બેઠાડું જીવન, ઓછો શારીરિક પરિશ્રમ અને ભોજનની આદતના લીધે કબજિયાત થાય છે. બહારનું ભોજન, ફાસ્ટ ફૂડ, આથાવાળું કે મેંદા વાળું વગેરે ભોજનના કારણે આપણને કબજિયાત થાય છે. આ બીમારી મોટા ભાગના લોકોમાં જોવા મળે છે.
દરરોજ નિયમિત મળ બરાબર સાફ ન થવો તેને કબજીયાત કહેવામાં આવે છે. પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ ખોરાકનાં યોગ્ય પાચન અને શોષણ બાદ શરીર માટે વધારાના સંડાશનો સંપૂર્ણપણે નિકાલ કોઇપણ શારીરિક બળ કર્યા વગર થાય તેને સામાન્ય મળ કહેવામાં આવે છે. દરરોજ મળ પ્રવૃત્ત થતો હોય પરંતુ તે દરમ્યાન પેટનાં સ્નાયુઓ પર દબાણ કરવું પડતું હોય, મળ શરૂઆત કે અંત સમયે મળાશયને પૂરી રીતે ખાલી થાય તે માટે જોર કરવું પડતું હોય તો તે પણ કબજીયાત કહેવાય. મળ ખૂબ કઠણ હોય કે ગાંઠો થઇ જતી હોય તો સંડાશ થવામાં વાર લાગે, મળદ્વારના સ્નાયુ-રક્તવાહિની પર દબાણ-ઘર્ષણ થવાથી પાઈલ્સ, ફિશર કે મળદ્વારમાં સોજો-બળતરા જેવી તકલીફ થતી હોય છે. શરીરમાંથી બહાર ધકેલવા લાયક મળ યોગ્ય સમયે, સંપૂર્ણપણે અને કુદરતી આવેગ સાથે સરળતાથી બહાર નીકળે તે જરૂરી છે.
અન્ય શારીરિક-માનસિક કાર્યપ્રવૃત્તિમાં વ્યસ્તતાને પરિણામે મળપ્રવૃત્તિનાં વેગને પણ રોકવામાં આવે તો, તેની આડઅસર પાચનતંત્રની વિવિધ ક્રિયા પર થાય છે. ખાસ કરીને બાળકોને સવારે વ્હેલા સ્કૂલ-કોલેજ મોકલવા, ઘરકામ પતાવી સ્ત્રીઓને ઓફિસ કે વ્યવસાય માટે જવાની ભાગદોડ, ઉચાટ, સમયનો અભાવ જેવા કારણસર શરીર દ્વારા જરૂરી સમય સુધી સંડાશ કરતા નથી, તેની પણ આડઅસર જેની ગંભીર અસર થાય છે.
આ રોગ ન થાય તે માટે પણ કાળજી રાખવી જરૂરી છે. પચવામાં ભારે હોય તેવા ભોજન ન લેવા. સાદા અને સુપાચ્ય ભોજન વધારે લેવા. ખાવામાં ફળ, ફ્રુટ અને શાકભાજીનો વધારે ઉપયોગ કરવો. ભોજન વધારે વખત ચાવી ચાવીને ખાવું જોઈએ. આ રીતે ભોજન લેવાથી કબજિયાતથી બચી શકાય છે.
જો કબજિયાત થઇ ગઈ હોય તો તેના માટે આયુર્વેદમાં ઈલાજ આપવામાં આવ્યા છે. આ ઈલાજ માટે આખા હરડે લેવા અને તૈયાર બાદ એરંડાનું તેલ એટલે કે દીવેલ લેવું. આ તેલને કાચના કે માટીના વાસણમાં લેવું. તેમાં આ હરડેને પલાળીને રાખવી. આ હરડેને ઓછામાં ઓછા 10 દિવસ સુધી પલાળીને રાખવી.
હવે જે પાત્રમાં પલાળીને રાખી હોય તે પાત્ર ઉપર એક કપડું વીંટી દેવું. જેથી બહારની કોઈ વસ્તુ કચરો કે જીવજંતુ અંદર ન પ્રવેશી શકે. આ વાસણને સવારે તડકામાં રાખી દેવી અને રાત્રે ઘરમાં લઈ લેવી. 10 દિવસ જેટલો સમય થયા બાદ હરડેને બહાર કાઢવી અને તેને લોઢી ઉપર શેકવી.
આ બાદ તેને ફોલીને અંદરના ઠળિયા દુર કરી લેવા. આ માંથી જે છાલ વધે તેનો આપણે ઉપયોગ કરીને તેનું ચૂર્ણ કે પાવડર બનાવવો. આ ચૂર્ણ ગેસ અને કબજિયાતમાં ખુબ જ સારું અને શ્રેષ્ઠ ચૂર્ણ છે. આ ચૂર્ણ નો ઉપયોગ રાત્રે કે સવારે કરી શકીએ છીએ. આયુર્વેદમાં કહેવામાં આવ્યા અનુસાર આ ચૂર્ણ સાંજે કરીએ તો તે ચાંદી સમાન કામ આપે છે અને સવારે નરણા કોઠે કરીએ તો સોજા જેવું કામ આપે છે. આ ચૂર્ણ પીધા બાદ ગરમ અને હુંફાળું પાણી પીવું. આ સિવાય રાત્રે લાંબાના લોટામાં પાણી રાખીને આ પાણીને સવારે પીવાથી પણ ફાયદો થાય છે.
