ઉતરપ્રદેશ એટલે એક પ્રાચીન રાજ્ય એટલે કે ત્યાં પ્રાચીન કાળમાં રામનો જન્મ થયો હતો. જેથી યાત્રાનું ધામ છેક વર્ષોથી રહ્યું છે. જો કે હાલમાં યુપીમાં કોઈને કોઈ મામલે બનાવો બનતા રહે છે. જયારે ભાજપ સરકાર નહોતી ત્યારે આ રાજ્યમાં ગુંડાઓનું પ્રમાણ દિવસે દિવસે વધતું જતું હતું. જો કે ભાજપ શાસક યોગી આદિત્યનાથ આવ્યા પછી થોડી સ્થિતિમાં સુધારો આવ્યો છે.
જેને કાયદો અને વ્યવસ્થા જળવાય એવા પ્રતિબંધ લગાવી દીધા છે અને કડક વલણ દાખવ્યું છે. આ માટે જેના કારણે તેમની શાસન વ્યવસ્થાથી બધા લોકો ગભરાય છે, અને ક્રાઈમ કરતા અચકાય છે. લોકોને સરકાર પર શાંતિ સ્થપાય તેવો ભરોશો થયો છે. લોકો ત્યાના મુખ્યમંત્રી પર ભરોશો કરવા લાગ્યા છે.
આવો જ કેસ સરકાર પર ભરોશાનો કેસ આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનો દરવાજો ખટાવ્યો છે. યુપીના એક આઈપીએસ અધિકારીએ યુવતીને હેરાન કરવાની ફરિયાદ થઇ છે. યુવતીના પિતાએ મુખ્યમંત્રીને સોશિયલ મીડિયા સાઈટ ટ્વીટર ફરિયાદ કરી છે કે જેના લીધે સમગ્ર સુરક્ષા કચેરીઓમાં હાહાકાર મચી ગયો.
આ ટ્વીતટર ફરિયાદ કરનાર યુવતીના પિતા ગાઝીયાબાદનાં રહેવાસી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, એક વરિષ્ટ આઈપીએસ અધિકારી મારી દીકરીને રાત્રે કોલ કરીને હેરાન કરે છે. યુવતીના પિતાએ ટ્વીટર પર દેશના ગૃહ મંત્રી અમિત શાહ, યોગી આદિત્યનાથ અને યુપી સરકારના પોલીસ વડા તેમજ આઈપીએસ એસોસીએશન ટેગ કરીને પણ આ પોસ્ટ કરી છે.
યુપીમાં કહેવાય છે કે યુપી સરકાર ગમે તે ગુંડા અને ભ્રષ્ટ તેમજ ક્રિમીનલ અધિકારીઓ સામે હંમેશા કડક રહી છે, જેનાં પગલે લોકો આવા ગુંડા તત્વો સામે લોકો નીસંકોષ ફરિયાદ કરી શકે છે. કહેવાય છે કે દરેક સરકાર પ્રજાતંત્ર અને લોકોના ભરોશા માટે હોય છે. લોકોનો ભરોશો જળવાય રહે એટલે સરકાર હંમેશા પ્રયત્ન શીલ રહે છે.
આ સમયે તેમને સરકારને આવા પોલસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સાથે સાથે તેણે આ અધિકારી ભ્રષ્ટાચારી હોવાની પણ ફરિયાદ કરી છે. યુવતીના પિતાએ આ પોલીસ સામે પગ્લા ભરવાની માંગણી કરી છે જેના પગલે યુપી સરકાર પોલીસ વડા દ્વારા આ અધિકારી સામે એક ઉચ્ચ કક્ષાના અધિકારીને આ તપાસ સોપી છે.
આવનારા સમયમાં આ ટ્વીટરના માધ્યમથી અશોકકુમાર યાદવ નામના એક વ્યક્તિએ B R મીના નામના 97ની બેચના આઈપીએસ અધિકારી વિરુદ્ધ ટ્વીટરના માધ્યમથી ફરિયાદ કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે રાત્રીના સમયે અલગ અલગ નંબર પરથી કોલ કરે છે અને મારી દીકરીને હેરાન કરે છે, સાથે રાજ્ય પોલીસ વડાને પણ ટેગ કર્યા છે.
આમ, હવે આ પોલીસ આઈપીએસ અધિકારી સામે ટ્વીટરનાં આધારે થયેલી ફરિયાદનાં પગલે તપાસ ચાલુ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ આ અધિકારી સામે એક ઉચ્ચ કક્ષાના પોલીસ અફસરને આ જવાબદારી આપવામાં આવી છે. જેથી કાયદો અને વ્યવસ્થા બરાબર ચાલે છે તેવું લોકોમાં બેસાડી શકાય.