HealthLifestyle

ચૂર્ણ કે દવા ખાધ્યા વગર જૂનામાં જૂની કબજિયાત નો 100% અસરકારક ઈલાજ

કબજીયાતની સમયથી મોટાભાગના લોકો પરેશાન હોય છે. કબજિયાત એક મળ ત્યાગમાં થતી તકલીફ છે. આ સમસ્યામાં વ્યક્તિને સંડાશ લાગે છે પણ ઉતરે નહિ, જેના કારણે વારંવાર સંડાશ લાગ્યા કરે છે. સ્થાનિક ભાષામાં આ સમસ્યાને લોકો બાદી તરીકે ઓળખે છે. આ કબજિયાતની સમસ્યા મોટાભાગના રોગોનું મૂળ છે.

સંડાસમાં મળ નીકળી શકશો નથી અને મળાશયમાં ફસાયેલો રહે છે. આ સમસ્યામાં મળ ખુબ જ કડક થઈ જાય છે. જેથી બહાર નિકાળવામાં તકલીફ પડે છે. આ સમસ્યાના પરિણામે મળ આંતરડામાં અને મળદ્વારમાં જ સડવા લાગે છે. આ પાચન તંત્ર સાથે જોડાયેલી સમસ્યા હોવાથી પેટની માંડીને શરીરમાં ઘણા બધા જ રોગોને ઉત્પન્ન કરી શકે છે. અમે આ લેખમાં કબજિયાતના ઈલાજ વિશે જણાવીએ છીએ.

કબજીયાત

ઘી કબજિયાતના ઘરેલું ઉપચાર તરીકે ખુબ જ ઉપયોગી છે. ઘી માં કાળા મરી ભેળવીને ગરમ દુધમાં ઘી સાથે પીવાથી આંતરડામાં ફસાયેલો મળ નરમ થઈને ઢીલો થઈને બહાર નીકળી જાય છે.

2 ચમચી ગુલકંદને ગરમ દુધમાં નાખીને સુતા પહેલા પીવાથી સૌચ ખુલીને આવે છે. લીમડાને સુકા ફળ લીંબોળીને રાત્રે ગરમ પાણી સાથે ખાવાથી સૌચ ખુલીને આવે છે. સુકી દ્રાક્ષનો તાજો રસ 28 મિલીલીટરથી 56 મિલીલીટર ખાંડ કે સિંધવ મીઠું ભેળવીને પીવાથી કબજીયાત મટી જાય છે.

20 ગ્રામ કિશમિશ અને એક અંજીર સાંજે 250 મીલીલીટર પાણીમાં પલાળી લો. સવારે ઉઠીને આ બધાને મસળીને તેમાં થોડું પાણી નાંખીને ગાળી લો. બાદમાં તેમાં એક લીંબુનો રસ નીચોવીને અને તેમાં 2 ચમચી મધ ભેળવીને પીવાથી થોડા જ દિવસોમાં કબજિયાતની સમસ્યા ઠીક થઈ જાય છે.

પીવાના એક ગ્લાસ પાણીમાં એક ચમચી ખાવાનો સોડા ભેળવીને પી જવાથી કબજિયાત મટે છે. કબજીયાતની દવાના રૂપમાં ખાવાનો સોડા કે સોડીયમ બાયકાર્બોનેટ ખુબ જ ઉપયોગી, ગુણકારી અને સસ્તો ઉપાય છે. સોડીયમ બાયકાર્બોનેટ એક એન્ટી એસીડ તત્વ છે સાથે કે પાચન તંત્રને ઠીક કરીને કબજીયાત મટાડે છે.

કબજીયાત થવા પર ઈસબગુલને પાણીમાં ઘોળીને તેનો લુઆબ બનાવીને તેમાં બદામનું તેલ ભેળવીને પીવાથી ખુબ જ લાભ મળે છે. અ ઉપાય કરવાથી કબજિયાત દુર થતા પેટનો દુખાવો પણ દૂર થઇ જશે.

આમળાનું ફળ પેટની તમામ સમસ્યા માટે ઉપયોગી છે. કારેલાનો રસ 1 ચમચી, જીરું અડધી ચમચીમ સિંધવ મીઠું 2 ચપટી લઈને ચટણી બનાવીને ખાવાથી કબજીયા ઠીક થઈ જાય છે. રાત્રે એક ચમચી વાટેલા આમળાં પાણી કે દૂધ સાથે લેવાથી ઝાડા સાફ આવે છે અને કબજીયાત રહેતી નથી. આમળાનો મુરબ્બો ખાઈને ઉપરથી દૂધ પીવાથી કબજિયાત મટે છે.

