માના ગર્ભમાં જ્યારે બાળક હોય છે ત્યારે અ બાળકને પોષણ નાભિમાં જે નાળ આવેલી હોય છે તેના દ્વારા મળે છે. આ નાળમાંથી 3 થી 4 કિલોના બાળકને સમગ્ર પોષણ મળે છે. આપણા જીવનમાં જે નાભી છે તેનું મહત્વ અને ઉપયોગ ખુબ જ છે. જ્યારે યોગી પુરુષો જ્યારે ધ્યાન કરે છે ત્યારે તે નાભિ ચક્ર પર ધ્યાન ધરે છે. કહેવામાં આવે છે કે કુંડલીની સમગ્ર શક્તિ આ નાભિ પર રહેલી છે. માટે કુંડલીની શક્તિ જાગૃત કરવા માટે યોગીઓ સાધના કરતા હોય છે.
બાળકનું સમગ્ર ગર્ભમાં પોષણ આ નાભી દ્વારા થાય છે એટલે એવું કહી શકાય છે કે આપણા શરીરમાં 72000 નાડીઓ આવેલી છે તેનું કેન્દ્ર આ નાભી છે.
આપણી નાભીમાંથી 72000 નાડીઓ નીકળે છે અને તેનું પોષણ પણ આ નાભીમાંથી જ થાય છે. 72000 નાડીઓ જે નાભી સાથે જોડાયેલો છે. જેનાથી નાભિમાં કોઈપણ પ્રોબ્લેમ થાય તો આપણને દુખે છે. પેસોટી ખસી જાય તો ગેસ થઈ જાય છે. જાડા થઈ જાય છે. આખા શરીર પર તેની અસર થાય છે.
આ માટે નાભિને જો વ્યવસ્થિત રાખવામાં આવે તો આપણા પૂર્વજોએ, આપણા ઋષિમુનીઓએ, આપણા આયુંર્વેદાચાર્યોએ જે પ્રયોગ બતાવ્યો છે, તે કરવામાં આવે તો ખુબ જ ફાયદો થાય છે. આ માટે શુદ્ધ ઘી, તેમાં પણ ગાયનું ઘી લેવામાં આવે તો અતિઉત્તમ છે. જો ગાયનું ઘી ન મળી શકે તો પશુનું કોઇપણ ઘી વાપરી શકાય છે.
જો આ ઘીનો પ્રયોગ કરવામાં આવે તો તેનાથી અનેક ફાયદાઓ થાય છે. જેનાથી વાળ સફેદ થવાની સમસ્યા, નાની ઉમરે વાળ સફેદ થવાની સમસ્યા, અને જો આ સમસ્યા હશે તો આ સમસ્યા ધીમે ધીમે મટે છે. આ પ્રયોગથી આંખોનું તેજ વધે છે. મોટી ઉમર સુધી આપણને મોતિયો નથી આવતો. શિયાળામાં હોઠ ફાટી જવાની સમસ્યા પણ મટે છે.
ઘણા લોકોને આંખો નીચે કુંડાળા હોય છે, જેમાં મહિલાઓને ખાસ કરીને આંખો નીચે કાળા કુંડાળા હોય છે. આ પ્રયોગથી કાળા કુંડાળાની સમસ્યા પણ મટે છે. મોઢા પર ખીલ થતા હોય એ સમસ્યા પણ દુર થાય છે. આ પ્રયોગથી ચહેરાની ચમક પણ વધે છે. આમ, આ પ્રયોગથી આખા શરીરની 72000 નાડીઓ શુદ્ધ થાય છે.
આ પ્રયોગમાં દરરોજ સાંજે સૂતા પહેલા અથવા તો સવારે સ્નાન કર્યા બાદ છતાં સુઈ જવું. સુઈ ગયા બાદ નાભીનો જે ખાડો હોય તે ખાડાની અંદર ગાયનું ઘી અથવા તો ભેસનું ઘી, બંને ઘી વાપરી શકાય છે. પરંતુ આ ઘી માટે શુદ્ધ ઘી હોવું જરૂરી છે. ગાયનું ઘી ઉત્તમ ઘી ગણાય છે. ગાયના ઘીમાં ઓજ નામનું તત્વ રહેલું છે. આપણા શરીરમાં 7 ધાતુઓ હોય છે, જેમાં 7મી ધાતુનું નામ પણ ઓજ છે.
આ ગાય કે ભેંસના શુદ્ધ ઘીને નાભિમાં ભરીને ઓછામાં ઓછું 15 મિનીટ સુધી છત્તા સુઈ રહેવું. આ ઘી નાની નાની કોશિકાઓ દ્વારા 72000 નાડીઓમાં જતું રહેશે. આ પ્રયોગ દિવસમાં એક જ વખત કરી શકાય છે. આ પ્રયોગ એકાંતરા કરી શકાય છે. એટલે કે એક દિવસ છોડી છોડીને આ પ્રયોગ કરી શકાય છે.
આ પ્રયોગ કોઇપણ વ્યક્તિ કરી શકે છે. બાળકની માંડીને વૃદ્ધ બધા જ લોકો આ પ્રયોગ કરી શકે છે. આ પ્રયોગથી અદ્ભુત ફાયદાઓ છે. માત્ર એક મહિના સુધી આ પ્રયોગ કરવાથી શરીરમાં ખુબ જ ફેરફાર જોવા મળશે.
