HealthLifestyle

માત્ર 10 મિનીટમાં જૂનામાં જૂની કબજિયાતનો કાયમી ઈલાજ કરશે આ ઉપચાર

કબજિયાતની સમસ્યા ઘણા લોકોને થાય છે. આ સમસ્યામાં પેટ બરાબર સાફ થઈ શકતુ નથી. આ સમસ્યાને આપણે સ્થાનિક ભાષામાં બાદી તરીકે ઓળખીએ છીએ. આ સમસ્યામાં વારંવાર સંડાસ લાગે છે પણ ઉતરતી નથી અને બરાબર સાફ થતો નથી.

આ કબજિયાત એ અનેક રોગોનું મૂળ છે. જેથી જુનો કચરો મળાશયમાં અને આંતરડામાં સડે છે, જેમાંથી ગેસ અને એવી ઘણી બધી પાચન સંબંધી સમસ્યાઓ ઉભી થાય છે. આ સમસ્યાના પરિણામે શરીરીમા ગંદકી ફેલાય છે અને રોગો ઉત્પન્ન થાય છે. શરીરને સ્વસ્થ રાખવા માટે કબજીયાત રોગને ઠીક કરવો જરૂરી છે.

આજની જીવનશૈલીના પરિણામે ઘણા લોકોને આ સમસ્યા થઇ રહી છે. ખાવા-પીવાની રીતમાં વધારે પ્રમાણમાં પેકિંગ વાળી વસ્તુઓ ખાવાથી, તેલ મસાલા વાળી ચીજો ખાવાથી, બહારનું ભોજન વધારે પ્રમાણમાં ખાવાથી, ખરાબ તેલ વાળું ખાવાથી, ખરાબ મરચા વાળું ખાવાથી, અનિયમિત સમયે ભોજન કરવું, બહારનું ચરબી ફેટ વાળું વધારે ખાવાથી અને શરીરમાં ડીહાઈડ્રેશન વધારે પ્રમાણમાં થવાથી કબજિયાત થાય છે. આ સિવાય લીવરમાં તકલીફ, જઠરમાં તકલીફ, આંતરડામાં તકલીફ હોય તો પણ કબજીયાતની સમસ્યા થાય છે. હવે આ ઘરેલું ઉપચાર દ્વારા કબજિયાતને દુર કરવાના ઉપચારો આ લેખમાં જણાવી રહ્યા છીએ.

દેશી ઘી અને દૂધનો પ્રયોગ કરીને પણ કબજિયાત મટાડી શકાય છે. આ ઈલાજ માટે એક ગ્લાસ ગરમ દૂધ કરવું. આ દુધમાં એક ચમચી દેશી ઘી નાખી દેવું. આ ઘી નાખ્યા બાદ દુધનેને બરાબર હલાવવું જેથી ઘી એકરસ થઈ જાય. આ ઘી મિશ્રિત દૂધને ઘૂંટડે ઘૂંટડે પી લેવું. આ ઈલાજ પાચન શક્તિ વધારે છે. સાથે સાથે તે ખોરાકને શરીરમાંથી અને આંતરડામાંથી બહાર નીકળવામાં પણ ફાયદો કરે છે. જેના લીધે કચરો શરીરમાંથી બહાર નીકળી જાય છે.

આદુ અને એરંડાના તેલ વાળી ચા બનાવીને કબજિયાતને ઠીક કરી શકાય છે. આ ચામાં દૂધ નાખવાની જરૂરીયાત રહેતી નથી. જેમાં માત્ર ચાનો પાવડર અને ખાંડ નાખીને આ ચા બનાવી શકાય છે. જેમાં ખાંડ સાવ થોડી માત્રામાં નાખવી. આ ચા શરીરમાં ખુબ જ ફાયદો કરે છે. આદુને પીસીને થોડા ટુકડા નાખવા. આ ચાને બનાવી લીધા બાદ તેમાં એરંડીનું તેલ એક ચમચી નાખવું.

આ ચા ને સૂવાના 15 મિનીટ પહેલા પી લેવી. આ ચા શરીરને સારી સ્થિતિ આપશે. આ ચા ખાધેલા ભોજનને પચવામાં મદદ કરશે. આ ચા હ્રદયના ધબકારાને પણ વ્યવસ્થિત રાખે છે. તેમજ શરીરમાં રહેલા મળને બહાર કાઢવામાં પણ મદદ કરશે. આ રીતે આ શરીરમાં ખુબ જ ઉપયોગી થાય છે અને કબજિયાતને મટાડે છે.

આ સિવાય અળસી પણ શરીરમાં કબજિયાત મટાડવા માટે ઉપયોગી છે. આ માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અળસીના બીજ નાખવા. આ અળસીને પાણીમાં નાખીને બાફી નાખવી. આ અળસીને એટલી ગરમ કરવી કે આ એક ગ્લાસ પાણીમાંથી અડધો ગ્લાસ પાણી થઈ જવું જોઈએ. આ બાફેલી અળસીને ચાવીને ખાવાથી પણ શરીરમાં ફાયદો કરે છે તેમજ તેને પાણીમાં મસળીને ખાવાથી પણ લાભ થાય છે. આ અળસીને સૂતા પહેલા અડધી કલાકે ખાવા જોઈએ. જેમાં રેચક અને ફાઈબર તત્વો હોય છે જે પાચન કરવામાં મદદ કરે છે અને કબજીયાતને દૂર કરે છે.

