HealthLifestyle

સવારે નરણા કોઠે આ એક મિશ્રણ પીવો ગમે તેવો કમરનો દુખાવો સારો થઇ જશે

સામાન્ય રીતે કમરનો દુખાવો એકને એક જગ્યાએ સતત બેસી રહેવાથી થતો હોય છે. આ ઉપરાંત વધુ પડતી કસરતો કરવાથી, વધુ પડતા ભારે વજન ઉપાડી લેવાથી કમરનો દુખાવો થાય છે. આ સિવાય બેઠાડું જીવન શૈલી અને બીજી કુટેવોના કારણે કમરનો દુખાવો થાય છે. આ દુખાવો અમુક વસ્તુઓ ખાઈને તેમજ ઘરેલું ઉપચારો કરીને કમરનો દુખાવો દૂર કરી શકાય છે. કમરનો દુખાવો જેને કેડનો દુખાવો પણ કહેવામાં આવે છે.

કમરના દુખાવાના ઈલાજ માટે ખજુરની પાંચ પેશી લેવી અને તેના ઠળિયા કાઢી નાખવા. આ ખજૂરમાં એક કપ જેટલું પાણી ગરમ કરી લેવું અને તેને આ ખજુરમાં નાખી દેવું. આ પછી ખજૂરને ઉકાળી લેવા. આ ખજુર બરાબર ઉકળી જાય પછી તેને ઉતારી લેવા. આ પછી તેમાં આ ખજૂરને છોળી નાખવા. આ રીતે પ્રવાહી પીવાય તેવો રગડી તૈયાર થશે. આ પછી એક ચમચી જેટલી મેથી ફાંકી જવી. આ ઉપર ખજૂરનું ગરમ કરેલું પાણી હુંફાળું હુંફાળું પી જવું. આ ઉપાય કરવાથી કમરના દુખાવામાં ખુબ જ સારો ફાયદો થાય છે અને દુખાવો મટી પણ જાય છે.

કમરના દુખાવામાં અજમા પણ ઉપયોગી છે. આ માટે 50 ગ્રામ અજમા બરાબર સાફ કરી લેવા. આ અજમાને ખારણીમાં નાખીને તેમાં 50 ગ્રામ જૂનો ગોળ નાખવો. આ બંનેને બરાબર ખાંડીને સારી રીતે મિશ્રણ કરી લેવું. આ મિશ્રણને ખારણીમાંથી કાઢીને કાચની બોટલમાં ભરી લેવું. આ મિશ્રણને કાચની બોટલમાં ભરીને તેમાંથી દરરોજ સવારે અને સાંજે 5-5 ગ્રામ આ મિશ્રણ ખાવું.

કમરના દુખાવાના ઈલાજ માટે કાચી એક સોપારી લેવી. આ સોપારીનો બારીક પાવડર કરી નાખવો. સોપારીને સૂડી વડે વેતરી લીધા બાદ તેને ખાંડીને તેનો પાવડર કરી શકાય છે. આ પછી સરસવનું તેલ કે તલનું તેલ 25 ગ્રામ જેટલું લેવું. આ 25 ગ્રામમાં આ પાવડર નાખી દેવો. આ બાદ અ મિશ્રણને એકદમ ધીમા તાપે ગરમ કરવું. લગભગ એકથી બે હુંફાળા આવવા દેવા. આ રીતે ઉકળી ગયા બાદ આ તેલ ગાળી લેવું. આ તેલ હળવું ગરમ રહે ત્યારે જ્યાં કમર દુખતી હોય ત્યાં લગાવી દેવું. આ રીતે તેલ અને સોપારીનો ભુક્કો લગાડવાથી આરામ થાય છે. લગાવ્યા બાદ સારી રીતે તેને ચોળીને અંદર ઉતરે એ રીતે માલીશ કરવું.

દેશી ઓસડીયા વાળાની દુકાનેથી આ ગોખરું મળી રહે છે. આ ઈલાજ માટે 15 ગ્રામ ગોખરું અને 15 ગ્રામ સુંઠ લેવી. આ બંનેને અધકચરા ખાંડી લેવા. આ મિશ્રણના કચરામાં 150 ગ્રામ પાણી નાખવું અને તેને ધીમા તાપે ઉકાળવું. આ ઉકળતા ઉકળતા 100 ગ્રામ જેટલું પાણી વધે ત્યારે તેને ઉકાળવાનું બંધ કરી દેવું. સવારે આ ઉકાળો કરીને નરણા કોઠે આ પાણી પીવું. દરરોજ આ પ્રમાણે ઉપચાર કરવો. આ ઉકાળો જમ્યા પહેલા અડધી કલાકે પીવો.

કમરનો દુખાવો દૂર કરવા ઓલીવ ઓઈલથી માલીશ કરવું જોઈએ અથવા બદામ કે સરસવનું તેલ વડે માલીશ વડે માલીશ કરવાથી કમરનો દુખાવો દૂર થઈ શકે છે. આ તેલમાંથી કોઇપણ તેલની માલીશ કરવાથી કમરના સ્નાયુઓ મજબુત બની જશે અને કમરના દુખાવાથી તમને તરત જ રાહત મળશે.

કમરનો દુખાવો દૂર કરવા માટે હળદર પણ ખુબ જ ઉપયોગી છે. ઉધરસને દૂર કરવા માટે હળદર જેટલી ઉપયોગી છે એટલી જ કમરના દુખાવાને દૂર કરવા માટે ઉપયોગી છે. દરરોજ રાત્રે સૂતા સમયે એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી હળદર નાખી દૂધ પી જવાથી થોડા જ દિવસોમાં ગમે તેવો કમરનો દુખાવો મટી જાય છે.

કમરના દુખાવાને દૂર કરવાના ઉપાય તરીકે લસણ ખુબ જ ઉપયોગી છે. 8 થી 10 લસણને પીસીને તેની પેસ્ટ બનાવીને તેની આપણી પીઠમાં લગાવી દેવી. આ બાદ એક રૂમાલને ગરમ પાણીમાં બોળીને કાઢી લેવો. આ રૂમાલને નીચોવીને પીઠ ઉપર લગાવેલી પેસ્ટ પર લગાવી દેવો. આ રૂમાંલને કમર પર  20 થી 30 મિનીટ સુધી રહેવા દેવો. આવી રીતે ઉપાય થોડા જ દિવસો કરવાથી કમરનો દુખાવો સાવ બંધ થઈ જશે.

આદું પણ કમરના દુખાવાના ઉપાય તરીકે ઉપયોગી છે. કમરના દુખાવામાં આદુએ સૌથી ઉત્તમ ઉપાય છે. આ ઉપાય કરવા માટે થોડું આદું લઈને તેની પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને પીઠ પર જે ભાગોમાં દુખતું હોય ત્યાં લગાવી દેવી. આ પેસ્ટને કમર પર જ 30 મિનીટ સુધી રહેવા દેવી. આ ઉપાય જ્યાં સુધી કમરનું દર્દ ન મટી જાય ત્યાં સુધી કરવો. આ ઉપાયથી ચોક્કસ કમરનો દુખાવો દૂર થશે.

ગરમ પાણીમાં મીઠું નાખીને નહાઈ લેવાથી પણ કમરનો દુખાવો મટી જાય છે. જો કમરના દુખાવો રહેતો હોય તો દરોજ ન્હાતા સમયે ગરમ પાણીમાં મીઠું નાખીને સ્નાન કરવું જોઈએ. આવું કરવાથી કમરના સાંધા સરખા થશે અને દુખાવો દૂર થશે. વધારે પડતું વજન ઉપાડી લીધા બાદ આ ઉપાય કરી શકાય છે. જેનાથી શરીરમાં લોહી વ્યવસ્થિત કાર્ય કરવા લાગે છે અને કોઇપણ જાતનો કમરનો દુખાવો મટી જશે.

આ સિવાય ઘરેલું ઉપચારમાં સુંઠ અને હિંગ નાખીને તેલ ગરમ કરી તેનું માલીશ કરવાથી કમરનો દુખાવો તથા શરીર જકડાઈ ગયેલું હોય તો તે મટે છે તથા સાંધાનો દુખાવો પણ મટી જાય છે. રાઈના રસમાં સહેજ મીઠું નાખીને તેનું માલીશ કરવાથી સંધિવાનો કમરનો દુખાવો મટે છે.

જાયફળને સરસિયાના તેલમાં ઘસી માલીશ કરવાથી જકડાયેલા સાંધા છુટા પડે છે જેના લીધે જો કમરમાં તકલીફ પડતી હોય તો કમરનો દુખાવો પણ મટે છે. લવિંગ પણ દુખાવા માટે ઉપયોગી છે. લવિંગનું તેલ કમર પર ઘસવાથી કમરનો દુખાવો મટી જાય છે. ધાણા 10 ગ્રામ અને સુંઠ ત્રણ ગ્રામ લઈ વાટી, તેનો ઉકાળો બનાવીને, તેમાં મધ નાખી પીવાથી પડખાનો દુખાવો તથા કમરનો દુખાવો તેમજ છાતીનો દુખાવો મટી જાય છે.

આમ, આ રીતે ઉપરોક્ત ઔષધીય ઘરેલું પ્રયોગ કરવાથી કમરનો દુખાવો દૂર કરવામાં ખુબ જ ફાયદો થાય છે. આ ઉપચાર કમરના દુખાવા માટે ખુબ જ ઉપયોગી છે. આ ઉપાય કરવાથી ચોક્કસ કમરના દુખાવાને મટાડી શકાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે કમરનો દુખાવો મટાડી શકો.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *