થોડા સમય પછી ભારતના ઘણા રાજ્યોમાં આગામી ચૂંટણી આવી રહી છે. જેને લઈને અનેક પક્ષો સક્રિય થઇ રહ્યા છે. હાલમાં ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરફાર, ઉતરાખંડમાં મુખ્યમંત્રી ફેરફાર, કર્ણાટકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે આગામી ચુંટણીમાં ભાગ સ્વરૂપે થઇ રહ્યું છે. જયારે અનેક પક્ષોએ નાગરિકોને વાયદાઓ આપવાના પણ શરુ કરી દીધા છે.
આ રીતે ઉતરાખંડ વિધાન સભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પોતાની સરકાર આવે તો યુવાનો ને 5000 હજારનું ભથ્થું અને 6 લાખ નવી ભરતીઓની સર્જાન કરવાની જાહેરાત કરી શકે છે. આ જાહેરાત સાથે કેજરીવાલે ગેરેંટી યોજના હેઠળ દરેક ઘર માટે રોજગારી તથા 5 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
વધુમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય પર ચૂંટણી જીત્યાના 6 મહિનામાં જ આ માટેની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા પ્રજા લક્ષી અનેક જાહેરાત કરવામાં આવતી હોય છે. જેમકે તેણે દિલ્હીમાં મહિલાઓ માટે બસમાં મુસાફરી ફરી, લાઈટ બિલમાંથી મુક્તિ જેવી યોજનાઓ અમલમાં મૂકી છે. જેના લીધે બધા જ રાજ્યોમાં પણ તેનું ઉદાહરણ આપવામાં આવતું હોય છે. આમ, પણ કોઈ મુદ્દા સમયે કેજરીવાલ સતત સક્રિય રહે છે.
આ જાહેરાત સમયે કેજરીવાલે કહ્યું છે કે અમારા મુખ્ય મંત્રીના ઉમેદવાર શ્રી કોટિયાલ સાહેબ નોકરી આપવામાં નિપુણ છે. જેમાં તેણે અત્યાર સુધીમાં 10000 બાળકોને નોકરીઓ આપી ચુક્યા છે કે જેની પાસે કોઈ કામ કે રોજગારી મેળવવાનું સાધન ન હતું. આ રીતે બેરોજગારોને આપની સરકાર બનશે તો નોકરીઓ આપવામાં આવશે.
કેજરીવાલે કરેલી જાહેર કરેલી વાત પ્રમાણે હવે ઉતરાખંડના દરેક પરિવારને રોજગારી આપવામાં આવશે, 6 મહિનામાં 1 લાખથી વધારે સરકારી નોકરીઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, તેમજ રોજગારી ન મળે ત્યાં સુધી દર મહીને 5000નું રોજગારી ભથ્થુ આપવામાં આવશે, સાથે નોકરીઓમાં 80 ટકા અનામત હશે, રાજ્યમાં જોબ પોર્ટલ બનાવવામાં આવશે તેમજ રોજગારી માટે ખાસ એક મંત્રાલય ઉભું કરવામાં આવશે. આમ, આગામી ચૂંટણીને અનુલક્ષીને કેજરીવાલે આ જાહેરાત કરી છે.