HealthLifestyle

આ ઔષધી 10થી વધુ રોગો માટે છે 100% અસરકારક ઈલાજ, જાણો ઉપયોગ કરવાની રીત

કોકમ વિટામીન અને ખનીજ પદાર્થોથી ભરપૂર એક ફળ છે. આ ફળનું સેવન શરીરમાં ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વોની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે.  જો તમે તમારા શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માંગો છો તો કોકમનું  સેવન કરો. કોકમમાં વિટામીન સી અને વિટામીન ઈ ભરપુર માત્રામાં હોય છે.

કોકમ એવા ફળોમાંથી છે કે મૈંગાસ્ટીન પ્રજાતિનના છોડ સાથે જોડાયેલા છે. આ કોકમનું ફળ ભારતમાં સામાન્ય ફળની માફક જ મળી આવે છે. ખાસ તરીકે તેનો શાક અને દાળમાં ઉપયોગ થાય છે. અ સિવાય કોકમનો દુનિયાભરમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પાકેલા ફળની ઉનાળાની ઋતુમાં સરબત બનાવવામાં ઉપયોગ થાય છે.

કોકમનું વાનસ્પતિક નામ ગાર્સિનીયા ઈન્ડીકા Garcinia indica છે,  જેને સંસ્કૃતમાં વૃક્ષામ્લ અને અમ્લવૃક્ષક કહેવામાં આવે છે. જેને હિન્દીમાં કોકમ તેમજ વિન્ષાવિલ કહેવામાં આવે છે. જેને અંગ્રેજીમાં Brindonia tallow tree, Mangosteen oil tree, Wild mangosteen, Kokum butter tree કહેવામાં આવે છે. આ કોકમ ખુબ જ આયુર્વેદિક ફાયદાઓ ધરાવે છે, માટે તેના આયુર્વેદિક ફાયદાઓ ખુબ જ છે.

શરીર અને વજન ઘટાડે: કોકમ વજન ઓછું કરવાની ખુબ જ લાભકારી ઔષધિ છે. લગભગ 400 ગ્રામ કોકમના ફળને લીટર પાણીમાં નાખીને તેમાંથી ચોથા ભાગનું વધે ત્યાં સુધી ઉકાળો. આ પછી તેને ગાળી લો અને ઠંડા સ્થાન પર રાખી દો. દરરોજ સવારે આ રસને ખાલી પેટ 100 મિલીની માત્રામાં સેવન કરો. આ ઉપાય કરવાથી એક મહિનામાં વજન ઘટી જશે.

ઝાડા: કોકમ, દાડમના દાણા, હિંગ, વિડનમક, પંચમૂળ, બીલી, જીરું, ધાણા, લીંડી પીપર વગેરે દ્રવ્યો સાથે વિધિ પૂર્વક ચૂર્ણ બનાવી લો. તેનું સેવન કરવાથી ભૂખ વધે છે, તે પાચક, તાકત વધારનારું અને રોચક છે. 750 ગ્રામ કોકમના ફળમાં લગભગ 300 ગ્રામ મિશ્રી તથા 35 ગ્રામ જીરું ભેળવીને  ચૂર્ણ બનાવી લો. તેનું સેવન કરવાથી કબજિયાત મટે છે અને ભોજનની રૂચી ઉત્પન્ન થાય છે.

મરડો: કોકમના તાજા ફળને 5 થી 10 ગ્રામ ગર્ભને ખાવાથી લોહી નીકળતો મરડો મટે છે.  કોકમના  બીજના 5 મિલી કોકમ તેલને 200 મિલી દુધમાં ભેળવીને પીવાથી મરડો અને લોહી વાળો મરડો મટે છે. સુકા ફળના 2 થી ૩ ગ્રામ ચૂર્ણમાં ઘી તથા જ=કોકમ તેલ ભેળવીને ગરમ કરીને સેવન કરો. તેનાથી દર્દ અને ગેસયુક્ત મરડામાં લાભ થાય છે.

શરાબ પીવાથી થતી બીમારી: શરાબ પીનારા લોકો ઘણા લોકો ઘણા પ્રકારના રોગથી પરેશાન હોય છે, એવા લોકોને વધારે તરસ, અનિંદ્રા, ભુખની ઉણપ વગેરે સમસ્યા થવા લાગે છે. એવામાં જંગલી બોર, દાડમ, કોકમ, ચાંગેરી તથા ચુકાને મિશ્રિત રસને મોઢાની અંદર લેપના રૂપમાં લગાવવો. તેને લીધે શરાબ પીવાથી લાગતી તરસ મટે છે.

એસીડીટી: કોકમમાં પાકા ફળોનું સરબત સવારે અને સાંજે પીવાથી એસીડીટી મટે છે. કોકમને વાટીને ખાંડ ભેળવેલા પાણીમાં ઘોળીને પીવાથી પેટની એસીડીટી મટે છે. તે તરસ અને અનિંદ્રાને પણ દુર કરે છે. એસીડીટી મટાડવા માટેનો કોકમ સરળ ઉપાય છે.

