ખાંસી અને ઉધરસ તેમજ કફ વારંવાર પરેશાન કરી મુકતી બીમારી છે. જે લોકોને શરદી થઈ હોય તેના થોડા સમયમાં કફ અને ખાંસી, ઉધરસની સમસ્યા થાય છે. ખાંસી અને ઉધરસ એ વાયરલ ઈન્ફેક્શનના લીધે થતી બીમારી છે. આ તકલીફ શરીરમાં જે કફ હોય છે જેમાં વાયરસ ભળે છે અને જેના લીધે કફનું પ્રમાણ વધે છે. જેના લીધે ઉધરસની સમસ્યા થાય છે.
આ સમસ્યાનો સમસ્યાનો સમયસર ઈલાજ કરવો જરૂરી છે. જો આ સમસ્યાનો ઈલાજ ન કરવામાં આવે તો ઘણી બધી બીમારીઓ લાગુ પડી શકે છે. જેમાં વાયરસને લીધે થતી ભયંકર બીમારીઓનો ભય રહેલો છે. માટે સમયસર સારવાર કરવા માટે અહિયાં અમે ઉપચાર જણાવીએ છીએ. જેનાથી થોડા જ દિવસમાં ખાંસી અને ઉધરસ ગાયબ થઈ જશે.
આપણે ઘણી વખત દવાખાને જઈને દવાઓ લઈએ છીએ છતાં પણ આ ઉધરસની સમસ્યા મટતી નથી. ખાસ કરીને ઉધરસ બે પ્રકારની હોય છે. જેમાં એક સુકી ઉધરસ અને બીજી કફ વાળી ઉધરસ એમ બે પ્રકારની ઉધરસ જોવા મળે છે.
સુકી ઉધરસમાં વાયુનો પ્રકોપ થાય છે. કફ વાળી ઉધરસમાં કફ અને વાયુ બંનેનો પ્રકોપ થાય છે. મોટા ભાગના ડોકટરો ઉધરસ માટે કોડીંગ નામની દવા આપતા હોય છે, જે ઉધરસ માટેનું છેલ્લું બ્રહ્માસ્ત્ર ગણવામાં આવે છે. આ દવા અફીણ માંથી બનાવવામાં આવે છે. અફીણનો નશાકારક પદાર્થ ગણવામાં આવે છે માટે સરકાર દ્વારા અફીણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છતાં વધારે પડતી ઉધરસમાં તે આપવામાં આવે છે.
ખાંસી અને ઉધરસને દુર કરવા માટે મધ, સાકર અને મરી આ ત્રણેય વસ્તુઓ સરખા ભાગે લઈ અને તેને મિક્સ કરી દેવું. આ વસ્તુને મિક્સરમાં નાખીને પાવડર કરી નાખવો. આ વસ્તુને મિક્સ કરીને તેને સવારે અને સાંજે પી શકાય છે. આ પીધા બાદ ઉપરથી જરૂર જણાય તો ગરમ હુંફાળું પાણી પીવું.
બીજા પ્રયોગમાં થોડો અજમો લઈને તેમાં મીઠું અને હળદર નાખીને તેને ગેસ ઉપર શેકી લેવો. આ શેકેલા અજમાને એક અથવા બે ચમચી જમ્યા પછી તરત જ મુખવાસ તરીકે લેવો. પરંતુ જે લોકોને એસીડીટીની સમસ્યા હોય તેવા લોકોએ આ પ્રયોગ કરવો નહિ.
ત્રીજા પ્રયોગમાં મીઠા હળદર વાળા શેકેલા ચણા બજારમાંથી લાવવા. એક મુઠી ચણા રાત્રે ખાઈને સુઈ જવું. ચણા ખાધા ઉપર પાણી ન પીવું. ચણા એ લુખ્ખો ખોરાક હોવાથી, લુખ્ખો ખોરાક કફને તોડે છે. જેમાં હળદર અને મીઠું મળવાથી તે વાયુનો પણ નાશ કરે છે.
આ ત્રણેય ઉપચાર એકસાથે અપનાવવામાં આવે તો ખાંસી, ઉધરસ ગમે તેટલી ભયંકર હશે તો પણ ગાયબ થઈ જશે. આ ઉપચાર ખુબ જ વહેલા ખાંસી, ઉધરસ અને કફને દુર કરે છે. આ ઈલાજ ખુબ જ અનુભવ સિદ્ધ થયેલો પ્રયોગ થયેલા છે અને ઘણા લોકોને ગંભીરમાં ગંભીર ઉધરસની સમસ્યાઓ મટી શકી છે.
જે લોકોને ઉધરસ થઈ હોય તેવા લોકોએ ઘરગથ્થું ઉપચાર માટે થોડી હળદર લેવી. તેમાં શુદ્ધ મધ નાખવું. હવે મધ અને હળદર બંને મિક્સ કરીને કરીને તેનું સેવન કરવું. આ ઉપચાર ઉધરસમાં ખુબ જ ફાયદો કરે છે સાથે તે કાકડા થયા હોય તેમાં પણ ફાયદો કરે છે.
