Health

દરરોજ સવારે ખાલી પેટ એક કળી કાચું લસણ ખાવાથી થાય છે અદભુત ફાયદા

લસણનો આપણે એક મલાસા તરીકે ઉપયોગ કરીએ છીએ, જેનો ખખોરાકમાં ભેળવીને ઉપયોગ થાય છે. જેમાં અમુક ખોરાકમાં તો લસણને સ્પેશીયલ ભેળવવામાં આવે છે, જેમાં સૂપ, પીઝા, ચટણી વગેરેમાં લસણનો ઉપયોગ થાય છે.

દરેક ઘરોમાં મોટાભાગે લસણનો ભોજન બનાવવામાં ઉપયોગ થાય છે. ભોજનમાં લસણને વાપરવામાં આવે છે જેના શરીરને ફાયદાઓ મળે જ છે. પરંતુ અમુક રોગોના સમયે ઈલાજ તરીકે લસણનું સેવન કરવામાં આવે તો તેનાથી ખુબ જ ફાયદો થાય છે.

લસણ શરીરને માટે ઉપયોગી છે, માટે શાક બનાવતી વખતે લસણને મરચા સાથે ભેળવીને ઉપયોગમાં લેવામાં આવે છે. જેના લીધે મરચામાં સ્વાદ ભળે છે, તેમજ ભોજન ટેસ્ટી બને છે. આપણે  ભોજનને આયુર્વેદિક રીતે ગુણકારી બનાવવા માટે ભોજનમાં નિયમિત લસણનો ઉપયોગ કરવો જોઈએ.

લસણ લોહીના પરિભ્રમણને સુધારવામાં ખુબ જ મદદરૂપ છે. આ રીતે જે લોહીના પરિભ્રમણને સુધારશે તો તેના લીધે શરીરમાં બ્લડપ્રેસરની તકલીફમાં લાભ કરે છે. જે લોહીના દબાણને નિયમિત કરવામાં ઉપયોગી છે.

લસણનો ઉપયોગ કરવાથી પેટના રોગો, ઝાડા તેમજ કબજિયાતની સમસ્યા મટાડવામાં ખુબ જ ફાયદાકારક છે. લસણની અંદર ઔષધીય ગુણ રહેલા છે, જે શરીરમાંથી રોગોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. લસણમાં એન્ટી ઓક્સીડેંટ, એન્ટીઇન્ફલેમેટરી જેવા ગુણ રહેલા છે. જેના લીધે જેનાં ભરપુર વખાણ આપણા આયુર્વેદમાં કરવામાં આવ્યા છે.

લસણના ઉપયોગથી પેટના રોગો, ઝાડા કે કબજીયાત જેવી પેટની સમસ્યાને ઠીક કરવામાં મદદ રૂપ થાય છે. આ ઈલાજ તરીકે પાણીમાં લસણને ઉકાળવું અને તેમાં લસણની કળીને નાખી દેવી. આ ગરમ પાણીમાં લસણની કળી નાખવાથી તે બફાઈ જશે. જયારે તેનો રસ આ પાણીમાં ઉતરશે. માટે આ એક આયુર્વેદિક પીણું બને છે. આ પીણાને પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળે છે.

લસણની કળી ખાવાથી પાચન સુધરે છે, જે પાચન તંત્રની પ્રક્રિયાને વેગ આપવાનું કાર્ય કરે છે. શરીરમાં રહેલા અનેક પ્રકારના પેટના રોગોને દૂર રાખવાનું કાર્ય આ લસણ દ્વારા થાય છે,  માટે લસણની કળીને ચાવી લેવાતી  ભૂખ પણ ઉઘડે છે અને પાચન પણ સારું રહે છે.

આ લસણનો ઉપયોગ માનસિક સમસ્યા સામે રક્ષણ આપવામાં પણ થાય છે. લસણ ટેન્શનને દૂર કરવાનું કાર્ય કરે છે. આપણા શરીરમાં એસીડ બને છે, જે શરીરની કાર્ય કરવાની ક્રિયાને અટકાવે છે, જેથી શરીર યોગ્ય રીતે કાર્ય કરી શકતું નથી અને તેની અસર આ નર્વસ સીસ્ટમ પર પર પડે છે જેની સીધી જ અસર મગજ પર થાય છે. આ સમયે લસણનો ઉપયોગ કરવાથી આ એસીડ બનતું અટકી કાય છે.  જેમ લસણને વધારે પ્રમાણમાં ખાવામા આવે તેમ શરીરમાં માથાનો દુખાવો અને હાયપર ટેન્શનમાં પણ રાહત આપે છે.

લસણમાં એન્ટીબેકેરીયલ અને પીડા સામે રાહત આપવાનું કાર્ય કરે છે,  આ માટે લસણની કળીને પીસીને દુખાવા વાળી જગ્યા પર લગાવી શકાય છે, જેમાં દાંતમાં દુખાવો થતો હોય તો દાંતમાં આ કળીને પીસીને ભરી દેવી. આ રીતે કળીને લગાડવાથી દુખાવો મટી જાય છે.

આપણને લાગી શકતા શ્વસન રોગોને રોકવામાં મદદ કરે છે, જે પ્રમાણે લસણનો ઉપયોગ કરવાતી શરદી, ઉધરસ, અસ્થમા, ન્યુમોનિયા, શ્વાસનળીમાં સોજો જેવી અનેકવિધ સમસ્યાને રોકવામાં આ રીતે લસણનો ઉપયોગ થાય છે.

આ જે લોકોને છાતીમાં કફ જામતો હોય, વધારે પડતો કફ રહેતો હોય તે લોકો લસણની કળીને વાટીને તેનો પેસ્ટ બનાવીને તેમાં મધ ભેળવીને દિવસ દરમિયન થોડા થોડા સમયે ચાટતા રહેતો કફ નીકળી જાય છે. છાતીમાં અને ગળામાં રહેલા કફને દૂર કરવામાં પણ તે મદદરૂપ ઉપાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *