પેટના રોગોમાં લોકો સામાન્ય રીતે લાંબા સમય સુધી આ સમસ્યાથી પરેશાન રહ્યા કરે છે. દિવસે દિવસે ડોક્ટર અને દવાઓ બદલ્યા કરે છે. વિવિધ પ્રકારના પરીક્ષણ કરાવ્યા કરે છે. પરંતુ જેનાથી સમસ્યામાં કોઈ વધારે સુધારો જોવા મળતો નથી. આ સમસ્યા દરેક વ્યક્તિઓને થઈ શકે તેવી સમસ્યા છે.
આ સમસ્યાનથી લોકો તેના મૂળ કારણને જાણ્યા વગર ઈલાજ કરાવ્યા કરે છે જેના લીધે લાંબા સમય સુધી આ સમસ્યાથી છુટકારો મેળવી શકતા નથી. આ સમસ્યાનું મૂળ કારણ શરીરના બધા જ રોગ મંદ અગ્નિથી થાય છે. શરીરને ભૂખ લગાડનારી જે અગ્નિ હોય તેની તીવ્રતા જ્યારે મંદ પડે છે ત્યારે રોગ ઉત્પન્ન થાય છે.
આ ભૂખ લગાડનારી અગ્નિ મંદ પડવાનું કારણ વધારે માત્રામાં પાણી પીવું, માત્રાથી વધારે કે ઓછું ભોજન કરવું. અનિયમિત સમયે ભોજન કરવું અ બધા કારણોથી આપણા શરીરની અગ્નિ મંદ પડે છે. મંદ અગ્નિને કારણે ભૂખ પણ લાગતી નથી. ઘણા લોકો પોતાના વ્યવસાય અને અન્ય કારણોથી ભૂખ વગર પણ ભોજન કર્યા કરે છે. આવી રીતે ખાધેલા ભોજનનું યોગ્ય રીતે પાચન થતું નથી. ત્યાં જ વધારે સમય સુધી રોકાઈ જાય છે અને સડયા કરે છે. આવો સડેલો રોગ ઉદરરોગને ઉત્પન્ન કરે છે.
વ્યક્તિને ખાધેલું ભોજન બરાબર પચતું નથી તો એ બધા જ ઉદર રોગોનું કારણ બને છે. દોષ ઉત્પન્ન કરનારા ભોજનના સેવનથી ઉદર રોગ થાય છે. કુતરા જેવા પ્રાણીની દ્રષ્ટિ જે પર પડી હોય, જેમાં ધૂળ, વાળ જેવી અશુધ્ધિઓ હોય, કોઈ ભૂખ્યા વ્યક્તિની દ્રષ્ટી જેના પર પડી હોય એવું ભોજન લેવાના કારણથી પણ અગ્નિ મંદ થઇ જાય છે.
મળનો ત્યાગ યોગ્ય સમય મર્યાદામાં ન થવાથી પણ અગ્નિ મંદ પડે છે. ચાવ્યા વગરનું ભોજન કરવાથી, અતિ શીઘ્રતાથી ભોજન કરવું, વિરુદ્ધ ભોજન કરવું જેવા અનેક કારણોથી શરીરમાં મળ વિસર્જન કરનારી અપાન વાયુની ગતિ અવરોધાય છે. જેમાં અડચણ આવે છે અને મળનો સંચય વધારે પ્રમાણમાં થયા કરે છે જે અંતે ઉદરરોગનું કારણ બને છે. જેનો નિષ્કર્ષ એ છે કે તમારા પેટની કોઈ પણ સમસ્યાનું મૂળ કારણ મંદ અગ્નિ છે.
તેનો ઉપાય અમે અહિયાં બતાવી રહ્યા છીએ કે જેનું મૂળ કારણ મંદ અગ્નિ છે તો અગ્નિને તેજ કરવી એ શ્રેષ્ઠ ઉપાય છે. અગ્નિને તેજ કરવા માટે 9 દિવસ સુધી દિવસ ભર દર બે કલાક પછી જયારે પણ ઈચ્છા હોય, જેટલી ઈચ્છા હોય એટલી માત્રામાં છાશ પીવી.
આ છાશમાં પ્રથમ ત્રણ દિવસ સુધી અલગ અલગ વસ્તુઓ ભેળવીને છાશ પીવી. પહેલા દિવસે દેશી ગાયની છાશ પીવી. ઈચ્છા અનુસાર યોગ્ય માત્રામાં પીવી. તેમાં લીંડી પીપર અને સીંધવ મીઠું સ્વાદ અનુસાર નાખવું.
બીજા દિવસે છાશમા દેશી સાકર અને કાળા મરી ભેળવીને પીવા. ત્રીજા દિવસે છાશમાં અજમા, જીરું, સુંઠ, કાળા મરી અને લીંડી પીપર ભેળવીને પીવી. ચોથા દિવસે આ ત્રણેય પ્રકારની બનાવેલી છાશમાંથી જે પણ સ્વાદ સારો લાગ્યો હોય, તે છાશ ચોથા દિવસથી લઈને નવ દિવસ સુધી પીવી. આ સિવાય પહેલા ત્રણ દિવસ વાળો પ્રયોગ ફરીવાર પણ કરી શકાય છે.
છાશ સિવાય ભોજનમાં 9 દિવસ સુધી માત્ર છાશ દર બે કલાક કલાક પછી જયારે પણ ઈચ્છા થાય, જેટલી ઈચ્છા થાય એટલી માત્રામાં પીવી. આ સિવાય અન્ય કોઈ વસ્તુ ન લેવી. આ બધી જ વસ્તુઓ દેશી ઓસડીયા વાળાની દુકાનેથી, સ્થાનિક પંચારીની દુકાનેથી તેમજ કરીયાણા વાળાની દુકાનેથી મળી જશે. આ સિવાય ઓનલાઈન પણ તમે મંગાવી શકો છો.
છાશ બનાવવા માટે દેશી ગાયનું દૂધ લેવું, જેમાં છાશના થોડા ટીપા નાખીને દહીં બનાવવું, અમુક કલાકો સુધી રહેવા દેવાથી તેમાંથી દહીં બની જશે. આ દહીંમાં અડધું પાણી ભેળવવું. આ પછી તેને વલોણાં વડે વલોવીને છાશ બનાવવી. તેમાંથી માખણ કાઢી લેવું. બાકી જે વધી હોય એવી છાશનો જ ઉપયોગ કરવો.
જો તમે 9 દિવસ સુધી આ ઉપાય કરશો તો ઉદર રોગથી મુક્ત કરાવનારી સ્વસંચાલિત સ્વરક્ષણ ક્રિયા કાર્યરત થઇ જાય છે અને તમે જીવનભર સંપૂર્ણ સ્વસ્થ રહી શકો છો. આ એક સામાન્ય ઉપાય છે પરંતુ તેની અસર બધા જ પેટના રોગોને ઠીક કરવામાં ઉપયોગી થાય છે. જો કે ભૂખ્યા રહેવાનો પ્રયોગ ઘણા લોકો માટે અઘરો છે. પરંતુ તેનું પરિણામ ગંભીરમાં ગંભીર પેટના રોગોને દૂર કરવાથી ક્ષમતા ધરાવે છે.
વ્યક્તિઓને પેટના ઘણા બધા રોગો અવાનવાર થતા હોય છે. જેમાં કબજીયાત, ઝાડા, મરડો, ગેસ થવો, અપચો, અરુચિ, પેટ ફૂલી જવું, પેટમાંથી તે રોગો લોહીમાં પ્રવેશીને હરસ, મસા, ભગંદર, ચામડીના રોગો વગેરેમાં પરીણમે છે.
આ રોગોનો પ્રકોપ વધે તો તે દાંતનો પાયોરિયા રોગ, દાંતના પેઢાં ચડવા, સાંધામાં સોજા આવવા, સાંધામાં દુખાવો થવો એવી, કેન્સર, ગાંઠો જેવી ઘણી બધી બીમારીઓનું મૂળ પણ બને છે. આ બધા જ રોગોનું મૂળ મોટે ભાગે પેટ અને પાચન તંત્રના રોગોથી થાય છે. માટે પાચન તંત્ર અને ઉદર રોગોને ઠીક કરવા જરૂરી છે.
આમ, જો તમને ઉદરના રોગ વારંવાર થતા હોય, ખાસ કરીન ચોમાંચાની ઋતુમાં પાચન તંત્રમાં આપણા શરીરમાં મંદાગ્ની હોય છે. જેના લીધે આવા બધા રોગ થયા કરે છે. ત્યારે તમે આ ઉપાય કરીને આ રોગને ઠીક કરી શકો છો. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.