રિલાયન્સ જીઓ ધમાકા ઓફર માટે ખુબ જ જાણીતી કંપની છે. જીઓ દ્બારા તેની શરૂઆતથી જ 4G ટેકનોલોજીથી શરુઆત કરી હતી અને આખા ભારતમાં ૪ જી ટેકનોલોજીમાં ક્રાંતિ લાવી દીધી. આ એક એવી કંપની જે છે જે તેના ગ્રાહકોને સસ્તામાં ખુબ જ સારી સુવિધા અને સ્કીમ આપે છે.
એક માહિતી અનુસાર Jio phone nex ની અંદાજીત કિમત 3499 રૂપિયા હોવાની બતાવી રહ્યું છે. હવે ટૂંક સમયમાં જ કંપની ફોનનું લોન્ચિંગ કરવા જઈ રહી છે. દરેક લોકોને પરવડે તેવી કિંમતનો ફોન બનાવાનું મુકેશ અંબાણીએ રિલાયન્સની વાર્ષિક બેઠકમાં કહ્યું હતું.
હાલમાં જ જીઓ દુનિયાનો એક સસ્તો ફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ માટે જીઓના ચેરમેન મુકેશ અંબાણી દ્વારા આ જાહેરાત કરી છે કે જીઓનો આ દુનિયાનો સૌથી સસ્તો ફોન હશે. આ માટે બે મહિના પહેલા જૂનમાં જીઓ દ્વારા આ બાબતની જાહેરાત કરી હતી કે અમે ભારતને 2જી મુક્ત બનાવવા માંગીએ છીએ. જેથી લોકોને સસ્તો ૪જી ફોન મળી રહે તેવો પ્રયાસ અમે કરીશું.
આ જૂનમાં રિલાયન્સની 44મી વાર્ષિક બેઠકમાં આ બાબતની તમામ જાહેરાત કરવામાં આવી હતી. જીઓ એક થોડા સમયમાં જ ખ્યાતી પામેલી કમ્પની છે, જે રિલાયન્સ દ્વારા સંચાલિત છે. અહાલમાં અનેક લોકોના મોઢે સાંભળવા મળતો અને વખાણાતો ફો છે. જેની અનેક ખાસિયતો છે જેનાથી હાલ ચર્ચામાં છે.
આ ફોન મેડ ઇન ઇન્ડીયા ફોન છે, જેની નિર્માણ જીઓ કંપની દ્વારા કરવામાં આવ્યું છે, જે એક ગુગલના સહિયારા પ્રયાસથી નિર્માણ થયો છે, જે ફોન એન્ડ્રોઈડ ફોનના ઓપ્ટીમાઈઝડ વર્ઝન પર કામ કરે છે. જેના લીધે તે ખુબ જ સારૂ કાર્ય આપે છે.
Jio phone next આધુનિક મોડેલ છે. જેમાં વોઈસ આસિસ્ટન્ટ, ભાષા ટ્રાન્સલેટ, સ્ક્રીન ટેક્સ્ટ ઓટોમેટીક રીડ અલાઉડ અને ઓગમેન્ટડ રીયાલીટી ફિલ્ટર વાલા સ્માર્ટ કેમેરા ધરાવે છે. જેથી જે ફોન ધારક પોતાના ફોનમાં લખાણને સમજી ન શકે ત્યારે આ ફોન તે વાંચીને સમજાવી શકે છે.
આ ફોનની હાલમાં 3499 રૂપિયા હોવાનું જણાવી રહી છે, જો કે આ ફોન આનાથી પણ સસ્તા હશે તેવું અનેક નિષ્ણાતો કહે છે. આ સિવાય આ ફોનને સસ્તો કરવા માટે જીઓ દ્વારા બીજી ઓફર પણ લાગુ કરવામાં આવી શકે છે.
આ જીઓ ફોન નેકસ્ટ કવાલકોમ સ્નેપડ્રેગન 215 પ્રોસેસરન સાથે લોન્ચ થશે સાથે તે જે 4G નેટવર્કને સપોર્ટ કરે તેવો ફોન છે, જેંથી હાલમાં જે જે ફોન માં ડેટાની સ્પીડ આવે છે તેવી જ સ્પીડ રહેશે. આ ફોનમાં ટરેમ જોવામાં આવે તો 2 જીબી અને 3 જીબી જેવી રેમ મળી શકે છે.
જે આટલા સસ્તા ફોનમાં ખુબ જ વધારે કહી શકાય છે. સાથે સ્ટોરેજમાં પણ 16 થી 32 સ્ટોરેજ ધરાવે છે. જેથી ડેટા સંગ્રહ કરવામાં પણ ગ્રાહકોને ફાયદો રહે છે. આ ફોનમાં હાઈ રીઝોલ્યુશન ડિસ્પ્લેની સાથે 5.5 ની ડિસ્પ્લે જોવા મળે છે.
આ જીઓના ફોન અલગ અલગ રંગોમાં લોન્ચ કરવામાં આવશે. જેમ ખાસ કરીને બ્લુ કલરનો ફોન પણ સમાવેશ થાય છે. આ ફોન સારો કેમેરો પણ ધરાવે છે. જેનાથી સારી ક્વોલીટી વાળા ફોટા ખેંચી શકાય છે. જે ફોન માટે પ્રકાશની પણ ખુબ જ ઓછી જરૂર પડે છે, જે ઓછા પ્રકાશમાં પણ સારો ફોટો પાડે છે.
અ માટે સ્નેપચેટની પેરેન્ટ કંપની પણ આ ફોનમાં ભાગીદાર છે. જેનાથી આ ફોનમાં કેમેરાની સુવિધા આ ફોનમાં મુકવામાં આવી છે, આ ફોન અનેક ખાસિયતો ધરાવે છે. જે 10 સપ્ટેંબરના રોજ લોન્ચ થઇ રહ્યો છે. અમે આશા રાખીએ આ માહિતી તમારા માટે ઉપયોગી થાય.