર્મમાં થઈને કુલ પાંચ વર્ષ થયા ત્યાં જ અચાનક રાજીનામું આપી દેવામાં આવ્યું હતું.
આખરે ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનો કળશ ભુપેન્દ્ર પટેલ પર ઢોળવામાં આવ્યો છે. જે સાથે સમગ્ર ગુજરાતની જનતાનો આતુરતાનો અંત આવ્યો છે. ભુપેન્દ્ર પટેલ ઘણા સમયથી જ ગુજરાત ભાજપમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાં અને ભાજપ સંગઠનમાં સારું પ્રભુત્વ ધરાવે છે પાટીદાર સમાજમાં પણ સારો મોભો ધરાવે છે.
આજે સવારથી સટ્ટા બજાર પણ ગરમ જોવા મળ્યું હતું. જેમાં લોકો લાખો રૂપિયાનો સટ્ટો લગાવી રહ્યા છે. આ સાથે જેના નામ સાથે આખરે સરકારના મોવડી મંડળ ધારા સભ્યના કોર કમિટીની બેઠક દ્વારા ભુપેન્દ્રપટેલ ને ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા છે.
વિજય ભાઈ રૂપાણીના આ રાજીનામાંથી અચાનક ભાજપ સરકાર અને સમગ્ર ગુજરાતમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ભાજપ સરકાર દ્વારા આ મુખ્યમંત્રીમાં ચૂંટણી પહેલા જ નવા મુખ્ય મંત્રી બદલવાનો સિદ્ધાંત ખુબ જ જૂનો છે. ગુજરાતમાં આવાત વર્ષે 2022માં ચૂંટણી છે, જેના લઈને ઘણા રાજ્યોમાં મુખ્યમંત્રીઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ઉતરાખંડ, કર્ણાટક જેવા રાજ્યોમાં પણ મુખ્યમંત્રીઓ બદલાયા છે.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પ્રજાનો અસંતોષ વિજય રૂપાણીને લઈને હતો. ઘણા સમયથી લોકો અવારનવાર કોઈને કોઈ કારણે વિજયભાઈ રૂપાણીની મજાકના વિડીયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હતા. જેમાં લોકોને અસંતોષ દેખાતો હતો. આ સિવાય કોરોનાની કામગીરીને લઈને લોકોમાં અસંતોષ જણાતો હતો.
જ્યારથી રાજીનામું આપવામાં આવ્યું ત્યારથી જ લોકોમાં હવે કોણ મુખ્યમંત્રી બનશે જેને લોકો કોઈને કોઈ નામો પર ચર્ચાઓ કરી રહ્યા હતા. જે જયારે ગુજરાતમાં નીતિન પટેલ, મનસુખ માંડવીયા, ગોરધન ઝડફિયા, આર.સી. ફળદુ, પરશોત્તમ રૂપાલા અને સી. આર. પાટીલ જેવા નામોથી ચર્ચાઓ લોકો કરી રહ્યા હતા.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અન્ય પાર્ટી આપ પ્રભુત્વ જમાવી રહી હતી. પાટીદાર સમાજમાં પણ પટેલ મુખ્ય મંત્રી હોય તેવી ઈચ્છા સમાજની એક સંગઠન મીટીંગમાં કરવામાં આવી હતી. ઘણા સમયથી પાટીદાર સમાજ ચુટણીમાં મુખ્ય રીતે ચુટણીનું ફેક્ટર રહ્યો છે. આ સમાજ જે પક્ષ તરફ ઢળે તે પક્ષ ગુજરાતનો શાસક પક્ષ બને છે. જેના લઈને આજે નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવીં છે.
આ પહેલા પણ સરકારે કેન્દ્રીય મંત્રી મંડળમાં ફેરફાર કર્યો છે. જેમાં પાટીદાર સમાજને અન્ય સમાજને રાજી રાખવા માટે સમાજને પ્રભુત્વ મળે તે બાબતને ધ્યાનમાં રાખીને નવા ચહેરાઓને કેન્દ્રમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ સરકારને આ સાથે પણ ગુજરાતની જનતાને કોઈ વધારે લાગણી તરફ વાળી શકાયા ન હતા. જેના લીધે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજીનામું લઈને ફેરફાર કરવામાં આવ્યો છે.
આજે આ નામ જાહેર થાય તે માટે ગુજરાતની જનતા પણ નવા મુખ્ય મંત્રીના નામ માટે સમાચારો પર સતતનજર રાખી રહી હતી. આ માટે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીને જવાબદારી સોંપવામાં આવી હતી. જે લઈને વિજય રૂપાણી, નીતિન પટેલ, સીઆર પાટીલ, ભૂપેન્દ્ર યાદવ, સંગઠન મંત્રી રત્નાકર જેવા મંત્રીઓ સહીત અનેક ધારા સભ્યો કમલમ ઓફિસે હાજર રહ્યા હતા. હવે ભાજપ સરકાર દ્વારા મંત્રી મંડળમાં પણ ફેરફાર કરશે અને ગઆગળની રણનીતિ ગુજરાતની વિધાન સભાની 182 સીટો પર વિજય મેળવવાનો હશે.
ભાજપ સરકાર ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી શાસનમાં છે. જયારે આખા ગુજરાતનું મોડેલ કેન્દ્રમાં વખાણાય છે. નરેન્દ્ર મોદી પણ ગુજરાત મોડેલને આગળ રાખીને વડાપ્રધાનની ચુટણી જીત્યા હતા. જેથી કોઈપણ ભોગે ગુજરાત ગુજરાતમાંથી બહુમતી ખોવા માંગતું નથી. જેના લીધે કોઈપણ હદે ફેરફાર કરવા ભાજપ હંમેશા આગળ રહ્યું છે.