મીઠા લીમડાનો છોડ એક ખુબ જ ઉપયોગી છોડ છે. તેના પાંદડા લીમડાને મળતા જ આવે છે. તેના પર સફેદ કલરના ફૂલ આવે છે. સફેદ ફૂલ પુરા પાકી જાય ત્યારે લાલ કલરના થઈ જાય છે. તેના પર બીજ આવે છે તેને હાથથી મસળીને તેને કોઈ કુંડામાં લગાવી દેવામાં આવે તો ઉગે છે. આ છોડ ખુબ જ અદ્ભુત ઉપયોગ ધરાવે છે. કે તે જાણીને તમે આશ્વર્ય પામશો.
આ લેખમાં અમે બતાવીશું કે આ છોડ કઈ કઈ બીમારીઓમાં ઉપયોગી છે, તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય, તેને કેવી રીતે લગાવી શકાય અને કેવી અસર કરે છે, તેની દવા કેવી રીતે બનાવી શકાય, તેમાં ક્યાં ક્યાં તત્વો હોય છે.
આ છોડમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝીંક, કોપર, આયર્ન, ફોલિક એસીડ, ફાઈબર તેમજ વિટામીન એ, વિટામીન બી, વિટામીન સી, વિટામીન ડી, વિટામીન ઈ જેવા ઘણા બધા પદાર્થ હોય છે. જે આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે. જેના 5 થી 6 પાંદડા સવારે ખાઈ લેવામાં આવે તો વિટામીન એ ની ઉણપ રહેતી નથી. આ છોડથી ચામડીથી લઈને કેન્સર સુધીની ગંભીર બીમારીઓનો ઈલાજ કરી શકીએ છીએ.
ડાયાબિટિસથી પીડાતી વ્યક્તિઓ માટે લીમડાના સેવનની સલાહ આપવામાં આવે છે. તેમાં સમાયેલ ફાઇબર ઇન્સુલિન પર સકારાત્મક પ્રભાવ નાખે છે. જેથી બ્લડ સુગર કન્ટ્રોલમાં રહે છે.
ચામડીના ઇલાજમાં આ મીઠા લીમડાના પાંદડાનો પેસ્ટ બનાવી લેવો. આ પેસ્ટમાં થોડીક હળદર નાખવી. આ બંનેને મિક્સ કરી લેવા. મિક્સ કર્યા બાદ જ્યાં પર ખીલ નીકળ્યા હોય, જ્યાં પર ખીલની અસર હોય ત્યાં પર આ પેસ્ટને લગાવી દેવો. આ પેસ્ટને લગાવી દીધા બાદ એક કલાક જેટલા સમય સુધી ત્યાં રહેવા દેવો અને બાદમાં તેને પાણીથી ધોઈ નાખવો.
જ્યારે માથા પરના વાળ ખરી રહ્યા હોય, વધારે પ્રમાણમાં માથા પર ટાલ પડી રહી હોય તો તેમાં મુલતાની માટી ભેળવી દેવી. તેમજ ત્રણથી ચાર ટીપા કોઇપણ તેલ, નારિયેળ તેલ, સરસવનું તેલ વગેરે નાખવું. આ તેલ નાખવાથી તેની ખુસકી દુર થઈ જાય છે. તેલ નાખીને મિક્સ કર્યા બાદ તેને માથા પર લગાવી દેવું. આ પછી બે કલાક બાદ નહાઈ લેવું. જેનાથી વાળ ખરવાના બંધ થઈ જશે.
વાળને લાંબા કરવા માટે, વાળને મજબૂતી આપવા માટે, તેના પેસ્ટમાં થોડું નારિયેળનું તેલ નાખવું.થોડા આમળા નાખવા, થોડી બ્રાહ્મી નાખવી, ચાંદન નાખવું, શિકાકાઈ નાખવું, જેનાથી એક લેપ બની જશે. આ લેપને માથા પર લગાવી દેવો. અને બાદમાં અડધા કલાક બાદ કોઇપણ શેમ્પુથી નહાઈ લેવું. આ ઈલાજ કરવાથી વાળ લાંબા થાય છે.
