આપણો ભારત દેશ ધર્મ અને સંસ્કૃતિનો દેશ છે. આપણા દેશમાં અનેક દેવી અને દેવતાઓના પૂજન થાય છે, અને તેમને રીઝવવા માટે જાત જાતની માનતાઓ રાખવામાં આવે છે. જયારે લોકો પોતાની મનોકામનાઓ પૂરી થતા જ શ્રદ્ધાભાવથી માનતાઓ પૂરી કરે છે. માનતાનો લોકો અલગ વસ્તુનોની બાધાઓ લેતા હય છે એ કોઈ વસ્તુઓ ચડાવવાની માનતા રાખતા હોય છે. આવામાં અમુક શ્રદ્ધાના કેન્દ્રો એવા હોય છે કે જ્યાં એવી વસ્તુઓ ચડાવવામાં આવે છે કે આપણા માન્યામાં પણ આવે કે આપણે જાણીએ આશ્વર્યચકિત થઈ જઈએ.
આવું જ એક આસ્થાનું કેન્દ્ર ગુજરાતમાં છે જ્યાં શ્રીફળ, લાફ્સી, ખીર, છત્તર નહિ પરંતુ પાણીની બોટલો ચડાવવામાં આવે છે. આ સ્થળ પર લોકો હજારોની સંખ્યામાં બોટલો અને પાઉચ ચડવામાં આવી રહ્યા છે. આ સ્થળ ગુજરાતમાં મહેસાણા જીલ્લામાં આવેલું છે અને મોઢેરા નજીક છે. જ્યાં હાઈવે પર એક નાનકડી દેરી આવેલી છે, લોકો ગાડીઓ ભરીને આ જગ્યા પર પાઉચ ચડાવે છે.
આ પાણીની બોટલો પાછળ એક ઘટનાની કહાની રહેલી છે. જેના લીધે આ જગ્યા પર પાણી ચડાવવાથી મનોકામના પૂરી થઈ જાય છે. આ ઘટનાની કહાની અકસ્માતની સત્ય ઘટના છે. આ જગ્યા પર 8 વર્ષ પહેલા મોઢેરા નજીક એક આવેલા મણીનગર ગામથી થોડા જ અંતરે એક ફાર્મ હાઉસ આવેલું છે. આ જગ્યા પર એક ગંભીર અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં 2 બાળકો સહિત 6 લોકોના મૃત્યુ થયા હતા. આ અકસ્માતનો ભોગ બની રહેલા બે બાળકોને તરસ લાગી હતી અને તેથી તેઓ પાણી માટે બુમો પાડી રહ્યા હતા. પરંતુ ત્યારબાદ આ બાળકોના પણ મોત થયા હતા. જેના લીધે લોકો આ જગ્યા પર બાળકોને તરસ છીપાવવાની શ્રદ્ધાથી માનતા રાખીને પાણી ચડાવે છે.
આ સત્ય ઘટનાની હકીકત છે કે આ જગ્યા પર 21 મે 2013 ના દિવસે સવારના 9 વાગ્યે આ જગ્યા પર રીક્ષા અને ગાડી વચ્ચે અક્સ્માત થયો હતો. આ સમયે ઓટો રીક્ષામાં બેસેલા 9 વ્યક્તિઓ લગ્નના પ્રસંગે જઈ રહ્યા હતા. જેમાંથી 6 લોકોના મૃત્યુ થયા હતા. આ જગ્યા પર અકસ્માત પછી આ સ્થળ શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. આ ઘટનાને અમુક લોકોએ નરી આંખે જોઈ હતી.
આ ઘટનાને ત્યાં ફાર્મ હાઉસની ચોકી કરતા મેતુભા સોલંકી નામના વ્યક્તિએ આ ઘટનાને નજરે જોઈ હતી. તેઓ એ જણાવ્યું હતું કે આ અકસ્માત સમયે હું ત્યાં હાજર હતો અને જોત જોતામાં અકસ્માત બની ગયો હતો. આ અકસ્માતમાં ભોગ બનેલા અને રીક્ષામાં રહેલા લોકોને મેં જ બહાર કાઢ્યા હતા. આ સમયે બે નાના 10 વર્ષના બાળકો પણ હતા તે અક્સ્માત બાદ પાણી માટે તરસી રહ્યા હતા અને બાદમાં તેમના મોત થયા હતા. આ સમય બાદ લોકો બાળકોને દેવ સમજીને પૂજા કરે છે અને બાધાઓ અને માનતાઓ રાખે છે.
આ માનતા રાખતા જ જેમની માનતા પૂરી થાય તે લોકો ગાડીઓ ભરીને પાઉચ અને બોટલો ચડાવી જાય છે. આ સમયે લોકો પાણી ચડાવેલી બોટલની પ્રસાદી પણ લે છે. આ જગ્યા પર શ્રધ્ધા રાખવાથી લોકોની મનોકામના પૂરી થાય છે અને ધાર્યા કામ થાય છે. આ જગ્યા પર લોકો પથરી, એપેન્ડીક્સ તથા અન્ય રોગથી પીડાતા લોકો માનતા રાખે છે. જે લોકો અનેક દવાખાના અને હોસ્પિટલોના ધક્કા ખાઈને થાક્યા હોય તે અહિયાં માનતા રાખતા તેનું કામ થઈ જાય છે.
આ જગ્યા પર ઘણા જીલ્લાઓમાંથી અને દૂર દૂરના ગામડાઓમાંથી પણ લોકો આવે છે. ઘણા લોકોએ ખેતરમાં અનેક બોર પડાવ્યા હોય પરંતુ બધામાં ખારું પાણી જ નીકળે છે ત્યારે લોકો આ જગ્યાની માનતા રાખે છે ત્યારે તેમના બોરમાં મીઠું પાણી નીકળે છે. ત્યારે આ લોકો પ્રથમ પાણી ટેન્કર ભરીને આ જગ્યા પર ચડાવી જાય છે. ઘણા લોકોને બાધા રાખતા અહિયાં પાણીના ટેન્કરો ચડાવી ગયા છે તેવું આ દેરીની પૂજા કરતા લોકોએ જણાવ્યું છે.
અત્યારે ચાલી રહેલી મહામારીમાં લાખો લોકો મોતના મુખમાં ધકેલાય ગયા છે જયારે ઘણા લોકોને આ સમયે પણ આ જગ્યા પર પાણી ચડાવવાની માનતાઓ રાખી હતી અને તેઓ રોગમાંથી રીકવર થતા આ સ્થળ પર શ્રધ્ધાથી પોતાની માનતા પૂરી થતા પાણીની બોટલો અને પાઉચ ચડાવી ગયા છે.
આમ, આપણા દેશમાં જો શ્રદ્ધાથી કોઇપણ દેવ અને દેવતા કે પૂર્વજોની માનતા રાખવામાં આવે તો લોકોના કાર્ય અવશ્ય પુરા થાય છે. તેથી જ આ જગ્યા પર માનતા રાખતા જ લોકોના કાર્ય પૂર્ણ થાય છે. અમે આશા રાખીએ કે મહેસાણા અને પાટણની નજીક આવેલા મોઢેરા નજીક આવેલા મણીનગર ગામની નજીક આવેલું આ સ્થળ અલગ રીતે પાણી ચડાવવાનું કદાચ વિશ્વનું એકમાત્ર સ્થળ હશે કે જ્યાં લોકોની માનતા પૂરી થાય છે.