કમરનો દુખાવો ઘણા લોકો માટે એવો દુખાવો થઈ જતો હોય છે, ઘણા લોકો ખુબ જ તેનાથી પરેશાન રહેતા હોય છે. ઘણા લોકોને આ દર્દથી ચાલવામાં પણ તકલીફ પડતી હોય છે. આ લોકોને એટલું બધો જ દુખાવો થતો હોય છે કે તેઓ હલનચલનમાં પણ તકલીફ અનુભવે છે. ઘણી બધી જ દવાઓ કરવા છતાં અ દર્દથી કાયમી છુટકારો મળતો નથી. જો કે આ દર્દનો ઈલાજ આપણા ઘરમાં જ ઉપલબ્ધ છે જેની આપણને જાણકારી જ નથી.
શરીરમાં જ્યારે વાયુ દોષ વધી જાય છે ત્યારે વાયુને લગતા ઘણા બધા રોગો થાય છે. જેમાં કમરના દુખાવાનો પણ સમાવેશ થાય છે. જે પણ એક મૂળભૂત સમસ્યા છે. આયુર્વેદમાં વાયુ દોષથી 80 પ્રકારના વાત વિકારો દર્શાવ્યા છે. વાયુદોષના લીધે મોટા ભાગના દુઃખાવા થતા હોય છે. ઘણી વખત આખો દિવસ કામ કર્યા બાદ રાત્રે થાકી જવાય છે. શરીર દુખવા લાગે છે. આ સામાન્ય સમસ્યા છે.
પરંતુ તમે રાત્રે સુઈને સવારે જાગો ત્યારે પણ એ શરીર દુખતું હોય, કમરનો દુખાવો થતો હોય અને વારંવાર આવું થતું હોય તો એ સામાન્ય નથી. આવું શરીરમાં વાયુનો પ્રકોપ વધી જવાની સમસ્યા થવાથી થાય છે. જેનાથી લીધે વધારે પરેશાની થતી હોય છે. વાયુના પ્રકોપથી કબજીયાત અને એસીડીટી જેવી સમસ્યા પણ થાય છે.
વાયુનો પ્રકોપ વધવાથી હાડકાની અંદરનો લુબ્રીકેન ઘટી જાય છે. જેના લીધે કમરના હાડકા ઘસાતા હોય છે. જેનાથી આ દુખાવો દિન પ્રતિદિન વધતો જાય છે અને જેનાથી ક્યારેક તો માંડ માંડ ચાલી શકાય છે એટલો દુખાવો થતો હોય છે.
અહિયાં અમે જે પીણું બતાવી રહ્યા છીએ જે તમારા શરીરમાં વાયુના પ્રકોપથી થયેલા કમરના દુખાવાને મટાડી શકે અને વાયુના પ્રકોપને શાંત કરે છે. જે કમરના દુખાવા વગેરેમાં સંપૂર્ણ રાહત આપશે. આ ઉપાય શરીરમાં વાયુ સંતુલન માટેનો એકદમ સરળ અને દેશી ઉપાય છે.
આ માટે કોઈ એક તપેલીમાં બે ગ્લાસ જેટલું પાણી લેવું. પાણી નાખ્યા બાદ આ તપેલીમાં અડધી ચમચી સુંઠનો પાવડર નાખવો. સુંઠ સાંધામાં ભેગા થયેલા વાયુને કાઢવા માટે ખુબ જ અકસીર છે. જેનાથી સુંઠ કમરદર્દમાં પણ ઉપયોગી છે.
આ પછી આ મિશ્રણમાં એક ચમચી એટલો અજમો નાખવો. આ માટે અજમો એક ચમચી જેટલો લેવો. અજમો શરીરમાં વાયુના રોગો દૂર કરી પેટના રોગો દૂર કરે છે. સાથે અજમો પાચન શક્તિમાં પણ ઉપયોગી છે અને આંતરડાને પણ સાફ રાખે છે. અજમો શરીરમાં વધારાની જામી ગયેલી ચરબીને પણ દૂર કરવામાં ખુબ જ મદદરૂપ થાય છે. આ માટે આ મિશ્રણમાં એક ચમચી અજમો વાપરવો.