લીવર સ્વાસ્થ્ય: કોકમ લીવરને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે, કારણ કે કોકમમાં એન્ટીકેન્સર ગુણ મળી આવે છે. આયુર્વેદ અનુસાર તે તે પાચક અગ્નિને વધારવામાં કાર્ય કરે છે. આ રીતે તે લીવરને સ્વસ્થ બનાવીને લીવરના રોગોને દુર રાખે છે.

લુ લાગવી: ગરમીની ઋતુમાં પીણાના રૂપમાં કોકમથી બનેલું પીણું, કોકમનું સરબત બનાવીને પીવાથી તડકો લાગતો નથી. સાથે તે સૂર્યના પારજાંબલી કિરણોથી પણ બચાવે છે. કોકમનું સરબત ખાંડ, ઠંડું પાણી, થોડું ભૂરું જીરું તેમજ ભૂરા જીરાથી અને કાળા મીઠાથી બને છે.

મગજની શક્તિ: કોકમનું સેવન ન્યુરોનલ વિકાસની ક્રિયાની મદદ કરે છે.. તેનાથી મગજ પર સકારાત્મક અસર પડે છે. સાથે તે ફ્રી રેડિકલ્સને નિષ્ક્રિય કરીને મગજના નુકશાનને થતું રોકે છે. આ રીતે તે મગજ માટે પણ ઉપયોગી છે. કોકમનું ફળ મેમરીની શક્તિ વધારે છે. સાથે તે સ્ટ્રેસને પણ દુર કરે છે.

એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સીડેન્ટના રૂપમાં પણ કોકમના ફળનું સેવન કરી શકાય છે. કોકમના ફળનું સેવન કરી શકાય છે. કોકમમાં આ બંને ગુણ મળી આવે છે. કોક્મમાં રહેલા એન્ટી ફંગલ ગુણથી અલ્સરના પ્રભાવને ઘટાડી શકાય છે. કોકમ ફળને એન્ટીઓક્સીડેન્ટના રૂપમાં ઉપયોગ કરી શકાય છે. કોકમમાં એવા તત્વો મળી આવે છે જે ફ્રી રેડિકલ્સથી બચાવે છે.

ટ્યુમર: ટ્યુમરથી બચવા માટે કોકમના ફળનું સેવન ખુબ જ ઉપયોગી છે, કોકમમાં એન્ટી ટ્યુમર ગુણ હોય છે, જે ટ્યુમરના જોખમને ઘટાડે છે. તે ચામડી પર થનારા ટ્યુમરને મટાડે છે. આમ કોકમ ટ્યુમર મટાડવા માટે પણ ઉપયોગી છે.

લોહીવાળા ઝાડા: કોકમના ફળથી બનાવવામાં આવેલી ચટણી કે દૂધ દહીંમાં ભેળવીને સેવન કરવું. તેનાથી લોહીવાળા ઝાડામાં થતો લોહીનો સ્ત્રાવ મટે છે. કોકમના બીજનું તેલ લગાવવાથી હોંઠ, હાથ તથા પગની ચામડી ફાટવાની સમસ્યા મટે છે. શીળસ જો એલર્જીના કારણે  નીકળ્યા હોય તો કોકમની છાલ કે ફળના રસથી માલીશ કરવાથી શીળસ મટી જાય છે.

ટીબી રોગ: કોકમ વગેરે દ્રવ્યોથી બનેલા શીંધવાદિ ચૂર્ણનું 1 થી ૩ ગ્રામની માત્રામાં સેવન કરવું. તેનાથી લાંબી બીમારીના કારણે થયેલી કમજોરી દુર થાય છે. તેને ખુબ જ રુચિવર્ધક હોય છે. સાથે તે શક્તિ પણ વધારે છે.

ફાટેલા હોઠો પર કોકમ લગાવાથી ખુબ જ ફાળો થાય છે. કોકમ હોઠોની રુક્ષતાને દુર કરીને હોઠોને ફાટવાનીથી રોકે છે. કારણ કે કોકમમાં સ્નિગ્ધ ગુણ હોય છે. જે હોઠોને કોમળ બનાવે છે. તણાવ: કોકમના ફળનું સેવન તણાવને દુર કરવામાં ઉપયોગી છે. પાચન માટે કોકમનો પ્રયોગ ખુબ જ ઉપયોગી છે. જેમાં આવેલા દીપનીય ગુણ પાચનને શ્રેષ્ઠ બનાવે છે.

કેન્સરના લક્ષણોને ઓછા કરવામાં ઉપયોગી છે. કારણ કે તેમાં એન્ટી કેન્સર ગુણ હોય છે. જે કેન્સરને ફેલાવાથી રોકે છે. કોકમ એક લીવર ટોનિકના રૂપમાં કાર્ય કરે છે, માટે તે લીવરનું સ્વાસ્થ્ય બનાવી રાખે છે. તે પાચન અગ્નિ વધારીને પાચન કરે છે.

આમ, કોકમ એક ખુબજ ઉપયોગી ઔષધી છે. કોકમનો ઉપયોગ આપણે ભોજનમાં કરીએ છીએ અને ઘણા લાંબા સમયથી ઉપયોગમાં લેવામાં આવતી હોવાથી તે કોઇપણ આડઅસર કરતી નથીઆશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપોગી થાય.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *