અત્યારે જે દુનિયા પર કોરોનાની મહામારી આવેલી છે, જેના લીધે સમગ્ર દુનિયામાં અનેક મુશ્કેલીઓ સર્જાણી છે. ઘણા લોકોએ પોતાના સ્વજનો ખોયા છે. કોરોનાના ઘણા સમય પછી ઘણી વેક્સીનો પણ આવી છે. જેમાં દરેક દેશોમાં વેક્સીનેશન ચાલી રહ્યું છે કે જેથી કરીને આ માહામારી સામે રક્ષણ મેળવી શકાય. પરંતુ કોરોનાની એક પછી લહેરો આવતી જાય છે, જેમાં દરેક લહેરમાં કોરોનાનો પ્રકોપ વધતો જાય છે.
અત્યારે દુનિયામાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઈ છે અને ભારતના પણ ઘણા રાજ્યોમાં ધીમે ધીમે કેસ વધતા જાય છે. જેમાં મોટા પાયે લોકોને અસર થવાની સંભાવના રહેલી છે. જેમાં ડેલ્ટા વેરિયન્ટ આવશે જે ખુબ જ નુકશાન કરશે. આ લહેર એટલી ભયાનક હશે કે જેમાં બાળકો સૌથી વધુ ભોગ બનશે. આવી સંભાવનાઓથી ઘણા લોકો મુંજાવા લાગ્યા છે. પરંતુ આપણા આયુર્વેદમાં બતાવેલી પદ્ધતિ પ્રમાણે અનુસરવાથી આ લહેરથી બચી શકાય છે.
આ માટે તેનો ઉપાય કરવાની જરૂર છે. આપણા દેશમાં પહેલી લહેર આવી તેમાં કોઈ વધારે નુકશાન નહોતું થયું. લોકો સાવ આ કોરોનાથી સામાન્ય થઈ ગયા હતા, જેના લીધે બીજી લહેરમાં લોકોએ કોઈ ગંભીરતા ન લીધી. જેના લીધે ખુબ જ વધારે પ્રમાણમાં લોકો અસરગ્રસ્ત બન્યા. માટે હવે ત્રીજી લહેર આવે તે પહેલા સાવધ થઇ જવું જોઈએ. ત્રીજી લહેર સામેં લડવાની આપણે તૈયારીઓ અત્યારથી જ ચાલુ કરી દેવી જોઈએ.
ઘણા લોકો કોરોના થયા પછી ઇમ્યુનિટી વધારવાના, રોગ પ્રતિકારક શક્તિ વધારવાની દવાઓ લેતા હોય છે. પરંતુ રોગ થયા પછી દવા લેવાથી તાત્કાલિક ફાયદો થઈ શકતો નથી. જ્યાં સુધીમાં આ દવા અસર કરે એ પહેલા તો આપણા શરીરમાં આ વાયરસનો પ્રકોપ એટલો બધો વધી ગયો હોય છે કે જે આ દવા લેવાથી તેની કોઈ અસર ન થઈ શકે.
કોરોનાની એક માત્ર દવા છે રોગ પ્રતિકારક શક્તિ. જો તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી હશે તો કોઈ દવાથી કોરોના મટાડવો મુશ્કેલ બની જાય છે. હાલના સમયે જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હતી જેને કોરોનામાંથી બચવા માટે સ્ટીરોઇડ, રેમડેસીવીર આપ્યા જેનાથી મ્યુકોરમાઈકોસીસ બ્લેક ફંગસ થયા. લોકોને આંખ, દાંત વગેરેમાં ખુબ જ નુકશાની થઈ. જેના લીધે ઘણા લોકોને આંખો કાઢી નાખવામાં આવી, ઝડબા અને દાંત કાઢી નાખવામાં આવ્યા. માટે હવે ત્રીજી લહેર આવે એ પહેલા જ રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ઉપાયો શરૂ કરી દેવા.
આ માટે અમે અહીંયા ઈમ્યુનીટી વધારવાની સાવ સરળ, સસ્તી અને સહેલાઈથી મળી રહે તેમજ ખુબ જ વધારે પ્રમાણમાં ઈમ્યુનીટી બુસ્ટર એવી દવા વિશે જણાવી રહ્યા છીએ. તમે જો અત્યારથી જ આ દવા ચાલુ કરી દેશો તો બે મહિના પછી જો ત્રીજી લહેર આવશે જેમાં તમારું શરીર કોરોના સામે લડી શકે એટલું મજબુત બની જશે.
આ દવામાં આયુર્વેદમાં ખુબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે, જેના ભરપેટ વખાણ કરવામાં આવ્યા છે. આ દવાને લીધે શ્યવન ઋષીએ ઘડપણમાં પોતાની યુવાની પાછી મેળવી હતી એવી ખુબ જ ગુણકારી આ દવા છે.
આ દવા ગરીબ વ્યક્તિને પણ અનુકુળ થાય છે, તેવી દવા છે. જેનું નામ છે. ગળો, ગોખરું અને આમળા. આ બધી જ વસ્તુઓ દેશી ઓસડીયા વાળાની દુકાનેથી મળી રહે છે તેમજ તૈયાર પાવડર પણ આયુર્વેદિક સ્ટોર પર મળી શકે છે.
જો ઉપરોક્ત કાચી વસ્તુ લાવ્યા હોય તો તેને થોડા દિવસો સુધી તડકે સુકાવી દેવી. અને પછી સુકાઈ ગયા બાદ તેનો અલગ અલગ ખાંડીને પાવડર કરી લેવો. આ પાવડર થઈ ગયા બાદ તેને છાળી લેવો. જેથી વધારાનો કચરો બહાર નીકળી જાય.
આ પાવડરમાંથી 100 ગ્રામ ગળો, 100 ગ્રામ ગોખરું અને 100 ગ્રામ આમળાં. આ બધાને બરાબર મિક્સ કરી દેવા. જો તમારી પાસે મિક્સર હોય તો મિક્સરમાં નાખીને પણ મિક્સ કરી શકાય છે. આ પછી આ મિશ્રણને કોઈ ડબ્બામાં ભરી લેવું.
આ મિશ્રણના ચૂર્ણનું જો મોટી વ્યક્તિ હોય તો સવારે એક ચમચી ભૂખ્યા પેટે, સાંજે એક ચમચી લઈને ઉપરથી પાણી પી જવું. જો બાળક હોય તો બાળકને અડધી ચમચી આપવું અને ઉપરથી પાણી પીવરાવી દેવું. જો કે આ ચૂર્ણ 3 વર્ષથી નાના બાળકને ન આપવું. 3 થી 5 વર્ષનું બાળક હોય તો તેને દુધમાં એક ચપટી જેટલું આ ચૂર્ણ નાખીને આપી શકાય છે.
આ એક એવું ટોનિક છે, જેની કોઈ આડઅસર નથી. આ ચૂર્ણને આજીવન લઈ શકાય છે. પરંતુ આયુર્વેદ પ્રમાણે 90 દિવસ સુધી સતત લીધા બાદ થોડા દિવસ સુધી બંધ કરીને ફરી લેવાનું શરુ કરી શકાય છે. આ ચૂર્ણ લેવાથી ઈમ્યુનીટી પુષ્કળ પ્રમાણમાં વધે છે જેથી આ ચૂર્ણ દરરોજ લેવાનું ચાલુ રાખવું.
જો આ ચૂર્ણ લીધેલું હશે તો બે થી ત્રણ મહિના પછી ત્રીજી લહેર આવે ત્યાં સુધીમાં ત તમારી ઇમ્યુનિટી ખુબ જ વધી ગઈ હશે. તમારું શરીર કોરોના સામે લડવા સક્ષમ બની ગયું હશે. આ પછી કોઈ ડર રાખવાની જરૂર નહિ પડે.
આમ, આ ગળો, ગોખરૂ અને આમળાથી બનાવેલું ચૂર્ણ નિયમિત લેવાથી રોગ પ્રતિકારક શક્તિ ખુબ જ વધી જાય છે. જેના લીધે શરીરમાં લાગતા અનેક રોગો અટકી જાય છે. લોહીમાં શુદ્ધિ થાય, કીડની સ્વસ્થ રહે, ફેફસા પણ સ્વસ્થ રહે છે. જેના લીધે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે બીજા અનેક ફાયદાઓ પણ મળે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી છે.