આ સમસ્યા બધા જ લોકોને થતી સમસ્યા છે. આ સમસ્યાનો અનુભવ તો બધા જ લોકોને થયો જ હોય છે. આમ તો આ સમસ્યા સામાન્ય છે. પરંતુ તેની પીડા ઘણી કષ્ટદાયક હોય છે. આ સમસ્યા જયારે અન્ય સમસ્યા કે બીમારી હોય તેની સાથે આવે છે. આ સમસ્યાનો ઘણી વખત વધારે સમસ્યા પણ ઉભી કરે છે.
માથાનો દુખાવો થાય ત્યારે બેચેની થાય, અકળામણ થાય, સૂતા પણ ઘણી વખત ન રહી શકાય એટલો તીવ્ર માથાનો દુખાવો થાય. માથાનો જે દુખાવો થાય છે મુખ્યત્વે કપાળમાં દુખાવો થાય છે. માથામાં બંને બાજુ કાન ઉપર દુખાવો થાય. માથાનું જે તાળવું કે ખોપરી છે ત્યાં દુખાવો થાય છે. આખા માથામાં ગમે ત્યાં દુખાવો થઈ શકે છે. પરંતુ મોટા ભાગે કપાળની સાઈડ અને કાન ઉપર દુખાવો થઈ શકે છે.
માથાનો દુખાવો શા કારણે થાય છે તેનું ચોક્કસ કારણ તમારે જાણવું જોઈએ. ત્યારબાદ તેનો ઉપાય કરો તો તેનું સચોટ પરિણામ મળે છે. દુખાવો દૂર થઈ જાય છે, દુખાવો મટી જાય છે. પરંતુ જાણ્યા વગર સીધા માથાના દુખાવાની દવા લેવામાં આવે કે ટેબ્લેટ લેવામાં આવે તેમજ કોઈ ઉપાય કરી લેવામાં આવે તો તેનું ચોક્કસ પરિણામ નથી મળતું અને જેના લીધે માથાનો દુઃખાવો મટતો નથી.
માથાનો દુખાવો થવાના ઘણા બધા કારણો હોય છે. કારણ કે ઘણી વખત પેટમાં ગેસ થતો હોય, પિત્તની સમસ્યા હોય તો તેને લીધે પણ માથું દુખે છે. ખોરાકનો અપચો થાય, પેટમાં ગરબડી થાય, ગેસ થાય કે વાયુ થાય, એસીડીટી થાય. તેના લીધે પણ માથાનો દુખાવો થઈ શકે છે. આ સિવાય ઘણા લોકોને આધાશીશીની સમસ્યા હોય, જેમાં વધારે થાક હોય, બેચેની હોય, ઉજાગરો હોય, કોઈ વ્યસનને લીધે પણ માથાનો દુખાવો થતો હોય, માનસિક ટેન્શનને લીધે પણ માથાનો દુખાવો થાય છે. માનસિક થાક મુખ્ય કારણ હોય શકે.
જો તમને ગેસની લીધે માથાનો દુખાવો થતો હોય તો તમારે સમજી જાવું કે જમ્યા બાદ તમારા પેટમાં કોઈ ગરબડ થાય છે અથવા ખાધા બાદ તમને ગેસ થવાની સમસ્યા છે અને માથાનો દુખાવો થવાની સમસ્યા છે. તો સમજી જવું કે તમને ગેસને કારણે માથાનો દુખાવો થાય છે. જો તમને આ રીતે માથું દુખતું હોય તો તેનો સરસ ઉપાય અને સચોટ ઉપાય છે. તેમાં તમારે પાંચ ચમચી જીરું લેવું. પાંચ ચમચી અજમો લેવો અને અડધી ચમચી સંચળ લેવું. આ બધી જ વસ્તુઓ મિક્સરમાં નાખીને પાવડર બનાવી લેવો. અને આ પાવડરનું સેવન કરવું. જમ્યાબાદ 45 મિનીટ પછી આ પાવડર એક ગ્લાસ હુંફાળા પાણીમાં અડધી ચમચી પાવડર નાખીને પી જવું. આ રીતે કરવાથી જો તમને ગેસને લીધે માથાનો દુખાવો થતો હોય તો 100 ટકા મટી જાય છે.