કબજિયાતના ઈલાજ માટે સુંઠ, ઘી અને ગોળ લેવા. જેમાં 10 ગ્રામ સુંઠ લેવી અને જરૂરી પ્રમાણમાં ગોળ અને ઘી લેવા. આ બધાને બરાબર છોળીને પછી બરાબર મિશ્ર કરીને ખાવું. સુંઠને ઘીમાં તળીને પણ પ્રયોગ કરવાથી પણ ફાયદો થાય છે.
આ સિવાય આ પ્રયોગમાં જીરું, હિંગ અને સિંધા લુણ લેવું. જેમાં જીરું 10 ગ્રામ જેટલા પ્રમાણમાં લેવું. જેને ખાંડીને બરાબર બારીક પાવડર કરી નાખવો. સિંધવ મીઠાનો પણ બારીક પાવડર કરી નાખવો. હિંગને થોડા અમથા ઘીમાં શેકી નાખવી. આ પછી ત્રણેયનું મિશ્રણ કરી નાખવું. આ મિશ્રણ માં છાશ નાખીને આ મિશ્રણને પી જવું, આ પ્રયોગ કરવાથી પણ કબજિયાત મટે છે.
કબજિયાતના ઈલાજ માટે બે ચમચી જેટલું જીરું લેવું. આ જીરું પાચન શક્તિ માટે ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. જે પેટની સમસ્યા માટે ખુબ જ કારગર ઔષધી છે. ત્યાર બાદ બે ચમચી અજમો લેવો. બે ચમચી વરીયાળી લેવી. વરીયાળી આપણા લોહીને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે અને પાચન માટે પણ ખુબ જ ઉપયોગી છે. તે પેટને સાફ રાખવા માટે ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. હવે આમાં નાખવા માટે અડધી ચમચી જેટલું સંચળ લેવું. આ ચારેય વસ્તુને મિક્સરની અંદર મિક્સર કરીને દળી લેવી.
હવે આ પાવડરને કોઈ હવા ન લાગે તેવા ડબામાં ભરી લેવો. જે લોકોને કબજીયાતની સમસ્યા હોય તેઓને રાત્રે સુતા પહેલા 1 ગ્લાસ ગરમ પાણી કરવું. આ પાણીમાં અડધી ચમચી જેટલો આ પાવડર નાખવો. જેમાં આ પાવડર નાખ્યા બાદ બરાબર તેને હલાવવું. આ મિક્સ થયા બાદ તેને ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે પી જવું. આ વી રીતે આ મિશ્રણનો માત્ર બે જ દિવસ સુધી પ્રયોગ કરવાથી કબજિયાતમાં ખુબ જ ફાયદો થાય છે.
આ સિવાય ઔષધીય પ્રયોગથી જુનો ગંઠાય ગયેલો મળ દુર કરીને કબજીયાતને દુર કરી શકે તેવો રામબાણ ઈલાજ પણ કરી શકીએ છીએ. આ ઈલાજ માટે નસોતર બે ભાગ, લીંડી પીપર ચાર ભાગ અન હરડે પાંચ ભાગ લેવી. આ ત્રણેય વસ્તુઓ દેશી ઔષધી વાળાની દુકાને મળી રહે છે. આ બધી વસ્તુને બરાબર સાફ કરીને તેનો પાવડર બનાવી નાખવો.
આ ત્રણેય વસ્તુઓમાંથી બનેલો પાવડર જેટલા પ્રમાણમાં હોય એ પ્રમાણમાં તેમાં સારો ગોળ ઉમેરી દેવો અને બરાબર હલાવીને તેને મિક્સ કરી નાખવું. આ પાવડર સવારે 10 ગ્રામ એટલે કે એક ચમચી જેટલો પાવડર નરણા કોઠે લઈ લેવો. જેનાથી ધીમે ધીમે કબજિયાત મટે છે. આ સાથે રાત્રે હુંફાળા સાથે એક ચમચી જેટલો હિમેજનો પાવડર લેવો. આ દવાના ઉપયોગ પહેલા કે પછી અડધા કલાક સુધી કંઈપણ ખાવું કે પીવું નહિ. આ પ્રયોગ 10 થી 15 દિવસ સુધી કરવો. આ પછી જાયફળને ખાટા લીંબુની અંદરબરાબર ઘસીને નરણા કોઠે પીવું.
આ સિવાય રાત્રે સૂતા પહેલા તાંબાના લોટામાં પાણી રાખીને સવારે ભૂખ્યા પેટ નરણા કોઠે આ પાણી પીવું અને સાથે બે ત્રણ તીખા એટલે કે મરીને ચાવી જવા. આ પ્રયોગ સતત કરતા રહેવાથી કબજિયાત ધીમે ધીમે મટી જાય છે. રાત્રે 30 થી 50 ગ્રામ ઘીમાં સિંધા લુણ નાખીને પીવું. આ પ્રયોગથી કબજિયાત એકદમ મટે છે.
આમ, આ પ્રયોગો કરવાથી કબજિયાત મટાડવામાં ખુબ જ ફાયદો થાય છે, જુનો મળ સાફ થાય છે, પેટ સાફ થાય છે, પેટની ગંદકી બહાર નીકળે છે. આંતરડા સાફ થાય છે. માટે આ ઉપચાર કબજિયાતના રોગને મટાડે છે. જેથી બીજા અનેક ઓગો મટે છે કારણ કે કબજિયાત એ અનેક રોગોનું મૂળ છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને કબજિયાત મટાડવામાં ખુબ જ ફાયદો કરે.
મિત્રો માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા SHARE બટન ઉપર ક્લિક કરી બીજા સાથે શેર કરવા વિનંતી