આ પછી એક તમાલ પત્ર લઈને આ પાણીની અંદર નાખી દેવું. શરીર માટે તમાલ પત્ર ખુબ જ ઉપયોગી છે. તમાલ પત્ર વાયુને દુર કરીને પેટ એકદમ સાફ રાખે છે. તમાલ પત્ર ડાયાબીટીસ અને કોલેસ્ટ્રોલમાં પણ ઉપયોગી છે.
આ તમાલ પત્ર ઉમેર્યા નાદ આ પાણીને ધીમા તાપે ગરમ કરવું. આ પાણી અડધું બળી જાય અને અડધું જ વધે ત્યાં સુધી આને ગરમ કરવું. આમાંથી અડધું પાણી વધે ત્યારે તેને ગાળી લેવું. આ પાણીને ગાળી લેશો એટલે થોડું ઘાટું થઈ જશે.
આ ખુબ જ દેશી, સરળ અને આયુર્વેદિક ઉપાય છે. આ ઉપાય કરવાથી કમરનો દુખાવો દુર થાય છે. જો તમને આ મિશ્રણનો સ્વાદ ન ફાવે તો તેમાં દેશી ગોળ પણ ઉમેરી શકો છો. આ ઉપાય કરવાથી કમરના દુખાવાને ચોક્કસ રીતે મટાડી શકે છે. આ ઉપાય કરતા સમયે થોડી કાળજી પણ રાખવી જરૂરી છે. આ માટે બહારનું ખાવાનું બંધ કરી દેવું. આ એક ઔષધીય પીણું છે. માટે તમે તેને સવારે અને સાંજે ગમે ત્યારે લઈ શકો છો. પરંતુ આ પીણું દિવસમાં માત્ર એક જ વખત પીવું. આ પીણાને શ્રેષ્ઠ લાભ માટે થોડું ગરમ હોય ત્યારે જ પી લેવું.
આ ઘરેલું માત્ર બે ચીજોથી કમરના દુખાવાનો રામબાણ ઈલાજ કરી શકાય છે. આ ઈલાજ માટે ઘરે જ દવા બનાવી શકાય છે. આ માટે લસણની 3 કળીઓ લેવી. આ લસણની કળીઓને પથ્થરની સાફ ખારણીમાં નાખીને છુંદી નાખવી.
આ પછી થોડુક પાણી તેમા નાખવું અને ફરી ખાંડી લેવી. આ લસણને ખાંડીને થોડુ મસળી પણ લેવું. આ પછી કોઈ કાપડમાં આ પેસ્ટને નાખીને કપડાને દબાવીને લસણને ગાળીને રસ અલગ કાઢી લેવો. આ પછી લસણના અ રસને અડધા એક કપમાં નાખી દેવો.
આ પછી એક લીંબુ લઈને તેને કાપી લેવું. આ લીંબુના ફાડામાંથી લસણનો રસ કાઢીને તેને ગાળીને આ લસણના રસમાં નાખવો. આ પછી તેમાં અડધો કપ પાણી ભેળવી દેવું. તમારે કમરના દર્દને મટાડી નાખતા આ પીણાને સવારે નાસ્તા કર્યા બાદ અડધા કલાક પછી પી લેવું.
અને બીજી વખત સાંજે જમતા પહેલા એક કલાક પહેલા પી જવું. આ પીવાથી કમરના દર્દમાં તરત જ આરામ મળી જશે. શરુઆતનું કમર દર્દ એક જ દિવસમાં નાબુદ થઈ જશે. જુના અને તેજ કમર દર્દના ઈલાજ માટે આ ઈલાજને જરૂરીયાત મુજબના દિવસોમાં ઉપયોગ કરી શકો છો. આ ઘરેલું અને સૌથી ઉપયોગી નુસ્ખો છે. આ ઈલાજ લસણ અને લીંબુના મિશ્રણથી દવા જેવું જ જ્યુસ બની જાય છે એટલે કમરના દર્દમાં ફાયદો કરે છે.
આમ, આ ઉપરોક્ત બે ઉપચાર કરીને કમરના દર્દમાં તમે ખુબ જ રાહત મેળવી શકો છો. આ ઉપચાર કરવાથી કોઈ આડઅસર પણ થતી નથી અને શરીરમાં ફાયદો કરે છે. આ ઉપાય માત્ર ઘરમાં મળી રહેતી વસ્તુઓથી કરવાથી વધારાનો કોઈ ખર્ચ કરવાની પણ જરૂરિયાત રહેતી નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.