આ સિવાય તમને કોઈ માનસિક ટ્રેસ, માનસિક થાક કે કોઈ માનસિક ટેન્શનના લીધે પણ માથાનો દુખાવો થતો હોય છે. ઘણી વખત ઉજાગરાને લીધે પણ માથાનો દુખાવો થતો હોય અને આવા કારણોને લીધે જો માથાનો દુખાવો થતો હોય તો અને જો તમને કોઈ ગેસ ન હોય, અપચો ન હોય, પેટની કોઈ સમસ્યા ન હોય અને માથાનો દુખાવો થાય છે તો તેના માટે આ દુખાવાને મટાડવા પણ ઘરેલું અને આયુર્વેદિક ઉપચાર કરી શકાય છે.
આ ઉપાય માટે ફુદીનાના પાન લેવા. તમારે 10 થી 15 ફુદીનાના પાન લઈ તેને વાટીને તેની ચટણી બનાવી લેવી. બરાબર ચટણી બનીને પેસ્ટ જેવી ચટણી બની જાય એટલે તેને તમારા કપાળ ઉપર જ્યાં પણ માથાનો દુખાવો થાય છે ત્યાં આ ચટણી લગાવી દેવી. આ પછી ઉપર પાટો બાંધીને તમારે થોડીવાર માટે સુઈ જવું. આ રીતે કરવાથી માત્ર થોડાક જ સમયમાં માથાનો દુખાવો મટી જશે. આ સિવાય આ ઈલાજ માટે પાંચથી સાત લવિંગ લેવા.
લવિંગને ખાંડી અને ભૂક્કો કરી નાખવો. આ લવિંગના ભૂકાને એક રૂમાલમાં બાંધી પોટલી જેવું કરી અને તેને સુંઘવું. આને માત્ર થોડીક વાર 5 થી 10 મિનીટ સુધી સુંઘવું એટલે માથાનો દુખાવો ઓછો થવા લાગશે. લવિંગમાં રહેલા અઢળક પોષક તત્વો ફાઈબર, મેંગેનીઝ, મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા તત્વો હોય છે જેના લીધે તે માથાના દુખાવાને ખુબ સારી રીતે મટાડી શકે છે. અને તેનું ટૂંક જ સમયમાં સારું પરિણામ મળે છે.
આ સિવાય જે લોકોને આધાશીશીની સમસ્યા હોય ત્યારે એ લોકોએ ખાસ યાદ રાખવું જોઈએ કે ફુદીનાના પાન અને લવિંગનો ઉપાય કરવો જોઈએ. આ સિવાય તમે રાત્રે જયારે સૂવો ત્યારે તમારે દેશી ગાયના ઘીથી નસ્ય કર્મ કરવું જોઈએ. આ પદ્ધતિમાં તમે રાત્રે સૂવા માટે જાવ છો ત્યારે દેશી ગાયનું ઘી લઈને તેને સહેજ હુંફાળું કરી અને બંને નાકમાં બે-બે ટીપા નાખીને તમારે માથું નીચું રાખી ઓશિકા વગર તમારે સૂઈ જવું.
આ નસ્ય કર્મ કરવાથી માથાનો દુખાવો ગમે તેવો હોય તો દૂર થઈ જાય છે. વર્ષો જૂની આધાશીશીની સમસ્યા હોય તો પણ નસ્ય કર્મ ગાયના ઘીથી કરવાથી દૂર થઈ જાય છે. જે લોકોને માથાના દુખાવાની સમસ્યા હોય, ગમે તે રીતે માથાનો દુખાવો થતો હોય, કોઇપણ કારણસર ગેસને લીધે, સ્ટ્રેસ થાકને લીધે હોય, માનસિક તણાવને લીધે હોય કે આધાશીશી હોય તો આ ઉપરોક્ત ત્રણેય સમસ્યાને લીધે માથાનો દુખાવો થતો હોય તો મટી જાય છે.
આમ, માથાના દુખાવાની તકલીફમાં આ ખુબ જ ઉપયોગી ઉપચાર છે. આ ત્રણેય ઉપચાર કરીને અલગ અલગ સમસ્યાથી થતા માથાના દુખાવાને મટાડી શકાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે આ રીતે માથામાં થતો દુખાવો મટાડી શકો.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.