ગળોનું મિશ્રણ કે ચૂર્ણ 1 ચમચી ગોળ સાથે ખાવાથી કબજિયાત મટી જાય છે. ગળોના બારીક ચૂર્ણને ગોળ સાથે બરાબર માત્રામાં ભેળવીને 2 ચમચી સૂતા સમયે સેવન કરવાથી કબજિયાતનો રોગ મટે છે.

કાચા પાલકનો રસ દરરોજ સવારે પિતા રહેવાથી કબજીયાત દુર થઇ જાય છે, પાલક અને ચીલનો છોડની શાકભાજી બનાવીને ખાવાથી કબજિયાતની સમસ્યા ઠીક થાય છે. ચીલના છોડને શાક કે ભાજી બનાવીને દરરોજ ખાતા રહેવાથી કબજીયાતની સમસ્યા મટી જાય છે.

ચોખા અને મગની દાળની ખીચડી ખાવાથી કબજિયાતમાં આરામ મળે છે. ચોખા અને મગની ખીચડી ખાવાથી કબજિયાત મટે છે, 20 ગ્રામ મગની દાળ અને 10 ગ્રામ ચોખાની ખીચડી બનાવીને તેના મીઠું નાખીને ખાવાથી કબજીયાત મટે છે.

મસૂરની દાળ ખાવાથી કબજિયાત મટે છે. તરબૂચની થોડા દિવસ સુધી સેવન કરવાથી કબજિયાત સમ્પૂર્ણ મટી જાય છે. 60 ગ્રામ તલને ખાંડીને તેમાં થોડીક માત્રામાં ગોળ ભેળવીને ખાવાથી કબજિયાત મટે છે. 6 ગ્રામ તલને વાટીને તેમાં થોડુક મીઠું ભેળવીને ખાવાથી કબજિયાત મટે છે.

પીપળાના ફળને દરરોજ ખાવાથી કબજિયાત મટે છે. પીપળાના પાંદડા અને કોમળ કૂંપળોનો 40 મિલીલીટરનો ઉકાળો પીવડાવવાથી પેટ સાફ થાય છે. અંકોલનું વૃક્ષનું ચૂર્ણ ખાવાથી પેટની કબજિયાતમાં આરામ મળે છે.

દારુડીના મૂળની છાલ 10 ગ્રામ, કાળા મરી 5 પીસ લઈને પાણીમાં પીવાથી પેટનું દર્દ ઠીક થઇ જાય છે. 1 ગ્રામ થી 3 ગ્રામ સુધી દારુડી તેલને પાણીમાં નાખીને પીવાથી પેટ સાફ થઈ જાય છે. દારુડીના મૂળની છાલ 6 થી 10 ગ્રામ સુધી પાણી સાથે ખાવાથી સૌચ સાફ આવે છે. જેથી કબજિયાત મટે છે.

ગુલકંદ, આમળાં, હરડેનો મુરબ્બો, બહેડાનો મુરબ્બો વગેરેમાં બીજને કાઢીને વાટીને નાની નાની ગોળીઓ બનાવીને દરરોજ 3 વખત દિવસમાં 1-1 ગોળીઓ ગરમ દુધમાં કે પાણી સાથે થોડા દિવસો સુધી સેવન કરવાથી કબજીયાત મટે છે.

વરીયાળી, સોનામુખી, હરડેની છાલ, સુંઠ અને સિંધવ મીઠું બરાબર માત્રામાં ભેળવીને બારીક વાટીને ચૂર્ણ બનાવી લેવું. 3 ગ્રામની માત્રામાં 14 થી 18 વર્ષના બાળકો થનારી કબજિયાતમાં પાણી સાથે પીવરાવવાથી કબજિયાતથી છુટકારો મળે છે.

જમરૂખ નું થોડા દિવસો સુધી નિયમિત સેવન કરવાથી 3 થી 4 દિવસોમાં જ મળશુદ્ધિ થવા લાગે છે. જયારે આ ઈલાજ તરીકે ઉપયોગ કરવાથી આંખોમાં થનારી બળતરા અને માથાનો દુખાવો પણ દૂર થાય છે.

