Health

30 વર્ષ વટાવ્યા પછી દરેક પુરુષોએ ખાવા જોઈએ આ સુપરફૂડ

તમારા જીવનમાં ઘણા બધા વળાંકો આવે છે. જેમાં મનુષ્ય જીવનથી મૃત્યુ સુધી માં શરીરમાં ઘણો ફેરફાર થાય છે. આ ફેરફાર થવા માટે અલગ અલગ પ્રકારનાં ખોરાકની જરૂરીયાત રહે છે. જે પ્રમાણે તમારે ઉમરના આધાર પર ખોરાક  લેવા જોઈએ. આ રીતે તમે જો ખીરાક લેતા હતા હોય તો ઉમરના પ્રમાણમાં લાગતા રોગો અને ઉમરની નબળાઈમાં લાભ આપે છે. જેના લીધે વ્યક્તિ પોતાનો વિકાસમાં અવરોધ ઉત્પન્ન કરતા પરિબળો સામે લડી શકે છે.

અમે આ આર્ટીકલમાં આવા જ જરૂરી એવા થોડા ફૂડ વિશે જણાવી રહ્યા છીએ કે જે વ્યક્તિને 30 વર્ષની ઉમર વટાવ્યા બાદ મદદ ઉપયોગી રહય છે. આ ફૂડ જરૂરી પોષકતત્વો પૂરા પાડે છે.  આ માટે અશ્વગંધાથી લઈને અળસી જેવા ઘણા પદાર્થો છે જેનું તમે ખોરાક તરીકે ઉપયોગ કરશો તો ઘણો બધો લાભ મળશે.

30 વર્ષની ઉમર વટાવ્યા પછી ઘણા એવા તત્વો હોય છે જે આપણા શરીરની કાર્ય પ્રણાલીને ધીમી પાડી દેતા હોય છે. આવી સ્થિતિમાં તમારે યોગ્ય ડાયેટનો ઉપયોગ કરવો જરૂરી છે. આવા આવશ્યક પોષકતત્વોથી ભરેલા ખોરાક નું તમે સેવન કરશો જેથી તમને ઉમરના પ્રમાણમાં લાગતી નબળાઈઓ સામે લાભ મળશે.

આ ઔષધિઓ જોઈએ તો તેમાં અશ્વગંધા એક મુખ્ય ઔષધી છે.  આ વનસ્પતિના બીજ, પાન અને મૂળ અનેક પ્રકારના ઔષધીય ગુણ ધરાવે છે. જે એક મહાન એન્ટી ઓક્સીડેંટ  છે જે તમારા શરીરને ફ્રી રેડીક્લસથી બચાવી રાખવા માટે ખુબ જ ઉપયોગી થાય છે. આ અશ્વગંધા 30 વર્ષ પછી પુરુષોમાં શારીરિક પ્રજનન નબળાઈને સુધારવામાં મદદરૂપ થાય છે જે તમારા માટે ઉમરના પ્રમાણમાં ટેસ્ટોસ્ટેરોનનાં સ્તરને જાળવી રાખવામાં ઉપયોગી છે.

અળસી પુરુષો માટે ખુબ જ ઉપયોગી છે. આ અળસીનાં બીજમાં ભરપૂર માત્રામાં લીગાંસ હોય છે. જે ફાયટોસ્ટ્રોજન સમાન હોય હોય છે. આ રીતે અળસીનાં બીજના વિટામીન E, K, B1, B3, B5,B6, B9 ફોલેટથી ભરપૂર હોય છે.

આ અલ્સીના બીજ સ્ત્રીઓ માટે પણ ઉપયોગી થાય છે. કારણ કે આ અળસીમાં દર્દ સામે રક્ષણ આપવાના ગુણ પણ હોય છે. જેઓ  માસિક દરમિયાન પ્રસવ પીડાને ઘટાડવામાં ખુબ જ ઉપયોગી થાય છે. માટે સ્ત્રીઓએ પણ આ રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ.

જિનેસેંગ એક પ્રકારની ખુબ જ ઉપયોગી એવી જડીબુટ્ટી છે,  જે ઔષધીય ગુણ ધરાવે છે. જેમાં એન્ટી ટ્યુમર અને એન્ટી ઇન્ફલેમેટરી ગુણ ધરાવે છે. જેના લીધે તે શરીરમાં ઉત્તેજનાં ઉત્પન્ન કરનારા ગુણને વધારવામાં ખુબ જ ઉપયોગી છે.

જે લોકોને શરીરમાં ઉમરના પ્રમાણમાં શારીરિક નબળાઈ રહેતી હોય, થાક રહેતો હોય તેમજ વધારે પડતો તણાવ રહે છે તો તેમાં આ તણાવને દૂર કરવામાં આ કંદમૂળ ખુબ જ ઉપયોગી છે. જે એક પ્રકારે દેખાવમાં આદુ તેમજ હળદર જેવું હોય છે.

બ્લુબેરી એક ખુબ જ ઉપયોગી એવો અને શરીરમાં ઉતેજના વધારનારું અને શારીરિક નબળાઈ દૂર કરીને ઉત્તેજનાં વધારનાર ફળ છે. તેમાં એન્ટીઓક્સીડેંટ ક્ષમતા વધારવાની  ક્ષમતા હોય છે.  આથી તે લીપીડ સ્તરને વધારવામાં મદદરૂપ થાય છે.

જયારે પુરુષોમાં શારીરિક ક્ષમતા વધારનારા ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સનું પ્રમાણ ઘટતું હોય તેવા સમયે વધારવામાં આ ફળનું સેવન કરવું જોઈએ. ફાઈબરની માત્રા વધુ હોય છે.  શરીરમાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે અને હદયરોગોના જોખમને ઘટાડે છે.

આમ, આ ફળોની અને ઔષધીના ઉપયોગ કરીને પુરુષોમાં 30 વર્ષની ઉમર પછી આવતી નબળાઈને દૂર કરવામાં ખુબ જ મદદરૂપ થાય છે. માટે શરીરમાં અણશક્તિ જણાય તો તમે જે સમયે આ વસ્તુઓનું સેવન કરી શકો છો, અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *