તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ટીવી શો ખુબ જ પ્રખ્યાત છે. પરિવાર સાથે જોઈ શકાય અને મનોરંજન મેળવી શકાય તેવો આ શો છે. જે છેલ્લા એક દાયકાથી ટીવી સ્ક્રીન પર ધુમ મચાવી રહ્યો છે. જેમાં પણ કોમેડી કરીને પાત્ર ભજવતા જેઠાલાલ તો બધા લોકોને ખાસ પ્રિય હોય છે. જેઠાલાલની દરેક બાબત હંમેશા કોમેડી જ હોય છે તેઓ ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે.
આ શોમાં જેઠાલાલ અને દયાભાભીની જોડી ખુબ જ પ્રખ્યાત છે. આ એક ગુજરાતી જોડી હોવાને લીધે ગુજરાતી સંસ્કૃતિની ઓળખ પણ દયાભાભીમાં જોવા મળે છે. આ જોડી ઘર ઘરમાં પ્રખ્યાત છે. જેના લીધે તેમને સ્ટાઈલ વગેરેની પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. ટીવી જોતા હોય ત્યારે લોકોને તે બંને હકીકતમાં દંપતી હોય તેવું લાગે છે.
જોકે છેલ્લા બે વર્ષથી આ શોમાં દયાભાભીની ખોટ દર્શકો અનુભવી રહ્યા છે. લોકો ઈચ્છે છે કે આ શોમાં દયાભાભી વહેલી તકે વાપસી કરે. જેઠાલાલ એટલે દિલીપ જોશી અને દયાભાભી ભાભી એટલે દિશા વાંકાણી શોમાં એક સાથે પરિવારમાં હળીમળીને રહેતા હોય તેવું જોવા મળે છે. જો કે આ બંનેને વાસ્તવિક જીવનમાં પણ સારું બને છે.
જોકે દયાભાભીની એક આદત જેઠાલાલને ન ગમતી હોવાનું જેઠાલાલે જાહેર કરી દીધું છે. તેમને આ વાત દયાભાભીની સામે પણ કરી ચુક્યા છે. મૂળ વાત એવી છે કે એક જગ્યાએ આ બંને વ્યક્તિને એક ટીવી ઈન્ટરવ્યુંમાં બોલાવવામાં આવ્યા હતા તે જગ્યાએ આ વાત જાહેર કરી હતી. આ ઇન્ટરવ્યુ દરમિયાન જેઠાલાલને અને દયાભાભીને એક એકબીજાની ન ગમતી હોય તેવી અને ખરાબ આદતો વિશે પૂછવામાં આવ્યું હતું એનો નિસંકોચ અને મૂંઝાયા વગર જવાબ આપ્યો હતો.
આ જવાબમાં તેમણે કહ્યું હતું કે દયા ઉર્ફે દિશા વાંકાણી ક્યારેય કોઈ બાબતની ફરિયાદ નથી કરતી. તેનીં આ બાબતને હું નાપસંદ કરું છું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકોએ અસ્વસ્થતા અનુભવતા હોય તો તેઓએ પોતાનો અભિપ્રાય આપવો જોઈએ. પરંતુ તે ક્યારેય કોઈ બાબતની ફરિયાદ કરતી નથી, બધી જ બાબતો સહન કરી લે છે. તેમની આ બાબતને હું નાસપંદ કરું છુ અને પસંદ પણ કરું છું.
આ પ્રશ્ન દયાભાભી એટલે કે દિશા વાંકાણીને પૂછવામાં આવ્યો હતો કે તમને જેઠાલાલની કઈ આદતો ગમતી નથી અને કઈ આદતો તેમની ખરાબ છે, જેના જવાબમાં દયાભાભીએ કહ્યું હતું કે જેઠાલાલની એક આદત મને ખુબ જ ગમે છે કે તેઓ પોતાના પરિવારની ખુબ જ સારી રીતે સંભાળ રાખે છે. જેમનામાં એક પણ એવી આદત નથી કે તેને નાપસંદ કરી શકાય.
આ રીતે જેઠાલાલ અને દયાભાભી એક બીજાની ક્યારેક ખુલ્લીને વાતો કરી લેતા હોય છે. તેઓ ટીવીમાં એકબીજાનું મન જાળવી રાખે છે તેવી રીતે વાસ્તવિક જીવનમાં પણ એકબીજાનું માં જાળવી રાખે છે. તેઓએ આ ઇન્ટરવ્યુ દરમિયાન આ વાતો જાહેર કરી હતી. આ સિવાય તેમણે જણાવ્યું હતું કે તેમના વચ્ચે ઓફ સ્ક્રીન પણ એમના ખુબ જ સારા સંબંધ છે અને જેઠાલાલે દયાભાભીનાં કામના વખાણ પણ કર્યા હતા.
આવી રીતે આ શો વિશેની અન્ય બાબતો પણ અવારનવાર મીડિયા, સોશિયલ મીડિયા અને સમાચારોમાં આવતી હોય છે. ઘણા લોકોને આ પાત્રો માનીતા થઇ ગયા છે એટલે નાનકડા સમાચાર હોય તો પણ ખુબ જ વાયરલ થઇ જાય છે. જેમાં દયાભાભીના શો પર પાછા ફરવાના સમાચારો અવારનવાર વાયરલ થઈ જાય છે. પરંતુ અંતે કોઈ કારણસર દયાભાભી શોમાં ન આવવાનું જાહેર થઇ જાય છે.
તારક મહેતાના ઉલ્ટા ચશ્માંમાં જેઠાલાલ દયાભાભી સિવાય બબીતાજી પાછળ હંમેશા ભાગતા રહે છે. જે બાબત પણ લોકોને ખુબ જ મનોરંજન કરાવે છે. જેમાં જેઠાલાલ બબીતાજી સામે ખુબ જ પ્રેમભરી વાતો કરતા નજરે પડે છે. આમ આ એક રીતે જેઠાલાલનું પાત્ર ખુબ કોમેડી બને છે.
આ રીતે સમાચારમાં આ શોને લગતી કોઈને કોઈ બાબતો બહાર જાહેર થયા કરતી હોય છે. થોડા સમય પહેલા બબીતાજી પર થયેલી સામાજિક ફરિયાદના સમાચારો પણ હતા. અમે આશા રાખીએ કે તમે પણ આ શો જોતા હશો અને તમને પણ દયાભાભીની કોઈ આદત નજરે પડતી હશે કે તેનાથી તમને મનોરંજન મળે.