તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે અને લોકો કોઈપણ ભોગે દેશમાંથી બહાર નીકળવા માંગે છે. તેના માટે મોટાભાગના લોકો કાબુલ એરપોર્ટ પર ભેગા થયા છે લોકો ભૂખ્યા-તરસ્યા ગરમીમાં પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા છે. જોકે હવે તે લોકોની ધીરજ તૂટવા લાગી છે અને શરીરે જવાબ આપવાનું ચાલુ કરી દીધું છે. તેનું પરિણામ એ આવ્યું છે કે, કાબુલ એરપોર્ટ પર હવે કોણ જમીન પર ફસડાઈ પડશે તે કહી ન શકાય.
અફઘાનિસ્તાન કાબુલ એરપોર્ટ બહાર પાણીની એક બોટલ 40 ડોલર એટલે કે, આશરે 3,000 રૂપિયામાં વેચાઈ રહી છે. જ્યારે એક પ્લેટ પુલાવની કિંમત 100 ડોલરે પહોંચવા આવી છે જે 7,500 રૂપિયા જેટલી ગણી શકાય. કાબુલ એરપોર્ટ ઉપર લોકો એટલા હેરાન પરેશાન થઇ રહ્યા છે કે ભૂખમરો અને ધીરજ ખૂટી રહી છે.
નવાઈની વાત એ છે કે આ વસ્તુઓ માત્ર ડોલરમાં વેચવામાં આવી રહી છે, અફઘાનિસ્તાનની કરન્સીમાં નહીં. જો કોઈ પાણીની બોટલ અથવા ખાવાનું ખરીદે તો તેમણે અમેરિકન ડોલરમાં પેમેન્ટ કરવાનું હોય છે.
અહીં લોકો ભૂખ્યા-તરસ્યા ગરમીમાં તેમનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હવે લોકોની આશા તૂટતી જાય છે અને શરીરે જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. પરિણામે, હાલ કાબુલ એરપોર્ટ પર કોણ, ક્યારે જમીન પર પડી જાય એ વિશે કશું કહી શકાય એમ નથી.
કાબુલ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટને કાબુલ એરપોર્ટ પર આતંકવાદી હુમલો થવાની આશંકા વ્યક્ત કરતાં પોતાના નાગરિકોને અત્યારે કાબુલ એરપોર્ટ પર ન જવાની ચેતવણી આપી છે અને જે લોકો એરપોર્ટની બહાર ઉપસ્થિત છે તે લોકો તાત્કાલિક ત્યાંથી દૂર જતા રહે. કાબુલમાં આવેલા અમેરિકી દૂતાવાસ તરફથી કહેવામાં આવ્યું છે