ખોડો દુર કરવા માટે આ પેસ્ટ લગાવી શકાય છે. જ્યાં જ્યાં ખોડો હોય ત્યાં આ પેસ્ટને લગાવી દેવો. જેનાથી ખોડો ઠીક થઈ જાય છે. ચામડી પર ડાઘ પડી ગયા હોય તો આ પાંદડાને દુધમાં ઉકાળી લેવા. સારી રીતે ઉકાળી લીધા બાદ જે દૂધનું પાણી હોય છે તે ઉડી જાય છે. આ પછી અસરકારક વિસ્તાર પર આ દુધને ઠંડું કરીન ત્યાં પર લગાવી દેવું. લગાવ્યા બાદ થોડા સમય બાદ મોઢું ધોઈ નાખવું. જેનાથી ચહેરા પરના ડાઘ દુર થઇ જાય છે.
આ પેસ્ટથી નહાઈ લેવાથી, એમાં મુલતાની માટી નાખીને, આમલા નાખીને, પેસ્ટ બનાવીને આખા શરીર પર લગાવી દેવાથી શરીરના પિત્ત સંબંધી રોગ ઠીક થાય છે. મુલતાની માટી શરીરમાંથી ઈન્ટોકસીકેંટસને ચૂસે છે. જ્યારે મીઠા લીમડાના પાંદડા પણ ઇન્ટોકસીકેંટસને બહાર કાઢે છે. માટે ચામડી માટે ખુબ જ ઉપયોગી છે.
ઘણા લોકોને પાચન સંબંધી ગેસ બને છે. આ ગેસમાં સવારે મોર્નિંગ વોકમાં જાઓ કે આવો ત્યારે તેના પાંચથી છ પાંદડા સારી રીતે ચાવી નાખો. ચાવી નાખ્યા બાદ ખાઈ જાઓ તેમજ ઈચ્છા અનુસાર પાણી પી લો. જેનાથી શરીરની ડાયજેશન ઠીક થઇ જાય છે.
જો વધારે પ્રમાણમાં ગેસ બને છે તો મીઠા લીમડાના પાંદડાની પાંચ થી છ દાંડલીઓ લઈ લો. તેમાંથી પાંદડા કાઢીને મીકસરમાં નાખો. સ્વાદ અનુસાર પાંચથી છ ટીપા લીંબુના નાખવા. ધાણા પણ નાખી શકાય. બે ચાર પાંદડા તુલસીના પણ નાખી શકાય. જેનાથી જ્યુસ બને છે. આ જ્યુસ ગેસ માટે રામબાણ ઔષધી છે. આ જ્યુસને સવારે ખાલી પેટ લઇ શકાય છે. ખાલી પેટ લેવાથી ગેસ્ટ્રીક પ્રોબલેમ ઠીક થઈ જાય છે.
ડાયેરિયાના ઈલાજ તરીકે પણ ઉપયોગી છે. જે મરડો કે ઝાડામાં પણ ઉપયોગી છે. આ માટે મીઠા લીમડાના પાંચથી છ પાંદડા લઈને સારી રીતે સાફ કરી લેવા. સાફ કરી લીધા બાદ તેને ચાવીને ખાઈ લેવા. આ સિવાય જેટલી ઉમર હોય તેટલા મેથીદાણા લઈને રાત્રે પાણીમાં પલાળી દેવા. લીમડાને ખાધા બાદ આ દાણાને ચાવી જવા અને મેથીદાણાનું જે પાણી હોય તેને પી લેવું. જેનાથી ડાયાબીટીસ કંટ્રોલમાં આવી જાય છે.
એનીમિયાના ઇલાજમાં પણ આ લીમડો ઉપયોગી છે. એનીમિયામાં શરીરમાં લોહી ઓછું થઇ જાય છે. હિમોગ્લોબીન ઓછું થઇ જાય છે. જેના માટે ખુબ જ સારી દવા છે. કારણ કે લીમડામાં આયર્ન છે. એટલે કે લોહ તત્વ હોય છે એના લીધે લોહી બને છે, જેના પરિણામે લીહીની ઉણપ દુર થાય છે.
મીઠા લીમડામાં ફોલિક એસીડ પણ હોય છે, કેન્સર સુધીના રોગ પણ આ લીમડાથી ઠીક થાય છે. જેમાં વધારે પ્રમાણમાં પાંદડા લેવા. આ પાંદડા નિયમિત લેતા રહેવાથી કેન્સર ઠીક થાય છે. આ પાંદડાને ચાવીને કે પેસ્ટ બનાવીને કે તેનો રસ પી શકાય છે.
વધારે શરીર અને મેદસ્વીતા પણ આ મીઠા લીમડાથી દુર કરી શકાય છે. આ લીમડાના પાંદડામાં એવી શક્તિઓ અને તત્વો હોય છે જે ઇંટોકસીકેંટસ હોય તેને ફાયદો કરે છે. આ લીમડાના પાંચથી દશ પાંદડા લઈને તેને સૂચી લેવા જેના લીધે શરીર હળવું થઈ જાય છે.
આ પાંદડા એન્ટીસ્ટ્રેસનું પણ કાર્ય કરે છે. જયારે શરીરમાં ડીપ્રેશન થઇ રહ્યું હોય ત્યારે, સ્ટ્રેસ વધી રહ્યું હોય ત્યારે પાંચથી છ પાંદડા તોડીને તેને પાણીથી યોગ્ય રીતે સાફ કરવા. તેને પાણીમાં ડુબાડીને સાફ કરી લેવા. તેને હળવે હળવે ચાવી લેવા. તેને ચાવવા માત્રથી ટેન્શન દુર થઇ જાય છે.
જે મહિલાઓ ગર્ભવતી હોય તેના માટે પણ આ પાંદડા ઉપયોગી છે. તેમાં ફોલિક એસીડ હોય છે જેના લીધે તે સ્ત્રી અને બાળક બન્ને માટે ખુબ જ ઉપયોગી છે. મીઠા લીમડામાં એન્ટીસેપ્ટિક, એન્ટી ફંગલ, એન્ટી ઓક્સીડેન્ટ ગુણો હોય છે જેના લીધે તે બાળક અને બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે અનેક કાર્યો કરે છે.
મીઠા લીમડાના પાંદડા તોડીને, તેને સરખી રીતે ધોઈ લેવા. બાદમાં 10 મિનીટ જેટલા સમય સુધી તડકે રાખી લેવા. જેના લીધે ધોવાથી જે પાણી લાગ્યું હશે તે ઉડી જશે. બાદમાં તેને છાયડે સુકાવી દેવા જેના લીધે તે લીલા કલરના જ રહે છે. તે સુકાઈ ગયા બાદ તેનું જ્યુસ અને પેસ્ટ બનાવી લેવો. તેને ચટણી સંભાર વગેરેમાં નાખીને ઉપયોગમાં લઈ શકાય છે. જેનો ઉપયોગ કરવાથી લીવરમાં ફાયદો કરે છે. હિપેટાઈટીસ આનાથી ઠીક થાય છે.
મીઠા લીમડાના પાંદડાનું તેલ પણ બનાવી શકાય છે. આ તેલને નારીયેળ, સરસવ તેલ, તલનું તેલ વગેરે તેલમાં ભેળવી શકાય છે. મીઠા લીમડાના પાંદડાને નારિયેળ તેલ, સરસવનું તેલ,તલનું તેલ માંથી કોઇપણ તેલને કડાઈમાં નાખી, ઠંડા તેલમાં આ મીઠા લીમડાના પાંદડાને નાખી દો. સાથે કડવા લીમડાના પાંદડાને પણ સાથે નાખી દો.
આ તેલ અને પાંદડાને હળવી આંચમાં ગરમ રાખો. સાવ હળવી આંચ રાખવી નહિતર લીમડાના પાંદડા બળી જાય છે. જેમ જેમ હળવે હળવે તેલ ગરમ થાય છે તેમ તેમ મીઠા લીમડાના પાંદડાનો રસ તેલમાં નીકળતો જાય છે. જ્યારે પાંદડા કાળા પડી જાય ત્યારે કપડાથી ગાળીને રાખી લો. આ તેલથી ચામડીનું કોઇપણ ઇન્ફેકશન મટે છે. ધાધર, ખસ, ખરજવું, ગુપ્તાંગ રોગ વગેરે મટે છે.
આમ, મીઠો લીમડાનો ઉપયોગ ઘણા બધા રોગમાં ફાયદો કરે છે. મીઠો લીમડો એટલે જ વર્ષોથી ઘણા બધા ભોજનમાં વપરાય છે. મીઠા લીમડામાં આયુર્વેદિક ગુણ હોવાને અગત્યનું સ્થાન ધરાવે છે. જેનો ઉપયોગ કરવાથી કોઇપણ પ્રકારની આડઅસર થતી નથી. અમે આશા રાખીએ કે આ મીઠા લીમડા વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.