જ્યારથી જીઓની શરુઆત થઈ છે ત્યારથી બધી 4 ટેકનોલોજીમાં ગ્રાહકોને સતત ફાયદો જ રહ્યો છે. શરુઆતમાં તો જીઓના સીમકાર્ડ ખરીદવા માટે લોકોની લાઈનો લાગતી હતી. લોકો મોબાઈલ સાથે પણ જીઓનું કાર્ડ ખરીદી રહ્યા હતા. આ સાથે અનેક કંપનીઓ પણ હોડમાં ઉતરી, છતાં જીઓ દ્વારા લોકોની વિશ્વનીયતા જાળવી રાખવામાં આવી છે.
જીઓ દ્વારા અવાનવાર તેમના ગ્રાહકોને અમૂક ઓફરોનો લાભ આપતી રહે છે. જીઓનાં કાર્ડ માં ચાલુ ઓફરમાં પણ તમેં રીચાર્જ કરાવો તો તમારો પહેલાનો ચાલુ પ્લાન ફેલ થતો નથી. જે તેની એપ્લીકેશનમાં નવો જે પ્લાન કરાવ્યો હોય તે પેન્ડીંગમાં રહે છે, અને જુનો પ્લાન એક્ટીવ હોય છે. જયારે તમારો જૂનો પ્લાન પૂરો થયા બાદ તમે નવા પ્લાનને એક્ટીવ કરી શકો છો.
જીઓ દ્વારા તેમના ગ્રાહકોને ખુબ જ ફાયદો આપવામાં આવે છે. જીઓનાં પ્લાન પણ અન્ય કંપનીઓ કરતા સસ્તા હોય છે અને હાલમાં કવરેજ પણ દરેક જગ્યાએ આવે છે, જેથી બધા જ લોકો જીઓ કાર્ડ ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે.
તાજેતરમાં જ જીઓના નવા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાં ગ્રાહકોને ખુબ જ ફાયદો થઇ શકે છે. જીઓ દ્વારા બહાર પાડવામાં પ્લાનમાં 149 વાળો પ્લાન સૌથી સસ્તો અને અને બધાને અનુકુળ આવે તેવો પ્લાન છે. આ પ્લાન કરવાથી 24 દિવસ સુધી 1 GB ઈન્ટરનેટ મળે છે. અનલીમીટેડ વોઈસ કોલ મળે છે સાથે દરરોજના 100 મેસેજ ફરી મળે છે.
આ પ્લાન ચાલુ કરવા માટે મોબાઈલની દુકાનેથી, જીઓ એપ્સથી અને અન્ય પેમેન્ટ એપ દ્વારા આ પ્લાન ચાલુ કરી શકાય છે. આ પ્લાન ચાલુ કરવાની સાથે તમામ એપ્સ, જીઓટીવી, જીયો સિનેમા, જીયો કલાઉડ વગેરેનું ફ્રી સબ્સક્રીપ્શન મળે છે. આ પ્લાનમાં દિવસનો 1 જીબી ડેટા મળે છે. આ ડેટા પૂરો થવાથી તમારી ડેટાની સ્પીડ ઘટીને 64kbps જેટલી થઇ જશે.
આ સિવાય 129 રૂપિયામાં પણ જીઓ દ્વારા એક પ્લાન આપવામાં આવે છે. જેમાં 28 દિવસની વેલેડીટી ધરાવે છે. આ પ્લાનમાં કુલ 2 જીબીનો ડેટા મળે છે તેમજ અનલિમિટેડ કોલની સુવિધા મળે છે. સાથે તમામ એપ્લીકેશનનું સબસ્ક્રિપ્શન પણ મફતમાં મળે છે. આ પ્લાન કરવાની સાથે 300 એસએમએસ મળે છે. માટે તમારું 2 જીબી નેટ અને 300 પુરા થયા પછી તમે માત્ર 28 દિવસ સુધી તમે ખાલી વોઈલ કોલનો લાભ લઇ શકશો.
બધા સિવાય હવે બધાને માનીતો જીઓ સસ્તો પ્લાન કર્યો હોય તો તે 98 રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન છે. જેમાં 14 દિવસ સુધી આ પ્લાનથી ગ્રાહકોને દરરોજના દોઢ જીબી ઈન્ટરનેટ ડેટા ફ્રીમાં મળે છે, જેથી આ પ્લાનથી 14 દિવસના કુલ 21 GB ડેટા મળશે. સાથે સાથે 14 દિવસ સુધી અનલીમીટેડ કોલિંગનો લાભ પણ ગ્રાહકોને મળશે. જયારે દરરોજની ડેટા લિમીટ પૂરી થયા બાદ સ્પીડ ઘટીને 64 kbps જેટલી થઇ જશે.
આ રીતે જીઓના ગ્રાહકોને ખુબ જ ઉપયોગી થાય તેવા આ પ્લાન છે, જેમાંનાં આ પ્લાન સૌથી સસ્તા પ્લાન છે. જયારે પ્લાન ચાલુ કરવાથી ગ્રાહકને જીઓનો લભ મળે છે. આ બધા જ ખુબ જ ઉપયોગી થતા પ્લાન છે. અમે આશા રાખીએ કે આપ જીઓના ગ્રાહક હશો તો આ માહિતીથી ખુબ જ ફાયદો થશે.