આ સિવાય ઉપચાર જોઈએ તો મીઠું એ એક ઉધરસની ઔષધી છે. આ મીઠાની ગાંગડી લઈને તેને મોઢામાં મુકવી. આ ગાંગડીમાંથી થોડો થોડો રસ ગળામાં ઉતારવો જેનાથી ઉધરસ થઈ હોય તો ઉધરસ બંધ થઈ જશે. આ ઈલાજ ખુબ જ ઝડપથી ફાયદો આપે છે.
આ પ્રયોગમાં 10 થી 12 ગ્રામ જેટલું તલનું તેલ લેવું. આશરે 3 ગ્રામ જેટલું સિંધાલુ મીઠું અને કાળા મરીનું ચૂર્ણ લેવું. આ પછી લીંડી પીપરનું ચૂર્ણ લેવું. આ ત્રણેય ચૂર્ણ મિક્સ કરીને તેને તેને તેલ સાથે ભેળવવા. આ બધું મળીને તેને ઔષધ દવા તરીકે લેવા. આ સેવન કરવાથી વાયુની ઉધરસ મટે છે. આ મિશ્રણથી તરત જ ફાયદો થાય છે. આ પ્રયોગ ઘણા લોકોએ કરેલો છે અને ઘણા લોકોને રાહત થયેલી છે.
ઉધરસનો ઈલાજ કરવા માટે ૨૫ ગ્રામ ફટકડી લેવી. તેને માટીના કોઈ પાત્રમાં ધીરે ધીરે પક્વવી. આશરે પાંચથી સાત મિનીટ સુધી પકવ્યા બાદ ફટકડી ફૂલી જશે. આ ફૂલી ફટકડીને નીચે ઉતારીને તેનો પાવડર કરી લેવો. આ પાવડરમાંથી આશરે 10 ગ્રામ જેટલો પાવડર લઈને તે પાવડરને ત્યારબાદ 30 ગ્રામ જેટલો ખડી સાકરનો પાવડર લેવો. આ બંને પાવડરને મિક્સ કરીને આ પાવડરમાંથી આશરે 1 ગ્રામ પાવડર સવારે અને સાંજે લેવો. આ પાવડર લીધા બાદ ઉપર તેના ઉપર હળદર વાળું ગરમ દૂધ પીવું. આ પ્રયોગ સવારે અને સાંજે બે સમયે કરીશું તો ઉધરસમાં રાહત થાય છે.
આયુર્વેદમાં ઉધરસનું એક રામબાણ ઔષધ આપવામાં આવ્યું છે. આ ઔષધ છે ભોરીંગણી. ભોરીંગણી ખેતરોમાંથી મળી રહેશે. તેમજ ઓસડીયા વાળાની દુકાનેથી પણ મળી રહેશે. આ ભોરીંગણી લાવીને તેને પાણીમાં નાખીને તેનો ઉકાળો કરવો. આ ઉકાળો પીવાથી ઉધરસમાં સારી રાહત થશે. ભોરીંગણીના તૈયાર ઔષધો પણ મળે છે. લેવાથી આપણને રાહત થાય છે. પરંતુ બની શકે ત્યાં સુધી ઘરે ઉકાળો બનાવીને પીવો આપણા માટે શ્રેષ્ઠ રહેશે. આ ઉકાળો પીધા બાદ ઉપર મધ લેવાથી ખુબ જ ફાયદો થાય છે.
લસણ ઉધરસને દુર કરવા માટે ઉપયોગી છે. લસણ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી છે. લસણ એન્ટી બાયોટીક છે. જેથી અનેક કીટાણુંઓનો નાશ કરે છે. લસણમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામીન સી, વિટામીન બી 6 અને ફાઈબર જેવા તત્વો હોય છે. આ સિવાય પણ ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે. લસણમાં ખાસ એક એવું તત્વ છે જે ફેફસાને મજબુત બનાવે છે. ફેફસાની કાર્ય ક્ષમતામાં વધારો કરે છે.
આ માટે બે કળી જેટલું લસણ લઈને તેને ખાંડી અને છૂંદીને પેસ્ટ બનાવી નાખવો. બે કળી લસણના પેસ્ટની અંદર અડધી ચમચી મધ નાખવું. આ બંનેને બરાબર મિક્સ કરી લેવું. આ મિશ્રણનું સેવન દિવસમાં બે વખત સવારે અને સાંજે કરવું. આ ઉપાય કર્યા બાદ એક ક્લાક સુધી કંઈપણ ન ખાવું કે ન પીવું. આ ઈલાજ કરવાથી સતત ઉધરસ આવતી હોય, કફ રહેતો હોય તેને દુર કરી નાખે છે. આ ઈલાજ વાઈરલ ઇન્ફેકશન થવાની શક્યતાઓને ઘટાડી દે છે. આ ઉધરસ માટે અકસીર ઉપાય છે.
આમ, આ ઉપરોક્ત ઉપચારો ખાંસી, ઉધરસ અને કફ માટે રામબાણ ઉપાયો તરીકે કાર્ય કરે છે. આ ઉપાયો કરવાથી શરીરમાં કોઈ નુકશાન કે આડ અસર થતી નથી. આ ઉપાયમાંથી શરૂઆતના 3 ઉપાયો તો ખુબ જ ચમત્કારિક રીતે ઉપયોગી છે. આશા રાખીએ કે આ માહિતી ખાંસી, ઉધરસ અને કફની સમસ્યાઓ માટે ખુબ જ ઉપયોગી થાય.