જેઠીમધ 5 ગ્રામને ગરમાગરમ દૂધ સાથે સુતા પહેલા પીવાથી સવારે ઝાડા સાફ આવે છે. જેઠીમધ 125 ગ્રામ, વાટેલી સુંઠ 3 ચમચી, પીસેલા ગુલાબના સુકા ફૂલ 2 ચમચી, 1 ગ્લાસ પાણીમાં ઉકાળીને ઠંડા પાડ્યા બાદ ગાળીને સુતા સમયે દરોજ પીવાથી પેટમાં જમા થયેલો કબજિયાત અને કચરો નીકળી જાય છે.

એરંડાનું તેલ 20 મિલીલીટર અને આદુંનો રસ 20 મિલીલીટર ભેળવીને પી લો. આ પછી ઉપરથી થોડું પાણી પી લેવાથી કબજીયાત મટે છે. લીમડાના સૂકાં ફળને રાત્રે ગરમ પાણીની સાથે ખાવાથી ઝાડા ખુલીને આવે છે.  લીમડાના મોરને સુકાવીને વાટીને આ ચૂર્ણને દરરોજ એક ચપટી ભરીને રાત્રે ગરમ પાણી સાથે લેવાથી કબજિયાતમાં લાભ થાય છે.

10 ગ્રામ હરડે, 20 ગ્રામ બહેડા અને 40 ગ્રામ આમળાનું ચૂર્ણ બનાવીને રાત્રે આ સુતા સમયે 1 ચમચી ચૂર્ણ દૂધ કે પાણી સાથે પીવાથી કબજિયાતમાં લાભ થાય છે.

આદુનો 10 મિલીલીટરને થોડા એવા મધમાં ભેળવીને સવારે પીવાથી મળ ખુલીને આવે છે. 1 કપ પાણીમાં 1 ચમચી  ભર આદુનો રસને ખાંડીને પાણીમાં 5 મિનીટ સુધી ઉકાળો અને પછી ગાળીને પીવાથી કબજિયાત મટે છે.

છાશ પીવાથી કબજિયાત મટે છે. દરરોજ ખજુર 50 ગ્રામ ખાવાથી કબજિયાત મટે છે. ખજૂરને ગરમ પાણી સાથે રાત્રે સુતા સમયે લેવાથી કબજિયાતમાં લાભ કરે છે.

પાકા પપૈયાને ખાવાથી કબજીયાતની ફરિયાદ મટી જાય છે. સવારે પાકા પપૈયાનું દૂધ પીવાથી કબજિયાત દુર થાય છે. ભોજન બાદ પપૈયું ખાવાથી કબજિયાત મટે છે. 1 કાચી ડુંગળી દરરોજ ખાવાથી કબજિયાત મટે છે.

2 અંજીરને રાત્રે પાણીમાં પલાળીને સવારે ચાવીને પાણી પીવાથી પેટ સાફ થઈ જાય છે. 50 ગ્રામ ગરમાળાનો ગોળને 150 મિલીલીટર પાણીમાં રાત્રે પલાળીને સુતા પહેલા વાટીને લેવાથી તેમાં ખાંડ ભેળવીને સેવન કરવાથી કબજિયાત મટે છે. 10 ગ્રામ ગરમાળાનો ગોળ અને 10 ગ્રામ કીશમીશને ભેળવીને ખાવાથી મળ સાફ આવે છે અને કબજીયાત મટે છે.

અખરોટની છાલોને ઉકાળીને પીવાથી ઝાડામાં રાહત મળે છે. કુવારપાઠુંનો ગર્ભ 10 ગ્રામ લો. તેમાં 4 તુલસીના પાંદડા અને તેમાં થોડા સોનામુખીના પાંદડા ભેળવીને લુગદી બનાવી લો. આ લુગદીનું સેવન ભોજન કર્યા બાદ કરવાથી કબજિયાતની સમસ્યા મટે છે. કુવારપાઠામાં 20 ગ્રામમ, થોડી માત્રામ કાળું મીઠું ભેળવીને સવારે અને સાંજે ખાલી પેટ ખાવાથી કબજિયાત મટે છે.

મૂળા પર મીઠું, કાળા મરી નાખીને ભોજન કરતા સમયે દરરોજ થોડા દિવસો સુધી ખાવાથી કબજિયાત દુર થઈ જાય છે. મૂળાના પાંદડાનો 20 થી 40 મિલી લીટર સુધી ખોરાકના રૂપમાં સવારે અને સાંજે સેવન કરવાથી કબજિયાતમાં લાભ થાય છે.

મૂળાના બીજોનું ચૂર્ણ 1 થી 3 ગ્રામની માત્રામાં દરરોજ સવારે અને સાંજે સેવન કરવાથી કબજિયાતમાં લાભ થાય છે. મૂળાના તાજા પાંદડા સહીત અથાણામાં ખાવાથી કબજિયાત મટે છે. મેથીના પાંદડાની ભાજી ખાવાથી કબજીયાત મટે છે. રાત્રે સુતા સમયે એક ચમચી મેથીના દાણા પાણીની સાથે પીવાથી કબજિયાત દુર થાય છે.

સફરજનમાં મળી આવતા ફાઈબર ઘુસનશીલ તત્વ હોય છે જે આપણા આંતરડામાં ફાયદાકારક બેક્ટેરીયાની સંખ્યાને વધારે છે અને કબજીયાતની સમસ્યાને ઓછી કરવામાં મદદગાર સાબિત થાય છે. નાસપતીમાં ફાઈબર સિવાય ફ્રુકટોઝ અને સાર્બીનોઝ નામના પોષકતત્વો મળી આવ્યા છે. ફ્રુંકટોઝ શરીરમાં મળી આવતી એક પ્રકારની સુગર છે અને જે શરીરમાં હાનીકારક તત્વોને અવશોષિત કરે છે અને આંતરડામાં પાણીને સૂચી લે છે અને પાચન ક્રિયાને ઠીક કરવામાં ઉપયોગી છે.

કીવીફ્રુટ સફરજન અને નાસપતીની જેમ કીવી ફળ પણ ફાઈબર ગુણોથી ભરપુર છે. કીવીનું સેવન કરવાથી પાચન ક્રિયા ઠીક થાય છે અને આંતરડા ઠીક રીતે કામ કરવામાં સક્ષમ હોય થાય છે જેના લીધે મળ બહાર નીકળે છે અને કબજિયાત મટે છે.

શક્કરિયુંએ ફાઈબર ગુણોથી ભરપુર છે. આ શક્કરિયામાં સેલ્યુલોઝ અને લીગ્નીન  નામના બે ફાઈબર હોય છે, સાથે પેક્ટીન નામનું ફાઈબર પણ હોય છે માટે દરરોજ 200 ગ્રામ શક્કરિયુ ખાવાથી કબજીયાતની સમસ્યાથી છૂટકારો મળે છે.

અળસીના બીજને મિક્સરમાં નાખીને પાવડર બનાવી લો. 20 ગ્રામ અળસીનો પાવડર પાણીમાં નાખીને મિક્સ કરીને રાખી લો. 4 થી 5 કલાક બાદ આ પાણીને ગાળીને પી જાઓ. અળસીના બીજ આયુર્વેદિક દવા માવામાં આવે છે, જેમાં સોલ્યુબલ ફાઈબર મળી આવે છે જે આંતરડાને સાફ કરવા માટે ઉપયોગી છે, જેથી કબજીયાત મટે છે.

યોગ અને આસન કરવાથી પણ કબજીયાત મટે છે. મયુરાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન, હલાસન, પવનમુક્તાસન, તિતલી મુદ્રા જેવા આસનો કરવાથી પણ કબજિયાત મટે છે. આવી કસરતો કરવાથી પાચક અંતસ્ત્રાવો મજબુત થાય છે અને પાચન ક્રિયા ઠીક થતા આંતરડા ઠીક થાય છે. આંતરડા ઠીક થતા જ મળનો નિકાલ થઈને કબજિયાત મટે છે.

આમ, ઉપરોકત તમામ ઉપચારો કબજિયાતની સમસ્યા ઠીક કરવા માટે ઉપયોગી છે. આ ઈલાજો કરવાથી આંતરડાની સફાઈ થાય છે. આ ઔષધિઓ ફાઈબર ધરાવે છે માટે પાચન શક્તિને મજબુત બનાવીને કબજીયાતને ઠીક કરવામાં ઉપયોગી બને છે. આશા રાખીએ કે આ કબજિયાતમાં ઉપચારો વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

મિત્રો માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા SHARE બટન ઉપર ક્લિક કરી બીજા સાથે શેર કરવા વિનંતી 

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *