અત્યારે તાજેતરમાં ચાલી રહેલા ઓમીક્રોન વાયરસ ને લઈને બધા જ લોકો ખુબજ ડરી રહ્યા છે, તો આજે ગુજરાતમાં જ એક નવો ઓમીક્રોનનો કેસ જોવા મળ્યો છે તે પણ સૌરાષ્ટ ના જામનગર જીલ્લામાં આ પ્રથમ ઓમીક્રોન નો કેસ આવ્યો છે.
જામનગરમાં જોવા મળેલા કેસ પાછળ તપાસ દ્વારા એવું જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ દક્ષીણ આફ્રિકાથી જામનગર આવેલા ત્યારે અમુક લક્ષણો જણાતા પુણા લેબમાં તેના સેમ્પલ મોકલાવવામાં આવ્યા હતા, રીપોર્ટ આવતા તે પોતે ઓમીક્રોન વાયરસ થી પોઝીટીવ છે તેવું જાણવા મળી રહ્યું છે.
ગુજરાતમાં આ પ્રથમ કેસ પોઝીટીવ આવતા આખું આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. ઘાતક ગણાતા આ ઓમીક્રોન વાયરસ એ આખા ગુજરાતના આરોગ્ય તંત્ર ને દોડતું કરી દીધું છે. આ ઓમીક્રોન થી પોઝીટીવ રીપોર્ટ એક ૭૨ વર્ષીય વૃદ્ધ નો છે. આ દર્દીને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.
નવા વાયરસની ભારતમાં શરૂઆત થઇ ચુકી છે તો તેના માટે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા તમામ દર્દીના રીપોર્ટ ઉપર પણ નજર કરવામાં આવશે. આ ઓમીક્રોન પોઝીટીવ કેસને લીધે ફરી એક વખત પુરા રાજ્યમાં નહિ પરંતુ આખા ભારતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
આ દર્દીના જી જી હોસ્પિટલમાં પોઝીટીવ જાહેર થયેલા નમુના લઈને તેને પુણે લેબમાં મોકલી આપ્યા હતા તથા તેની ટ્રાવેલ હિસ્ટ્રીની પણ તપાસ શરુ છે.
ભારત સરકારે તેમના તમામ એરપોર્ટ ઉપર ખાસ ચેકીંગની વ્યવસ્થા કરી દીધી છે કે બહારના દેશમાંથી જો કોઇપણ પ્રવાસી ભારત આવે તો તેના પહેલા તો બ્લડ સેમ્પલ લઈને તેને ૧૫ થી ૨૦ દિવસ સુધી આઈસોલેશન વોર્ડમાં રાખવો ત્યારબાદ જેવા ૨૦ દિવસ સમાપ્ત થઇ જાય પસી તેનો ફરી એક વખત રીપોર્ટ કરવો ને જો તે સાવ નોર્મલ આવે ત્યારબાદ જ તેને પરમીશન મળશે તેવું જણાવી દીધું છે.
આમ, ગુજરાતમાં આ પ્રથમ કેસ ને લઈને બધા જ લોકોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ તથા સરકાર શ્રીની ગાઈડલાઈન્સનું પાલન કરવું જોઈએ અને માસ્ક પહેરીને જ બહાર જવું જોઈએ તથા પોતાના હાથ નિયમિત સાબુથી ધોવા જોઈએ.