નાભી પર ઘી લગાવવાથી અન્ય ફાયદાઓ પણ થાય છે. જેમાં, નાભી પર તેલ લગાવવાથી નાભિમાં જે બોત્તેર હજાર નાડીઓ કે જે લોહીની નળીઓ હોય છે ,જે શરીરના વિવિધ ભાગોમાં લોહીની ધમનીઓ સાથે જોડાયેલી હોય છે, આ કારણે જ્યારે આપણે નાભિમાં ઘી લગાવીએ છીએ ત્યારે તે ધમનીઓ સક્રિય થઈ જાય છે.
જેના લીધે લોહીનું પરિભ્રમણ શરીરના અંગોમાં વ્યવસ્થિત થાય છે, જેના પરિણામે વાળ, ચામડીમાં ચમક આવવા સાથે અન્ય ભાગોમાં પણ લાભ થાય છે. જેમાં આ ઘી લગાવવાથી પાચન ક્રિયામાં લાભ થાય છે જેનાથી કબજીયાતની સમસ્યા મટે છે.
આ ઘી લગાવવાથી ચામડી હાઈડ્રેટ રહે છે, આ ઘી લગાવવાથી ઘુટણ અન સાંધાનો દુખાવો અને તેના દર્દમાં રાહત મળે છે. શરીરમાં કંપન અને લકવાની સમસ્યા ઘણા લોકોને હોય છે, ખાસ કરીને વૃદ્ધ લોકોને શરીર કાંપવાની સમસ્યા હોય છે, જ્યારે આ ઘી નિયમિત લગાવવાથી આ કંપનની સમસ્યા દુર થાય છે.
નાભિમાં ઘી લગાવવાથી શરીરની કમજોરીની સમસ્યા દુર થાય છે. જે તત્વો ઘી દ્વારા મળે છે તે તમામ તત્વો નાભિમાં ઘી લગાવવાથી આ તત્વો નાભીમાંથી અવશોષિત થઈને શરીરમાં પહોચે છે જેનાથી શરીરમાં તાકાત અને મજબૂતી પ્રદાન થાય છે.
નાભી પર ઘી લગાવવાથી ઘૂંટણ દુખતા હોય, ઘૂંટણમાં દર્દ થતું હોય, જેવી ઘૂંટણની સમસ્યાઓ ઠીક થાય છે. ઉમર વધતાની સાથે શરીરના હાડકાઓ કમજોર થવા લાગે છે, જેમાં ખાસ કરીને ઘૂંટણ પર અસર પહેલા થાય છે. માટે જો નાભી પર ઘી લગાવવામાં આવે તો ઘૂંટણનો દુખાવો દુર થાય છે.
ઘણા લોકોને અવારનવાર શરદી, ઉધરસ અન કફની સમસ્યાઓ રહેતી હોય છે, આ સમયે નાભી પર જો ઘી લગાવવામાં આવે તો શરદી, ઉધરસ અને કફની સમસ્યા મટે છે. ઘીના ઔષધીય તત્વો સીધા જ નાડીઓ દ્વારા શરીરના અંગમાં પહોચે છે અને શરદી અને ઉધરસ, કફને મટાડે છે.
ઘણી વખત સ્ત્રીઓને માસિક ધર્મ સંબંધી સમસ્યાઓ થાય છે, જેમાં વધારે પડતું માસિક આવવું, માસિક દરમિયાન લોહી વહી જવું, અનિયમિત માસિક આવવું જેવી સમસ્યાઓ યુવાવસ્થા દરમિયાન જોવા મળતી હોય છે. આ દરમિયાન જો નાભી પર ઘી લગાવી દેવામાં આવે તો આ સમસ્યાઓ દુર થાય છે.
નાભિ પર તેલ લગાવવાથી જે લોકોને ફૂડ પોઈઝનીંગની સમસ્યા હોય છે તે દુર થાય છે, નાભિ પર તેલ લગાવવાથી ઘી નો લાભ આખા શરીરમાં પહોંચે છે જેના પરિણામે ફૂડ પોઈઝીંગની સમસ્યા થઇ હોય તે જાલ્દીથી દુર થાય છે.
નાભિમાં ઘી લગાવવાથી યાદશક્તિ તેજ બને છે, જે લોકોને બરાબર યાદ નથી રહેતું, કોઈપણ વસ્તુ વારંવાર ભુલાઈ જાય છે, તો તેવા સમયે જો નાભી પર ઘી લગાવવામાં આવે તો ખુબ જ ફાયદો થાય છે, જેનાથી યાદ શક્તિમાં વધારો થાય છે.
આમ, નાભિમાં 72000થી વધારે નાડીઓ જોડાયેલી હોવાથી ખુબ જ ફાયદો થાય છે. જે આ બધી જ નાડિઓ નાભિમાં ઘી લગાવતાં સક્રિય થાય છે. જેનાથી શરીરને અનેક ફાયદાઓ મળે છે. જે શરીરને અનેક લાભ પહોંચાડે છે. અમે આશા રાખીએ કે આ નાભી પર ઘી લગાવવાનો પ્રયોગ તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમને તેનો ભરપુર લાભ મળે.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.
શું તમે માનો છો કે ભારતનું પ્રાચીન આયુર્વેદ ગમે તેવા અસાધ્ય રોગને દુર કરી શકે?
હા, ગમે તેવા રોગ દુર કરી શકે છે.
ના, રોગ દુર કરી શકતું નથી.
એલોપથી દવા સૌથી સારી છે.