હાલમાં દેશમાં નાણાકીય લેવડ દેવડ થતી હોય તેવી દરેક જગ્યાએ આધાર કાર્ડ લીનક કરવું જરૂરી છે. આ પાનકાર્ડ આપણી નાણાકીય લેવડ દેવડ સુરક્ષિત બને છે. જેમાં બેંકમાં ખાસ પાન કાર્ડ લિંક કરવું પડતું હોય છે.
પાન કાર્ડથી આવક વેરા વિભાગ પણ તમારા એકાઉન્ટ ઉપર નજર રાખી શકે છે. કહેવાય છે કે પાન કાર્ડ વિના કોઇપણ પ્રકારનો વ્યવહાર કરવો શક્ય નથી. સરકારી નિયમ અનુસાર તમારી પાસે પાન કાર્ડ હશે તો જ તમે નાણકીય વ્યવહાર કરી શકો છો.
આ માટે જો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જાય તો તમારો નાણાકીય વ્યવહાર અટવાઈ જાય છે. સરકારી નિયમનાં ભંગ બદલ તમારું પાન કાર્ડ ડીએક્ટીવ થઈ શકે છે. જેમાં બેંકના નિયમોમાં વારંવાર ફેરફાર થતો હોય તે પ્રમાણે સમય પ્રમાને જે નવા નિયમો આવે તે પ્રમાણે પાન કાર્ડ સાથે તમારે અપડેટ કરતું રહેવું જરૂરી છે.
હાલમાં જ આવેલા એક નિયમ મુજબ તમે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લીંક ન કર્યું હોય તો વહેલી તકે લિંક કરી લેવું જરૂરી છે. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા આ બાબતે હાલમાં સુચના જાહેર કરી છે. જેથી દરેક પાન કાર્ડ વાળા વ્યક્તિઓએ આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરાવવું જરૂરી છે. આ નિયમ બધા જ વ્યક્તિઓ માટે ફરજિયાત કરવામાં આવ્યો છે. જો સમયસર તમે આધારકાર્ડ સાથે પાન કાર્ડ લિંક નહી કર્યું હોય તો તમારૂ પાન કાર્ડ બંધ થઈ જશે અને તમારા બધા જ નાણાકીય વ્યવહારો બંધ પડી જશે.
આ માટે હાલમાં નવી તારીખ 30 સપ્ટેમ્બર જાહેર કરવામાં આવી છે. જો પહેલા બે વખત તારીખો જાહેર કરવામાં આવી હતી, પરંતુ મોટા ભાગના લોકોએ આ સમયે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરી શક્યા ન હતા, જેને લીધે સરકાર દ્વારા તારીખ લંબાવીને છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર રાખવામાં આવી છે.
આ સમય મર્યાદામાં જો તમે આધારકાર્ડ સાથે પાન કાર્ડ લિંક ન કર્યું હોય તો તમારે 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. માટે જે લોકોને આધાર કાર્ડ સાથે પાન કાર્ડ સાથે લીંક કરવાની હોય તેને વહેલી તકે જોઈન્ટ કરી દેવું. આ પાન કાર્ડ કરવાની લિંક કરવાની પ્રક્રિયા ઓનલાઈન છે.
જેથી મોબાઈલ ધરાવતા બધા જ લોકો ઈંટરનેટના માધ્યમથી આ પ્રક્રિયા કરી શકે છે. આ એક સરળ પ્રક્રિયા છે. આ માટે પાન કાર્ડને આધારકાર્ડ સાથે જોડવા તમારે www.incometaxindiaefiling.gov.in જઈને ફોર્મ ફરીને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો.
આ માટે તમારે થોડી માહિતી તેમાં ભરવાની રહેશે. આ માહિતીમાં આધાર કાર્ડ નંબર, પાન કાર્ડ નંબર તેમજ માંગેલી અન્ય વિગતો ભરી લેવાની રહેશે. આ વિગતો ભરીને તમે સબમિટ આપશો એટલે તમારા પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક થઈ જશે. આ રીતે તમે ઘરે આધાર કાર્ડ લિંક કરી શકો ચછો, તેમજ ભરવા પડતા ભારે દંડમાંથી પણ બચી શકો છો.
સરકારના આ વિભાગ દ્વારા હાલમાં જ આ બાબતે નવી તારીખ જાહેર કરવામાં આવી છે. જે તારીખની મર્યાદામાં તમારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું રહેશે. નહિતર તમારે 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.