આપણે બધાજાણીએ છીએ કે જેઠાલાલ એક ટીવી સીરીયલનું મનગમતું અને રમૂજી પાત્ર છે. આ સીરીયલ સીરીયલ તારક મહેતા કા ઉલટા ચશ્માં છેલ્લા 13 વર્ષથી સોની ટીવી પર ધૂમ મચાવી છે અને જેઠાલાલ આ શોમાં ખુબ જ લોક પ્રિય રહ્યા છે. જે જેઠાલાલ નાનાથી મોટા સૌ કોઈને ગમે તેવું પાત્ર છે, જેના લીધે સપરિવાર આ સીરીયલ જોતા હોય છે.
આ જેઠાલાલની કાર્યકીર્તિ અને સફળતા પાછળ ખુબ જ સંઘર્ષ રહેલો છે. જે આ શોમાં આવ્યા તે પહેલા તેમને નાના મોટા નાટકો અને ફિલ્મોમાં નાનકડા એક્ટર તરીકે કાર્ય કર્યું છે. જયારે તેમને જેઠાલાલ તરીકેની ઓળખ મળી તે પહેલા તેને બરાબર ફિલ્મમાં કોઈ કામ પણ આપતું નહોતું. તેઓ બેક સ્ટેજ કલાકાર તરીકે કામ કરવા મજબૂર હતા.
જેમને ભૂતકાળમાં માત્ર 50 રૂપિયામાં કરિયરની શરૂઆતમાં બેક સ્ટેજ આર્ટીસ્ટ તરીકે કામ મળતું હતું. કોઈ જેઠાલાલને કામ આપવામાં પણ તૈયાર નહોતા. દીલીપ જોષીના જણાવ્યા અનુસાર થીયેટર તેમના માટે એક પેશન હતું. એટલે તેઓ કોઇપણ પ્રકારની ચિંતા કર્યા વગર જ રોલ મળે તેમાં રાજી થઈને પોતાની કારકિર્દીને આગળ વધારી હતી. તેમને આશા હતી કે ભવિષ્યમાં કોઈ રોલ મળશે જેથી તેઓ થીયેટરમાં જ કામ કરવા માટે માગતા હતા.
આ જેઠાલાલનું મૂળ નામ દિલીપ જોશી છે અને તેમને 1989માં સલમાન ખાનની ફિલ્મ મૈને પ્યાર કિયાથી ફિલ્મની શરૂઆત કરી હતી.
આ પછી તેને નાની મોટી અનેક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જો કે તેના રોલ ખુબ જ નાના હોવાથી દર્શકો તે જાણતા પણ નથી હોતા કે આ ફીલ્મમાં જેઠાલાલ છે. જેઠાલાલે છેલ્લે 2009આ પ્રિયંકા ચોપરાની ફિલ્મ વ્હોઈટસ યોર રાશી ફિલ્મમાં કામ કર્યું છે. જેમાં તેમને જીતુભાઈની ભૂમિકા ભજવી છે. પછી તેને એકપણ ફિલ્મ કરી નથી.
આ સિવાય તેને અનેક ટીવી સીરીયલમાં પણ કામ કર્યું છે. પરંતુ જ્યારથી તે તારક મહેતાના ઉલટા ચશ્માંમાં 2008 થી જોડાયા ત્યારબાદ બીજી અન્ય કોઈ ટીવી સીરીયલમાં કામ કર્યું નથી. તારક મહેતાના શો પહેલા તેમને સ્ટેજ પર નાટક ભજવ્યા હતા. પરંતુ છેલ્લા 13 વર્ષથી તેમને આ શો જોઈન કર્યો ત્યારથી એકપણ નાટક કર્યું નથી. જેમનું છેલ્લું નાટક 2007માં દયાભાઈ નામનું નાટક હતું.
આમ, જેઠાલાલ તરીકે ઓળખાતા દિલીપ જોશીનું જીવન સંઘર્ષમય રહ્યું છે, જેને 25 વર્ષ સુધી થીયેટરમાં કામ કર્યું છે. પરંતુ આજે તેઓ કોમેડી જગતમાં દરેક લોકોનું મનપસંદ પાત્ર બની ગયું છે. જેને અનેક ફિલ્મોમાં કામ કર્યું છે અને અનેક સંઘર્ષમય કારકીર્દીની રહી છે. આજે કોઈ પણ જાણતું નથી કે જેઠાલાલે ફિલ્મો કે નાટકો કર્યા છે.