કબજીયાતના ઈલાજ માટે હરડે ખુબ જ ઉપયોગી છે. આ ઈલાજ માટે આખા હરડે લેવા અને તૈયાર બાદ એરંડાનું તેલ એટલે કે દીવેલ લેવું. આ તેલને કાચના કે માટીના વાસણમાં લેવું. તેમાં આ હરડેને પલાળીને રાખવી. આ હરડેને ઓછામાં ઓછા 10 દિવસ સુધી પલાળીને રાખવી.

હવે જે પાત્રમાં પલાળીને રાખી હોય તે પાત્ર ઉપર એક કપડું વીંટી દેવું. જેથી બહારની કોઈ વસ્તુ કચરો કે જીવજંતુ અંદર ન પ્રવેશી શકે. આ વાસણને સવારે તડકામાં રાખી દેવી અને રાત્રે ઘરમાં લઈ લેવી. 10 દિવસ જેટલો સમય થયા બાદ હરડેને બહાર કાઢવી અને તેને લોઢી ઉપર શેકવી.

આ બાદ તેને ફોલીને અંદરના ઠળિયા દુર કરી લેવા. આ માંથી જે છાલ વધે તેનો આપણે ઉપયોગ કરીને તેનું ચૂર્ણ કે પાવડર બનાવવો. આ ચૂર્ણ ગેસ અને કબજિયાતમાં ખુબ જ સારું અને શ્રેષ્ઠ ચૂર્ણ છે. આ ચૂર્ણ નો ઉપયોગ રાત્રે કે સવારે કરી શકીએ છીએ. જે નરણા કોઠે પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

આ સિવાય કબજિયાતના ઈલાજ માટે સુંઠ, ઘી અને ગોળ લેવા. જેમાં 10 ગ્રામ સુંઠ લેવી અને જરૂરી પ્રમાણમાં ગોળ અને ઘી લેવા. આ બધાને બરાબર છોળીને પછી મિશ્ર કરીને ખાવું. સુંઠને ઘીમાં તળીને પણ પ્રયોગ કરવાથી પણ ફાયદો થાય છે.

આ સિવાય આ પ્રયોગમાં જીરું, હિંગ અને સિંધા લુણ મીઠું લેવું. જેમાં જીરું 10 ગ્રામ જેટલા પ્રમાણમાં લેવું. જેને ખાંડીને બરાબર બારીક પાવડર કરી નાખવો. સિંધાલુણ મીઠાનો પણ બારીક પાવડર કરી નાખવો. હિંગને થોડાક ઘીમાં શેકી નાખવી. આ પછી ત્રણેયનું મિશ્રણ કરી નાખવું. આ મિશ્રણમાં છાશ નાખીને આ મિશ્રણને પી જવું, આ પ્રયોગ કરવાથી પણ કબજિયાત મટે છે.

કબજિયાતમાં  આ જીરું પાચન શક્તિ માટે ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. જીરું પાચન શક્તિ માટેનું પહેલું ઔષધ છે. જે પેટની સમસ્યા માટે ખુબ જ કારગર ઔષધી છે. ઈલાજ માટે બે ચમચી જેટલું જીરું લેવું. ત્યાર બાદ બે ચમચી અજમો લેવો. બે ચમચી વરીયાળી લેવી. વરીયાળી આપણા લોહીને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે અને પાચન માટે પણ ખુબ જ ઉપયોગી છે. તે પેટને સાફ રાખવા માટે ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. હવે આમાં નાખવા માટે અડધી ચમચી જેટલું સંચળ લેવું. આ ચારેય વસ્તુને મિક્સરની અંદર મિક્સર કરીને દળી લેવી.

હવે આ પાવડરને કોઈ હવા ન લાગે તેવા ડબામાં ભરી લેવો. જે લોકોને કબજીયાતની સમસ્યા હોય તેઓને રાત્રે સુતા પહેલા 1 ગ્લાસ ગરમ પાણી કરવું. આ પાણીમાં અડધી ચમચી જેટલો આ પાવડર નાખવો. જેમાં આ પાવડર નાખ્યા બાદ બરાબર તેને હલાવવું. આ મિક્સ થયા બાદ તેને ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે પી જવું. આ વી રીતે આ મિશ્રણનો માત્ર બે જ દિવસ સુધી પ્રયોગ કરવાથી કબજિયાતમાં ખુબ જ ફાયદો થાય છે.

આમ, કબજીયાતને મટાડવા માટે આ ઘરેલું અને આયુર્વેદિક ઉપચારો ખુબ જ ઉપયોગી છે. આ ઉપચારો કરવાથી શરીરમાં ગયેલો જુનો મળ દૂર થાય છે. આંતરડા સાફ થાય છે. જેના લીધે શરીરમાં આવતા રોગો પણ ઠીક થઈ જાય છે. અમે આશા રાખીએ કે કબજિયાત દૂર કરવા આ ઈલાજો તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

મિત્રો માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા SHARE બટન ઉપર ક્લિક કરી બીજા સાથે શેર કરવા વિનંતી

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *