આપણને આરોગ્યની દ્રષ્ટીએ ઘણી બધી એવી ઉપયોગી ચીજ વસ્તુઓ આપણા રસોડામાં જ રહેલી હોય છે. પરંતુ હવે આપણે સ્વાદીષ્ટ વસ્તુઓ ખાવાના શોખીન બની ગયા છીએ જેના લીધે જે શરીરમાં જરૂરી છે એવી વસ્તુઓનું સેવન કરતા નથી. જેના પરિણામે અનેક રોગોનો ભોગ બનીએ છીએ. આપણા રસોડામાં મળી રહેતા મેથીદાણા પણ આવું જ ઉપયોગી ચીજ છે કે જેને મોટાભાગના લોકો કડવું હોવાથી સેવન કરતા નથી.
મેથીના દાણામાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, વિટામીન K જેવા તત્વો વધારે માત્રામાં મળી આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. આવા બીજા ઘણા બધા ઉપયોગી તત્વો મેથીમાં રહેલા હોવાથી મેથી અનેક રોગના મટાડવાની ક્ષમતા ધરાવે છે.
મેથી દાણાના ઉપયોગ માટે પાણી બનાવવું. મેથીનું પાણી બનાવવા માટે 2 ચમચી મેથીના દાણા અને 2 ગ્લાસ પાણી લેવું. આ પ્રયોગમાં 2 ચમચી સાફ મેથીના દાણા 2 ગ્લાસ પાણીમાં એક રાત પલાળી રાખવા. આ દાણાને કાચ અથવા ચિનાઈ માટીના વાસણમાં પલાળવા. સવારે ગાળીને પાણીને અલગ તારવી લેવું.
આ દાણાને મિક્સર અથવા ગળણીની મદદથી ચટણી જેવી લુગદી બનાવી લેવી. આ લુગદીને એક તપેલીમાં નાખી જે પાણીમાં મેથી પલાળી હતી એ પાણી નાખીને નવશેકું ગરમ કરી લો. આ પાણી ગરમ થયા બાદ તેને ચૂલા પરથી ઉતારીને ઠંડું થવા દો.
આ પીણાને ગળ્યા વગર જ દરરોજ સવારે નરણા કોઠે લેવાથી સાંધાના દુખાવામાં ચમત્કારિક ફાયદો થાય છે. આ મિશ્રણ કડવું લાગતું હોય તો એક ચમચી મધ સાથે લઈ શકાય છે. આ મિશ્રણ દરરોજ તાજું બનાવીને જ લેવું. જો અગાઉથી બનાવેલું હશે તો સ્વાદમાં તુરુ અને દેખાવમાં કાળું પડી જશે. તેમજ તેમાંથી જરૂરીયાત મુજબનો ફાયદો નહિ મળે. આ ઔષધીનો ઉપયોગ દિવસમાં એક જ વખત કરવો. મેથીના દાણામાં પ્રચુર માત્રામાં આયર્ન હોવાથી સાંધાના દુખાવામાં કારગત છે. આ જે પીણું તૈયાર થાય છે તે સાંધાના દુખાવામાં અકસીર ઇલાજ છે.
ડાયાબીટીસના દર્દીઓને ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. ડાયાબીટીસના દર્દીઓ પોતાની ડાઈટમાં મેથીદાણાને સામેલ કરી શકે છે. આ મેથીના દાણાનું સેવન કરવાથી લોહીમાં સુગરની માત્રાને નિયંત્રિત કરી શકાય છે. સાથે ડાયાબિટીસ ટાઈપ-2માં ઈન્સુલીન પ્રતિરોધકને ઓછુ કરવાનું કામ કરી શકે છે.
ડાયાબીટીસ પર તેની લાભદાયક અસર તેમાં રહેલા હાઈપોગ્લીસેમીક પ્રભાવના કારણે હોય છે. આ તત્વ લોહીમાં સુગરની માત્રાને ઓછી કરવામાં ઉપયોગી છે. આ માટે સામાન્ય લોહીના શુગરવાળા લોકોએ આ રીતે મેથીદાણાનું સેવન અધિક માત્રામાં કરવું જોઈએ.
શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. એવામાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માએ મેથીનો ઉપયોગ કરવામાં આવે છે, મેથીના દાણામાં નારીગેનિન નામનું ફ્લેવોનોઇડ હોય છે. જે લોહીમાં લીપીડ સ્તરને ઓછું કરવાનું કામ કરે છે. તેમાં આવેલા એન્ટીઓક્સીડેંટ ગુણ હોય છે. જેના કારણે દર્દીનું વધેલું કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે. માટે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મેથીના દાણા ખુબ જ ઉપયોગી છે.
મેથી હાડકા માટે ખુબ જ ઉપયોગી છે. ઘણા સાંધાના દુખાવાથી ઘણા લોકો પરેશાન હોય છે. જો તમે સાંધાના દુખાવાથી ત્રાસી ગયા હો, ઓપરેશન કરાવ્યા પછી પણ ફાયદો ન થયો હોય તો આ પ્રયોગ કરવાથી ફાયદો થાય છે. આ સરળ ઉપચાર કરવાથી સાંધાના દુખાવામાંથી રાહત મેળવી શકાય છે. આ સાંધાના દુખાવાનો રામબાણ ઈલાજ છે.
સાથે આ મેથીમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ હોવાથી હાડકા પણ મજબુત બને છે. આ હાડકાને મજબુત બનાવીને સાંધાના દુખાવાને રોકી શકાય છે. હાડકાને મજબુત કરવા માટે આ મેથીનો પ્રયોગ અમે અહિયાં જણાવી રહ્યા છીએ.
સાંધાના દુખાવામાં મેધીદાણા ખાવાથી પણ આરામ મળે છે. આ મેથી દાણાનો પેસ્ટ બનાવીને જે જગ્યાએ દુખાવો હોય ત્યાં આ પેસ્ટને બાંધી દેવાથી સાંધાનો દુખાવો મટે છે.
આ સાથે જ ઘણા લોકોને શરીરમાં વજન વધી જવાની સમસ્યાઓ પણ જોવા મળતી હોય છે. આ વજન વધી જવાની સમસ્યાને દુર કરવામાં મેથી ખુબ જ ઉપયોગી છે. આ સમસ્યાને મેદસ્વિતા કહેવામાં આવે છે.
શરીરમાં વજન વધી સમસ્યાને દુર કરવામાં મેથીનો ઉપયોગ કરી શકાય છે. મોટા ભાગના લોકોમાં આ સમસ્યા જોવા મળતી હોય છે. આ મેદસ્વીતા આવવાનું મુખ્ય કારણ આપણી જીવન શૈલી છે. જે લોકોનું બેઠાડું જીવન છે. ખાન પાનમાં બદલાવ છે. જયારે આધુનિક વાહન સુવિધાથી ચાલવાની પણ કસરત થતી નથી, જેના લીધે શરીરમાં વધારાનો ખોરાક શરીરમાં ચરબીમાં સંગ્રહ થાય છે, તે ઓગળી શકતો નથી.
આ વજન ઉતારવા માટે સુકી મેથી લેવી. આ પ્રયોગમાં દરરોજ રાત્રે સુવાના 30 મિનીટ પહેલા 50 મેથીદાણા લેવા. આ મેથીદાણાને એક સાથે દાંત વડે ચાવી જવા. આ દાણાને ચાવી લીધા બાદ ગળામાં ઉતારી જવા. બાદમાં એક ગ્લાસ પાણી લઈને આ પાણીને પી જવું. આ પાણી તમે સામાન્ય કે ગરમ પણ પી શકો છો.
આ પ્રયોગ કરતા રહેવાથી ચરબી ધીરે ધીરે ઓગળવા લાગશે. આ પ્રયોગથી શરીરમાં 50 દિવસમાં ખુબ જ વજનમાં ઘટાડો થયેલો જોવા મળે છે. આ મેથી ખાવાથી શરીરમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે. આ પ્રયોગમાં કોઈ પણ પ્રકારની પરેજી પાળવાની પણ જરૂરિયાત રહેતી નથી. આ પ્રયોગ 50 દિવસ સુધી કરવો. આ પ્રયોગ સતત કરતા રહેવાથી ધીરે ધીરે તમારું વજન ઘટવા લાગશે.
જે લોકોને રાત્રે ક્બજીયાતની સમસ્યા રહેતી હોય, તે લોકોએ રાત્રે સુતા પહેલા મેથીનો પાવડર ખાઈ જવો અને ઉપરથી હલકુ ગરમ પાણી પીવું. આ પ્રયોગ સતત 15 દિવસ સુધી કરવાથી કબજીયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.
જે લોકોને ગેસ વાયુ અને એસીડીટીની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ અડધી ચમચી શેકેલી મેથીનો પાવડર અને તેમાં સાકર અને દૂધ નાખીને પીવાથી એસીડીટીમાં ખુબ જ રાહત થાય છે. પેટના દુખાવામાં શેકેલી મેથીનો પાવડર લઈ અને ઉપરથી પાણી પીવાથી પેટના દુખાવામાં રાહત થાય છે.
મેથી વાયુ, કફ, સંધિવા, કમરનો દુખાવો, કળતર, પેટના કૃમિ, શુળ, કબજીયાત, તાવ વગેરે મટાડે છે. મેથીનો એક ચમચી ભૂકો પાણીમાં ઉકાળી સવાર સાંજ પીવાથી પગની પાની, એડી, ગોઠણ, કમર કે સાંધાનો દુખાવો, મંદ જ્વર, અરુચિ, મંદાગ્નિ, પેટનો વાયુ, ડાયાબીટીસ અને કબજીયાત મટે છે.
એક ચમચી મેથીનું ચૂર્ણ, એક ચમચી ઘી અને સોપારી જેટલો ગોળ સવારે ને સાંજે ખુબ જ ચાવીને ખાવાથી શ્વેત પ્રદર મટે છે. આ મેથીમાં ઘણા બધા મિનરલ, વિટામીન અને પોષક તત્વો રહેલા છે. જેના લીધે રોગ પ્રતિકારક શક્તિ વધે છે, પાચન શક્તિ વધે છે. સાથે ગેસ અને વાયુ જેવા રોગોનું પણ શમન થાય છે. મેથી ખાવાથી કબજીયાતની સમસ્યા પણ જડમૂળમાંથી નાબુદ થશે. મેથી ખાવાથી પાચન શક્તિ વધે છે. આ પ્રયોગથી કોલેસ્ટ્રોલ મેથીનું નિયમિત સેવન કરવાથી ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ, હાર્ટ અને લોહીને લીધે થતી બીમારીઓ અટકે છે.
મેથી કીડનીના સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. મેથીના દાણામાં પોલીફેનોલીક ફેલેવોનોઇડ મળી આવે છે. જે કીડનીને બહેતર રીતે કામ કરવામાં મદદ કરે છે. સાથે કે કીડનીની આસપાસ એક રક્ષા કવચનું નિર્માણ કરે છે, જેનાથી કોષ નાશ પામતા બચી શકે છે. માટે કીડનીને ખરાબ થતી રોકવી કે ફેલ થતી રોકવી હોય તો મેથીના દાણાનું સેવન કરવું જોઈએ.
આમ, મેથી આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી દાણા છે. જેના સેવનથી શરીરમાં કોઈ વધારાની આડઅસર વગર જ અનેક ફાયદાઓ થાય છે. મેથીમાં રહેલા અનેક પોષકતત્વો શરીરમાં ખુબ જ સારી રીતે ફાયદો કરીને અનેક રોગોને મટાડવામાં ઉપયોગી થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.